સુરતના કાપડ ઉદ્યોગમાં લિગ્નાઈટ ખૂટી પડ્યુ... જે મળે છે તેના ભાવ એટલા ઊંચા છે કે ખરીદવા જમીન વેચવી પડે

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અનેક પડકારો સમયાંતરે સામે આવતા રહે છે, અત્યારે હાલ કાપડ ઉદ્યોગમાં પણ મંદિરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ લિગ્નાઈટની અછત અને તેના ભાવના વધારાને કારણે અને કાપડ વેપારીઓની સાથે મિલમાલિકોની પણ હાલત ખૂબ જ કફોડી બની છે. 

સુરતના કાપડ ઉદ્યોગમાં લિગ્નાઈટ ખૂટી પડ્યુ... જે મળે છે તેના ભાવ એટલા ઊંચા છે કે ખરીદવા જમીન વેચવી પડે

ચેતન પટેલ/સુરત :સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અનેક પડકારો સમયાંતરે સામે આવતા રહે છે, અત્યારે હાલ કાપડ ઉદ્યોગમાં પણ મંદિરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ લિગ્નાઈટની અછત અને તેના ભાવના વધારાને કારણે અને કાપડ વેપારીઓની સાથે મિલમાલિકોની પણ હાલત ખૂબ જ કફોડી બની છે. 

સુરતનો કાપડ ઉદ્યોગ સળગતા લાવા પર ઉભો છે તેમ કહી શકાય. આ ઉદ્યોગ અનેક અન્ય ઉદ્યોગ સાથે જોડાયેલો છે, જેને કારણે ટેક્સટાઈલ મિલો ધમધમે છે. જેમાં એકપણ બાબતને અસર થાય તો આખા કાપડ ઉદ્યોગને અસર પડે છે અને મંદીના વાદળો છવાઈ જાય છે. હાલ સુરતના કાપડ ઉદ્યોગમાં લિગ્નાઈટ ખૂટી પડ્યુ છે. સુરતમાં જેટલી મિલો છે, તેમાં રોજ 22500 ટન લિગ્નાઈટની જરૂરિયાત છે. તેની સામે માત્ર 2000 ટનનો જથ્થો ઉદ્યોગોને મળી રહ્યાં છે. બીજી અસર લિગ્નાઈટના ભાવને કારણે પડી છે. સરકારે એક જ વર્ષમાં લિગ્નાઈટના ભાવમાં 600 ટકાનો વધારો કરાયો છે. એક વર્ષ પહેલા લિગ્નાઈટના 1 ટનનો ભાવ 2 હજાર રૂપિયા હતો, જે આજે 6000 રૂપિયા પર પહોંચી ગયુ છે. આમ, પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ છે.  

આ અછત વિશે મિલ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારીયા કહે છે કે, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં જેટલા પણ પ્રોસેસિંગ યુનિટો છે, તેમાં ઇંધણ તરીકે ઈમ્પોર્ટેડ કોલસો, લિગ્નાઇટ અને ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ લિગ્નાઈટનો સૌથી વધુ વપરાશ કરવાની ઈચ્છા હોવા છતાં પણ લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો નથી. રોજના 22,500 ટન લિગ્નાઇટની જરૂરિયાતની સામે માત્ર 2000 ટન મળે છે, જેને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે આર્થિક બોજાએ ટેક્સટાઇલ ઉદ્યોગના ઉત્પાદનખર્ચ પર કરોડો રૂપિયાનો બોજો વધી રહ્યો છે, જે ટેક્સટાઈલ યુનિટોને પોસાય એમ નથી. 

લિગ્નાઈટના ભાવ વધવાનુ શુ કારણ
લિગ્નાઈટના ભાવ વધવાનુ મુખ્ય કારણ ચીન છે. ભારતમાં ઈન્ડોનેશિયાથી આવતા લિગ્નાઈટની માંગ વધુ હતી. પરતુ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વેપારી સંબંધો બગડતા ચીને હવે ઈન્ડોનેશિયાથી લિગ્નાઈટ લેવાનુ શરૂ કર્યુ છે. જેને કારણે ઈન્ડોનેશિયાથી આવતા લિગ્નાઈટનો ભાવ વધી ગયો છે. જેની સીધી અસર ટેક્સટાઈલ ઉદ્યોગ પર પડી છે. 

સુરતના મિલ એસોસિયેશન દ્વારા આ અંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ રજુઆત કરવામાં આવી છે. જેમને પણ મિલ માલિકોને આશ્વાસન આપતા કહ્યું છે કે લિગ્નાઇટની સમસ્યા ટુક સમયમાં સોલ્વ કરવામાં આવશે. આ ઉપરાંત લિગ્નાઇટના કાળા બજાર કરમાર લોકોને પણ નહીં છોડવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news