રાજકોટના ખોડલધામ જેવું ભવ્ય મંદિર હવે સુરતમાં પામશે નિર્માણ: નરેશ પટેલ
સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ખોડલધામ મંદિર છે. રાજકોટ ખાતે આવેલા કાગવડ ખાતે હજારો ચોરસ મીટરમાં ખોડલધામ ફેલાયું છે. દેશ અને દુનિયા ભારતના લેઉવા સમાજના પાટીદારોમાં ખોડિયારના દર્શન કરવામાં માટે અહીં આવે છે. સુરતથી પણ મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો ખોડલધામની મુલાકાતે જાય છે.
Trending Photos
તેજશ મોદી/સુરત: સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ખોડલધામ મંદિર છે. રાજકોટ ખાતે આવેલા કાગવડ ખાતે હજારો ચોરસ મીટરમાં ખોડલધામ ફેલાયું છે. દેશ અને દુનિયા ભારતના લેઉવા સમાજના પાટીદારોમાં ખોડિયારના દર્શન કરવામાં માટે અહીં આવે છે. સુરતથી પણ મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો ખોડલધામની મુલાકાતે જાય છે.
સુરતમાં રહેતા લેઉવા પટેલ સમાજ તરફથી ખોડલધામના પ્રમુખ અને સમાજના મોભી નરેશ પટેલને એક અપીલ કરવામાં આવી હતી કે, સુરતની આસપાસના વિસ્તારમાં પણ ખોડલધામ જેવું જ મંદિર બનાવવામાં આવે. આ વાતનો સ્વિકાર કરી નરેશ પટેલે સુરતની આસપાસના કોઈ વિસ્તારમાં મંદિર નિર્માણ માટેની કવાયત શરુ કરી છે.
જુઓ LIVE TV
જેના ભાગરૂપે તેઓ સુરતની અલગ અલગ સંસ્થાઓને મળી રહ્યા છે. બે દિવસની સુરતની મુલાકાતે આવેલા નરેશ પટેલે યુવાનો સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કઈ રીતે મંદિરનું નિર્માણ પામી શકે છે તે અંગે ચર્ચા કરી હતી, તો સાથે જ સમાજના યુવાનો અલગ અલગ ફિલ્ડમાં કઈ રીતે આગળ વધી શકે તે અંગે ચર્ચા કરી હતી. સુરતમાં બનેલી તક્ષશિલા આર્કેડ ઘટના અંગે પણ તેમને દુઃખ વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે