મોબાઇલ ટાવરમાંથી કિંમતી રેક્ટિફાયરની ચોરી કરનાર ભેજાબાજની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

વસ્ત્રાપુર પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે, જે મોબાઈલ ટાવર પરથી રેક્ટિફાયરની ચોરી કરતો હતો. આરોપી પાસેથી 1.20 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઈલ ટાવર પરથી રેક્ટિફાયરની ચોરીની ઘટના બનવા પામી હતી. ઘટના પગલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોકેટકોપની મદદથી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડીપાડવામાં વસ્ત્રાપુર પોલીસને સફળતા મળી હતી.
મોબાઇલ ટાવરમાંથી કિંમતી રેક્ટિફાયરની ચોરી કરનાર ભેજાબાજની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

જાવેદ સૈયદ/અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે, જે મોબાઈલ ટાવર પરથી રેક્ટિફાયરની ચોરી કરતો હતો. આરોપી પાસેથી 1.20 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઈલ ટાવર પરથી રેક્ટિફાયરની ચોરીની ઘટના બનવા પામી હતી. ઘટના પગલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોકેટકોપની મદદથી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડીપાડવામાં વસ્ત્રાપુર પોલીસને સફળતા મળી હતી.

વસ્ત્રાપુર પોલીસની પકડમાં રહેલ આરોપી આશીષ પટેલ, શ્રીજી એપાર્ટમેન્ટ થલતેજનો રહેવાસી છે. આરોપી અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે મોટર સાયકલ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. અને હાલ કોઈ કામધંધો ના કરતો હોય ચોરીના રવાડે ચડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે 1.20 લાખનો મુદ્દામાલ પણ કબ્જે  કર્યો હતો. અને આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી હતી. મોબાઈલ ટાવર પરથી રેક્ટિફાયરની ચોરી કરતા આરોપીની ધરપકડ વસ્ત્રાપુર પોલીસે એક આરોપી ધરપકડ કરી 1.20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news