ભાજપને 2019માં ગુજરાતની આ ચાર બેઠકો પર મળી હતી 5 લાખથી વધુની લીડ, 2024માં શું હશે રણનીતિ?
Lok Sabha Elections 2024: વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ચાર બેઠકમાં જ પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવામાં સફળ રહ્યું હતું. હવે તમને થશે કે એ કંઈ બેઠકો હતી જેના પર ભાજપ પાંચ લાખથી વધારે મતથી જીત હાંસલ કરી હતી, તો અમે તમને જણાવી દઈએ કે આ ચાર બેઠકમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે.
Trending Photos
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. જોકે હાલના સમયમાં ગુજરાત ભાજપ અનેક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ શું તમને ખબર છે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ચાર બેઠકમાં જ પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવામાં સફળ રહ્યું હતું. હવે તમને થશે કે એ કંઈ બેઠકો હતી જેના પર ભાજપ પાંચ લાખથી વધારે મતથી જીત હાંસલ કરી હતી, તો અમે તમને જણાવી દઈએ કે આ ચાર બેઠકમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે.
ગત 2019ની લોકસભાની ચૂંટણીના પરિણામો તરફ નજર કરીએ તો સૌથી વધુ માર્જિન સાથે સીઆર પાટીલે જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. પાટીલ નવસારી બેઠક પરથી 6,89,668 મતના માર્જિન સાથે જીત્યા હતા, જ્યારે કે બીજા ક્રમે દેશના ગૃહ મંત્રી અને સહકારી મંત્રી અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી 5,57,014 મતના માર્જિન સાથે જીત્યા હતા. આ સાથે જ, ત્રીજા ક્રમે સુરત બેઠક પરથી દર્શના જરદોશ 5,48,230 મતના માર્જિન સાથે જીત્યા હતા. ભાજપના રંજનબેનને વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર રહ્યો હતો. જેના સાથે જ 5,89,177 મતનો જીતમાં તફાવત હતો. જ્યારે કોંગ્રસને 24.07 ટકા મત મળ્યા હતા. આમ 26 પૈકી માત્ર ચાર બેઠક જ એવી હતી કે, જેના ઉમેદવારોનું જીતનું માર્જિન 5 લાખથી વધુ હતું. આ ઉપરાંત, કેટલીક એવી પણ બેઠક રહી હતી કે, જ્યાં જીતનું માર્જિન દોઢ લાખથી પણ ઓછું રહ્યું છે.
2019માં ગુજરાતમાં કેટલી બેઠક કેટલા માર્જીનથી ભાજપે જીતી
- 1.5 લાખથી ઓછું માર્જિન હોય તેવી 1 બેઠક
- 2.5 લાખથી ઓછું માર્જિન હોય તેવી 8 બેઠક
- 3 લાખથી ઓછું માર્જિન હોય તેવી 3 બેઠક
- 4 લાખથી ઓછું માર્જિન હોય તેવી 9 બેઠક
- 5 લાખથી ઓછું માર્જીન હોય તેવી 2 બેઠક
- 5 લાખથી વધુ માર્જીન હોય તેવી 3 બેઠક
'2025માં PoK ભારતનો ભાગ બનશે', રશિયા-યુક્રેન યુદ્ધની સચોટ આગાહી કરનાર જ્યોતિષનો દાવો
નોંધનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા, નવસારી, સુરત એમ 3 બેઠકમાં પાંચ લાખ કરતાં વધુ મતથી વિજય મેળવ્યો હતો. 2014 લોકસભામાં 26માંથી 23 બેઠકમાં ભાજપના વિજેતા ઉમેદવારને પાંચ લાખથી વધુ વોટ મળ્યા હતા. જે બેઠકમાં પાંચ લાખ કરતાં ઓછા વોટ મળ્યા તેમાં અમરેલી, જામનગર આણંદનો સમાવેશ થાય છે.
2019 લોકસભામાં ભાજપની બેઠકવાર લીડ
બેઠક લીડ
કચ્છ 3.05 લાખ
બનાસકાંઠા 3.68 લાખ
પાટણ 1.93 લાખ
મહેસાણા 2.81 લાખ
સાબરકાંઠા 2.68 લાખ
ગાંધીનગર 5.57 લાખ
અમદાવાદ પૂર્વ 4.34 લાખ
અમદાવાદ પશ્ચિમ 3.21 લાખ
સુરેન્દ્રનગર 2.77 લાખ
રાજકોટ 3.68 લાખ
પોરબંદર 2.29 લાખ
જામનગર 2.36 લાખ
જૂનાગઢ 1.50 લાખ
અમરેલી 2.01 લાખ
ભાવનગર 3.29 લાખ
આણંદ 1.97 લાખ
ખેડા 3.67 લાખ
પંચમહાલ 4.28 લાખ
દાહોદ 1.27 લાખ
વડોદરા 5.89 લાખ
છોટાઉદેપુર 3.77 લાખ
ભરૂચ 3.34 લાખ
બારડોલી 2.15 લાખ
સુરત 5.48 લાખ
નવસારી 6.89 લાખ
વલસાડ 3.53 લાખ
ચારેય બેઠકો પર શું હતો વોટ શેર?
2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક જીતી હતી અને આ તમામ બેઠકમાં વોટ શેર 50 ટકાથી વધુ હતો. જેમાં સુરતમાં સૌથી વધુ 74.50 ટકા, નવસારીમાં 74.40 ટકા, વડોદરામાં 72.30 ટકા, વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર હતો. દાહોદ બેઠકમાં સૌથી ઓછો 52.80 ટકાનો વોટ શેર મળ્યો હતો. બીજા ક્રમે રહેલાં ઉમેદવારને વોટ શેર 30 ટકાથી પણ ઓછો હોય તેવી 6 બેઠક હતી. જેમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ, અમદાવાદ પૂર્વ, ખેડા બેઠકનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે