ગુજરાતના આ ગામમાં અસંખ્ય માછલીઓના મોત! કોરોના જેવો ભયંકર રોગચાળો ફેલાવાનો ભય
ગુજરાતના એક ગામમાં હાલ અચાનક એક સાથે તળાવની માછલીઓના મોત થઈ ગયા છે. માછલીઓના મોત બાદ આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ આવે છે. જેને કારણે સ્થાનિક ત્રાહિમામ છે. લોકોને રોગચાળો ફેલાવાનો ડર સતાવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો જાણીએ વિગતવાર...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે દરેક ગામોમાં તળાવ હોય છે. પણ તળાવના રખરખાવની જવાબદારી જેતે ગ્રામ પંચાયતો અને ગ્રામજનોની પોતાની હોય છે. ત્યારે એમાં નિરસતા દાખવવાને કારણે ઘણીવાર સ્થિતિ બદથી બદતર બની જાય છે. કંઈક આવી જ પરિસ્થિતિ હાલ ગુજરાતના એક ગામમાં જોવા મળી રહી છે. જ્યાં એક સાથે તળાવમાં અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત થઈ ગયા છે. માછલીઓના મોતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પણ મૃત માછલીઓના નીકાલની કોઈ વ્યવસ્થા ન કરતા ભયંકર દુર્ગંધ મારે છે. ગ્રામજનોને આ દુર્ગંધને લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.
અહીં વાત થઈ રહી છે, ગુજરાતના આણંદ જિલ્લાની. જીહાં, આણંદ જિલ્લામાં આવેલાં વઘાસી ગામના તળાવમાં એક સાથે અચાનક અગમ્ય કારણોસર અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત થયા છે. તળાવમાં એક સાથે આટલી બધી માછલીઓના શંકાસ્પદ મોતને કારણે ગ્રામજનોમાં રોગચાળાનો ફફડાટ ફેલાયો છે. કારણકે, મૃતક માછલીઓ પાણી પર તરીને તળાવના સ્તરમાં ઉપર આવી ગઈ છે. જેને કારણે ભયંકર દુર્ગંધથી લોકો પરેશાન છે. ગ્રામ પંચાયત દ્વારા મૃત માછલીઓનો નિકાલ ન કરાતા રોષ, રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો છે.
વઘાસી ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત નીપજતા તળાવના કિનારે મૃત માછલીઓના ઢગ ખડકાયા છે. મૃત માછલીઓના કારણે દુર્ગંધ ફેલાતા આસપાસના રહિશો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ અંગે ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવ્યો ના હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેને લઈ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. તળાવમાં એકસાથે અસંખ્ય માછલીઓના મોત નીપજવાની ઘટનાને લઈ ભારે ચકચાર મચી છે અને આ ઘટનાને લઈ રહસ્ય પણ સર્જાયું છે.
તળાવનું પાણી પ્રદુષિત થવાના કારણે માછલીઓના મોત થયા કે પછી અન્ય કારણોસર માછલીઓ મૃત્યુ પામી તે અંગે અનેક શંકા-કુશંકાઓ વ્યાપી છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોઈ અગમ્ય કારણોસર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજતા મૃત માછલીઓના ઢગ ખડકાયા છે અને માછલીઓ કહોવાઈ જતા તેની દુર્ગંધથી સ્થાનિકો માટે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે. મૃત માછલીઓ કહોવાતા જીવાણું પડવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે