ખેડા: લગ્નપ્રસંગમાં આવેલા 4 બાળકો તળાવમાં ડૂબ્યા, એકનો બચાવ 3ના મોત
જિલ્લાના ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામે લગ્ન પ્રસંગે આવેલા 4 બાળકો ગરમીમાં તળાવમાં ન્હાવા પડેલા 3 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે ગ્રામજનો દ્વારા એક વ્યક્તિનો બચાવી લેવામાં આવ્યો છે. મૃતક બાળકોને ડાકોર સરકારી હોસ્પિટલમાં પીએમ કરવા માટે ખસેડવામાં આવ્યા છે.
Trending Photos
યોગીન દરજી/અમદાવાદ: જિલ્લાના ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામે લગ્ન પ્રસંગે આવેલા 4 બાળકો ગરમીમાં તળાવમાં ન્હાવા પડેલા 3 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે ગ્રામજનો દ્વારા એક વ્યક્તિનો બચાવી લેવામાં આવ્યો છે. મૃતક બાળકોને ડાકોર સરકારી હોસ્પિટલમાં પીએમ કરવા માટે ખસેડવામાં આવ્યા છે.
તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકો પાણીમાં ડૂબ્યા જેમાંથી ત્રણ બાળકોની તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે ગ્રામજનો દ્વારા એક બાળકને બચાલી લેવામાં આવ્યો છે. જ્યારે ત્રણ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં ચાલી રહેલા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરાવાઇ ગયો હતો.
ઠાસરાના ચેકરસુંબા ગામે તળામાં જૂબીને મરેલા ત્રણ બાળકો મૂળ કપડવંજ તાલુકાના નિર્માલીના મુવાળાના વતની હતી. બાળકોના પરિવારને તેમના મોત અંગેની જાણ થતા ત્રણેય બાળકોના પરિવાર અક્રંદ જોવા મળ્યો હતો. જ્યારે ગામમાં ચાલી રહેલો લગ્નનો પ્રસંગ પણ એક સાથે ત્રણ બાળકોના મોત થવાથી માતમમાં છવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે