સુરત : Dmartના જે કર્મચારીને કોરોના નીકળ્યો, તેના પરિવારના ચાર સભ્યોમાં લક્ષણો દેખાયા

સુરત (Surat) માં પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. બે દિવસ પહેલા પાંડેસરાના ડી-માર્ટમાં કામ કરતા યુવકનો કોરોના (corona virus) ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત તંત્ર દોડતું થયું છે. પણ હાલ આ દર્દીના પરિવારજનોના કેસને કારણે તંત્રની કામગીરી વધી છે. જે યુવકનો કેસ પોઝિટિવ આવ્યો હતો તેના પરિવારજનોને એ જ સમયે ક્વોરેન્ટાઈન કરાયા હતા. પરંતુ હવે આ પરિવારના ચાર સભ્યોમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. તેથી તેઓને ક્વોરેન્ટાઈનમાંથી કાઢીને હવે આઈસોલેશનમાં શિફ્ટ કરાયા છે.  
સુરત : Dmartના જે કર્મચારીને કોરોના નીકળ્યો, તેના પરિવારના ચાર સભ્યોમાં લક્ષણો દેખાયા

તેજશ મોદી/સુરત :સુરત (Surat) માં પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. બે દિવસ પહેલા પાંડેસરાના ડી-માર્ટમાં કામ કરતા યુવકનો કોરોના (corona virus) ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત તંત્ર દોડતું થયું છે. પણ હાલ આ દર્દીના પરિવારજનોના કેસને કારણે તંત્રની કામગીરી વધી છે. જે યુવકનો કેસ પોઝિટિવ આવ્યો હતો તેના પરિવારજનોને એ જ સમયે ક્વોરેન્ટાઈન કરાયા હતા. પરંતુ હવે આ પરિવારના ચાર સભ્યોમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. તેથી તેઓને ક્વોરેન્ટાઈનમાંથી કાઢીને હવે આઈસોલેશનમાં શિફ્ટ કરાયા છે.  

દૂધની થેલી-શાકભાજી-રૂપિયાને અડવાથી કોરોના ફેલાય છે? જવાબ વાંચીને જ ઘરથી બહાર નીકળજો

યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા પરિવારના સભ્યોને ક્વોરેન્ટાઈનમાં મૂકયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા તેઓને સમરસ હોસ્ટેલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના 4 સભ્યોમા કોરોના શંકાસ્પદ લક્ષણ દેખાતા તમામને નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાવમાં આવ્યા છે. ચારેય પરિવારજનોના નમૂના લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે.

  • કુલ શંકાસ્પદ કેસ - 183
  • પોઝિટિવ કેસ - 10
  • નેગેટિવ કેસ - 157
  • પેન્ડિંગ કેસ  - 16

વડોદરામાં રાહતનો શ્વાસ લેવાય તેવા સમાચાર, પતિ-પત્ની કોરોનાથી સાજા થયા

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ડુર ટુ ડોર સરવે કરીને લોકોના સ્ક્રિનિંગની કામગીરી પૂર્ણ કરી છે. આ માટે જિલ્લા આરોગ્યની 1112 ટીમને ઉતારી હતી. આ ટીમ દ્વારા જિલ્લાના 728 ગામોમાં આવેલા 523016 ઘરે જઇને સરવે કરી 1737889 લોકોનું સ્ક્રીનિંગ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news