ઘરકંકાસથી કંટાળીને ભવનાથ પહોચેલા યુવકની પોલીસ બની મિત્ર, સમજાવ્યું જીવનનું મૂલ્ય

કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણના સમયમાં પ્રજાની હાલત કફોડી થઈ છે. ત્યારે લોકને મદદ કરી સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ (Police) પ્રજાનો મિત્ર છે. એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
ઘરકંકાસથી કંટાળીને ભવનાથ પહોચેલા યુવકની પોલીસ બની મિત્ર, સમજાવ્યું જીવનનું મૂલ્ય

ભાવિન ત્રિવેદી, જૂનાગઢ: કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણના સમયમાં પ્રજાની હાલત કફોડી થઈ છે. ત્યારે લોકને મદદ કરી સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ (Police) પ્રજાનો મિત્ર છે. એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

તા. 10.06.2021 ના રોજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, સ્ટાફના હે.કો. ભીમાભાઈ, રામદેભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, યુસુફભાઈ, પો.કો. અશ્વિનભાઈ, કૌશિકભાઈ, સહિતના સ્ટાફની ટીમ ભવનાથ વિસ્તારમાં કાશ્મીરીબાપુના આશ્રમ તરફના રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન એક ત્રીસેક વર્ષનો યુવાનને પોતાની કાર સાથે ગભરાયેલો શંકાસ્પદ હાલતમાં ઉભેલો જોઈ જતા. તાત્કાલિક તેને પૂછપરછ કરતા, પોતાને જીવવું નહીં હોવાનું જણાવતા, સમજાવીને ભવનાથ (Bhavnath) પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતા. ભવનાથ ખાતે મળી આવેલ યુવાને પોતાનું નામ રાજુભાઇ હરિભાઈ પરમાર ઉવ.  30 રહે. પારડી ગામ, શીતળા માતાના મંદિર પાસે, તા. લોધિકા જી. રાજકોટ (Rajkot) હોવાનું અને પોતાના ઘરકંકાશના કારણે તેને લાગી આવ્યું હતું. 

જેથી તે પોતાની કારમા ભવનાથ ખાતે આવી ગયો અને જંગલ વિસ્તારમાં આ પગલું ભરવાનું વિચારતો હોવાનું જણાવ્યું હતું. ભવનાથ પોલીસની ટીમ દ્વારા પારડી તથા રાજકોટ ગામ ખાતેથી તેના પિતા હરિભાઈ તથા મોટાભાઈ સંજયભાઈને બોલાવી, યુવાનને હેમખેમ સોંપવામાં આવ્યો હતો. યુવાન આખા દિવસનો જમ્યો ના હોઈ, ભવનાથ પોલીસની ટીમ દ્વારા જમવાનું મંગાવી, સાંત્વના આપી, જમાડયો પણ હતો. 

જૂનાગઢ પોલીસ (Junagadh Police) દ્વારા યુવાનને જિંદગી માણસને એકવાર જ મળે છે અને મહામૂલી જિંદગી સામે આવતા સંજોગો સામે લડવાનું હોઈ, હારવાનું ના હોય એવી સલાહ અને સાંત્વના આપી હતી. આપઘાત (Suicide) કરવાના વિચારમાંથી મુક્તિ અપાવી હતી. ઉપરાંત યુવાનના કુટુંબીજનોને પણ પોતાના પુત્રની સાર સંભાળ રાખવા તેમજ સાચવવાની સલાહ આપવામાં આવી હતી. જૂનાગઢ પોલીસનો વ્યવહાર જોઈ, યુવાનના ચહેરા ઉપર ચમક આવી ગઈ હતી. 

જૂનાગઢ પોલીસ (Junagadh Police) ની સહિષ્ણુતાભરી કામગીરીથી પ્રભાવિત થઈ, યુવાનના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને જીવનમાં જીવવાનું મહત્વ ઘણું છે અને પોતાના કપરા સમયમાં જૂનાગઢ પોલીસની મદદના કારણે જ પોતાના સંતાનની જિંદગી બચી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. 

જૂનાગઢ (Junagadh) જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવાના ભાગરૂપે જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથના જંગલ વિસ્તારમાં આપઘાત કરવા જતા યુવાનની જિંદગી બચાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે. એ સૂત્રને ફરીવાર સાર્થક કરનાર પોલીસ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news