Gujarat Election 2022, કુતિયાણા વિધાનસભા: કાંધલ જાડેજા કયા પક્ષમાંથી લડી રહ્યા છે અને કેવો છે આ બેઠકનો રાજકીય માહોલ?
Gujarat Election 2022: રાજ્યની 84-કુતિયાણા વિધાનસભા બેઠક કે જે વિસ્તારમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના નામ અને કામ પર આ વિસ્તારના લોકોને એટલો ભરોસો છે કે વર્ષોથી આ બેઠક જીતવા ભાજપ કોંગ્રેસ દ્વારા અથાગ મહેનત બાદ મુખ્ય પક્ષોને હારનો સામનો કરવો પડી રહ્યો છે.
Trending Photos
Gujarat Election 2022, અજય શીલુ/પોરબંદર: રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી એક બેઠક એવી છે, જ્યા ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ એક જ નામ જ ચાલે છે અને તે નામ છે કાંધલ જાડેજા અને બેઠક છે 84-કુતિયાણા વિધાનસભા બેઠક.. ત્યારે ચાલો જોઈએ આ ચૂંટણીમાં કાંધલ જાડેજા કયા પક્ષમાંથી લડી રહ્યા છે ચૂંટણી અને કેવો છે કુતિયાણા વિધાનસભા બેઠકનો રાજકીય માહોલ..
રાજ્યની 84-કુતિયાણા વિધાનસભા બેઠક કે જે વિસ્તારમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના નામ અને કામ પર આ વિસ્તારના લોકોને એટલો ભરોસો છે કે વર્ષોથી આ બેઠક જીતવા ભાજપ કોંગ્રેસ દ્વારા અથાગ મહેનત બાદ મુખ્ય પક્ષોને હારનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર જિલ્લાની 84-કુતિયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજા સતત બે ચૂંટણીથી ભારે બહુમતી સાથે વિજેતા બની રહ્યા છે. ગત 2012 અને 2017ની બંન્ને વિધાનસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજા એનસીપી પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ વખતે તેઓએ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
આ વિસ્તારમાં કાંધલ જાડેજા એક એવુ નામ છે કે આ વિધાનસભા વિસ્તારમાં લોકોને કાંધલ જાડેજા કયા પક્ષમાંથી ચૂંટણી લડે છે તેને ધ્યાનમાં રાખવાના બદલે કાંધલ જાડેજાને તેના નામ અને કામના આધારે મત આપે છે. કાંધલ જાડેજાને આ વિસ્તારના લોકો તેમના પરિવારની જેમ ગણે છે તો કાંધલ જાડેજા પણ દર વર્ષે ખેડૂતો માટે પોતાના સ્વખર્ચે લાખો રૂપિયા ભરી ડેમમાંથી પાણી છોડાવે છે. તેમજ નવરાત્રી હોય કે આ વિસ્તારના નાના મોટા પ્રસંગો હોય તે તેવોના પરિવારની જેમ ચોક્કસ હાજરી આપે છે. આ વિસ્તારના નાના બાળકોથી તમામ વયના લોકોમાં કાંધલ જાડેજા પ્રત્યે ભારે લાગણી અને પ્રેમ જોવા મળે છે.
હાલમાં કાંધલ જાડેજા વિધાનસભાની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોક સંપર્કમાં છે, ત્યારે ગામડે ગામડે મોટી સંખ્યામાં લોક સંપર્ક વેળાએ એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, તે અંગે કાંધલ જાડેજાને પુછવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે, બધા ગામોમાં ખુબજ સારો આવકાર મળી રહ્યો છે મેં જે કામ કર્યા છે તેનું મને પરિણામ મળી રહ્યો છે. હાલમાં ખેતીનું કામ ચાલી રહ્યું હોવા છતા પણ આટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, તે જ તેઓની લાગણી બતાવે છે. સાયકલ આ વખતે દોડવાની છે અને અહીથી સીધી ગાંધીનગર જવાની છે. સાયકલ હારે અમારે જુનો નાતો છે. મારા ભુરાકાકા 1995માં આજ વિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી ખૂબ જ લીડથી જીત્યા હતા અને હું પણ જીતીશ એની ખાતરી છે.
કુતિયાણા વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા ચૂંટણી મેદાનમાં છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કુતિયાણા વિધાનસભા બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા દ્વારા પણ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા વિસ્તારના અલગ અલગ ગામોની મુલાકાત સમયે કાંધલ જાડેજાને લોકોનો સારો આવકાર મળી રહ્યો છે.
કોઈ પણ પાર્ટીને જોયા વગર ફક્ત કાંધલ જાડેજાને તેના નામ પર આ વિસ્તારના લોકો જે રીતે સતત ભારે બહુમતી સાથે વિજેતા બનાવતા આવ્યા છે. મતદારોના આ પ્રેમ અને લાગણી અંગે કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોનો જે રીતે મને પ્રેમ છે તેઓની લાગણીને હું સમજું અને આજ રીતનો સાથ સહકાર મારે જોઈએ છે. આ વખતે પણ મને પુરો વિશ્વાસ છે કે,હું જંગી બહુમતી સાથે વિજેતા બનીશ.
કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં કાંધલ જાડેજાની એવી લોક ચાહના જોવા મળે છે કે, નાના બાળકોથી લઈને સૌ કોઈ તેમની સાથે હાથ મિલાવવા તથા ફોટો પડાવવા તત્પર જોવા મળે છે કાંધલ જાડેજા પણ લોકોની લાગણી અને પ્રેમને જોતા તેઓ સાથે પરિવારના સભ્યની જેમ મળે છે. કાંધલ જાડેજા પ્રત્યે જે રીતે લોકોની લાગણી જોવા મળી રહી છે તેને જોતા કાંધલ જાડેજા વખતે પણ જંગી બહુમતી સાથે જીત મેળવી જીતની હેટ્રિક લગાવે તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે તેમ જરૂરથી કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે