Breaking News Updates: ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનું વધુ એક મહત્વનું પગલું

Latest News and Live Updates of 30th August 2022: દેશ અને દુનિયાના તમામ સમાચારો સાથે જોડાયેલા લેટેસ્ટ અપડેટ માટે અમારી સાથે લાઇવ બ્લોગમાં જોડાયેલા રહો. અહીં તમે સ્પોર્ટ્સ જગત, બિઝનેસ, ગુજરાત સહિત દેશ દુનિયામાં બનતી મહત્વની ઘટનાઓની અપડેટ મળશે... 

Breaking News Updates: ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનું વધુ એક મહત્વનું પગલું
LIVE Blog

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં સારા વરસાદના પરિણામે 82 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે અને હજુ આગામી સમયમાં વધુ 5 લાખ હેક્ટરમાં દિવેલા-ઘાસચારાના પાકોનું વાવેતર થનાર છે. ખરીફ પાકોમાં યુરિયાની જરૂરિયાતને ધ્યાને લઈ તેમજ રાજ્યના ખેડૂતોને સમયસર -પૂરતું ખાતર મળી રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે ઇફકો કંપની દ્વારા આયાતી યુરિયા ખાતરનું 47,000 મેટ્રિક ટનનું આખેઆખું વેસલ ગુજરાતના ખેડૂતોના હિતમાં ફાળવી આપવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

30 August 2022
23:27 PM

આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો
વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઉતાર ચઢાવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આજે એક આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

22:53 PM

ઝારખંડના ધારાસભ્યો માટે રાયપુરમાં ખાસ વ્યવસ્થા
ઝારખંડની સત્તાધારી પાર્ટીના ધારાસભ્યોના મે-ફેયર રિસોર્ટ પહોંચતા પહેલા છત્તીસગઢ સરકારની ગાડીમાં મોંઘો દારૂ અને બિયર ત્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો. ત્યારે રિસોર્ટની બહાર તૈનાત મીડિયાકર્મીઓએ તસવીર લેવાનું શરૂ કરી દીધું. બાદમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રાયપુરના સ્થાનીક મીડિયામાં તસવીરો સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડીએ ટ્વીટ કર્યું કે સરકારી ગાડીમાં મહેમાનો માટે દારૂ આવ્યો.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

22:35 PM

જો તમે તારક મહેતાના જબરા ફેન છો
કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે બધાને ખૂબ જ ગમે છે. આ શોના દરેક સ્ટારે ઘરે-ઘરે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. હાલ જે લોકો આ શોમાં છે તેમને તો બધા જ ઓળખે છે પરંતુ જે લોકો આ શો છોડી ચૂક્યા છે તેમને પણ લોકો ખૂબ જ પસંદ કરે છે. છેલ્લા 14 વર્ષથી આ શોએ લોકોના મનમાં પોતાની અલગ છાપ છોડી છે. જો તમે પણ આ શોના જબરા ફેન છો, તો આજે અમે તમને આ શોની એક અભિનેત્રીનો ફોટો બતાવીશું, જેને જોઈને તમે ઓળખી નહીં શકો.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

23:14 PM

અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
એશિયા કપ 2022ના ત્રીજા મુકાબલામાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે અફઘાનિસ્તાન સુપર-4 રાઉન્ડમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 128 રનનો લક્ષ્ય આપ્યો હતો. તેના જવાબમાં અફઘાનિસ્તાને માત્ર 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

21:49 PM

આ વર્ષે પણ ગરબા નહીં? નવરાત્રિમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

21:34 PM

સ્વિમિંગ પૂલમાં ડૂબી રહી હતી માતા, 10 વર્ષના પુત્રએ...
દસ વર્ષના એક બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યો છે. બાળકે પોતાના માતાનો જીવ બચાવવા માટે કંઈ વિચાર્યા વગર પૂલમાં છલાંગ લગાવી દીધી. હકીકતમાં એક મહિલા સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી રહી હતી, ત્યારે તેને અચાનક એપીલેપ્ટીક આંચકી આવી ગઈ. આ દરમિયાન મહિલાના દસ વર્ષના પુત્રએ પૂલમાં કુદકો મારી તેનો જીવ બચાવ્યો હતો.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

21:17 PM

વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું મોટું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ ઓન એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

21:05 PM

રાજ્યમાં કોરોના કેસમાં સૌથી મોટો ઘટાડો
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 225 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 243 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.00 ટકા થઈ ગયો છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

20:48 PM

ઓફિસમાં કામ દરમિયાન કેમ સૌથી વધારે આવે છે બગાસું?
જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે ઘણીવાર બગાસું ખાતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું તર્ક શું છે? તેની પાછળનું વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે? બગાસું આવવાના ઘણા કારણો હોઈ શકે છે. થાક, કોઈ વસ્તુ વિશે તણાવ અથવા પૂરતી ઊંઘ ન લેવી. એક વાત તમે નોંધી હશે કે જ્યારે તમે કામ દરમિયાન થોડો થાક અનુભવો છો ત્યારે બગાસું આવવું સામાન્ય બાબત છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

20:33 PM

વિદેશી ચલણની તસ્કરી કરવાનો નવો કિમિયો, જુઓ Video
આમ તો તસ્કરી માટે પેસેન્જર્સ અલગ-અલગ રીત અપનાવે છે. પરંતુ નવી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર એક પેસેન્જરનો કિમિયો જોઈને સુરક્ષાકર્મી પણ ચોંકી ગયા. આ પેસેન્જર ફોરેન કરન્સીની તસકરી કરી રહ્યો હતો અને તેણે લહેંગાના બટનમાં આ કરન્સીને છુપાવી રાખી હતી. સીઆઈએસએફે આ વ્યક્તિની ધરપકડ કરીને કસ્ટમ વિભાગને સોંપી દીધો છે. કેસમાં આગળની તપા કરવામાં આવી રહી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો...

20:18 PM

10 હજારમાં ઘરે લઈ આવો આ ધાંસૂ બાઈક
હંગરીની બાઈક નિર્માતા કંપની Keeway એ ભારતમાં તેમની ચોથું ટુ વ્હીલર લોન્ચ કર્યું છે. કંપનીએ એક નવી મોટરસાયકલ Keeway V302C લોન્ચ કરી છે. આ 300 સીસી સેગમેન્ટમાં બોબર બાઇક છે. બાઈકનો લૂક તમને Harley Davidson Iron 883 ની યાદ અપાવી શકે છે. ખાસ વાત એ છે કે આ બાઈકને માત્ર 10 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો. 
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

19:55 PM

ચીનમાં હાહાકાર, સૌથી મોટા બેન્કિંગ કૌભાંડનો ખુલાસો
ચીનમાં મોટા બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામીણ બેન્કોમાં ઉંચા વ્યાજદરના ખોટા વચનો સાથે લોકોના જીવનભરની જમા રકમ હડપવાના આરોપમાં પોલીસે 234 લોકોની ધરપકડ કરી છે. મામલો 580 ડોલર એટલે કે 46.3 કરોડ હજાર રૂપિયાના કૌભાંડ સાથે જોડાયેલો છે. હાલમાં બેન્કોની બહાર સરકાર દ્વારા તોપો ઉભી કરવાની વાત સામે આવી હતી.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

19:47 PM

સાળા બનેવીએ અમેરિકન નાગરિકોને એવી રીતે ટાર્ગેટ બનાવ્યા કે...
ફરી એક વખત અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરી લોન આપવાના બહાને છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ફોર વહીલ કારમાંથી ઝડપાયું છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ સુભાષ બ્રિજ વિસ્તારમાંથી કારમાં કોલ સેન્ટર ચલાવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભારતમાં બેસી અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરનાર કોણ છે આ આરોપીઓ?
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

19:39 PM

આ ખતરનાક વીડિયો જોઈ થંભી જશે તમારા દિલની ધડકન
રસ્તા પર જેટલા સવાધાન રહો એટલું ઓછું છે. દુર્ઘટના ક્યારે તબાહી મચાવી દે છે તો ત્યારેક જીવનભરનો પાઠ ભણાવી દે છે. આવું જ કંઈક આ શખ્સ સાથે થયું છે. આ વીડિયોને જોઈ થોડીક ક્ષણો માટે તમારા દિલની ધડકન થંભી જશે. થોડી જ સેકેન્ડનો આ વીડિયો ખરેખરમાં ખતરનાક છે, જોકે, રસ્તા પર હાજર લોકોનું ભાગ્ય સારું હતું કે તેમને કોઈ જાનહાની થઈ નથી. આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

19:24 PM

જમ્મુ કાશ્મીરમાં 3 આંતકિઓ ઠાર, તો એક કાર અકસ્માતમાં 8 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે, શોપિયાંમાં એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. તપાસ અભિયાન ચાલી રહ્યું છે. વધુ જાણકારીની રાહ જુઓ. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ડીસી દેવાંશ યાદવે કહ્યું કે કિશ્તવાડ જિલ્લામાં એક કાર ખીણમાં પડવાથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે.

19:15 PM

સોનાલી ફોગાટના મોત કેસમાં રાખી સાવંતે કર્યો મોટો ખુલાસો
એક્સ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ અને ભાજપ નેતા સોનાલી ફોગાટના મોતનો કેસ હવે હત્યા તરફ વળી ગયો છે. આ કેસમાં તેના પીએ સુધીર સાંગવાનની ભૂમિકા શંકાસ્પદ માનીને તેની તપાસ ચાલી રહી છે. બિગ બોસમાં તેની સાથી કન્ટેન્સટેન્ટ રહી ચુકેલી સાથી સાવંતે સોનાલીના મોત પર પ્રતિક્રિયા આપી છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

18:59 PM

રૂપિયામાં એક વર્ષની સૌથી મોટી તેજી
આજે રૂપિયામાં એક વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો જેની અસર થઈ કે સોનું સસ્તું થઈ ગયું અને ચાંદીની કિંમતમાં સામાન્ય તેજી આવી છે. આજે દિલ્હી સોની બજારમાં સોનાની કિંમતમાં 66 રૂપિયાનો ઘટાડો થયો અને ચાંદીની કિંમતમાં 4 રૂપિયાનો વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે સોનાનો ભાવ 51469 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તો ચાંદીનો ભાવ 55550 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

18:52 PM

વિજય દેવરકોંડાની આંખમાં આવી ગયા આંસુ
સાઉથનો સુપરસ્ટાર વિજય દેવરકોંડા હાલમાં તેની ફિલ્મ લાઈગરને લઇને ઘણો ચર્ચામાં છે. ફિલ્મ થિયટરોમાં રિલીઝ થઈ ગઈ છે પરંતુ વિજય અને અનન્યા સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ રીતે પીટાઈ છે. લાઈગર દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ રહી છે. 
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

18:47 PM

કેવી રીતે બનાવવામાં આવે છે ઇકો-ફ્રેન્ડલી ગણેશ
શ્રાવણ માસની પૂર્ણાહૂતિ બાદ શ્રદ્ધાળુઓ વિધ્નહર્તાને આવકારવા થનગની રહ્યા છે. રાજ્યભરમાં ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન પર્યાવરણ અને આરોગ્યને શ્રેષ્ઠ અને ઉત્તમ રાખવા અનિવાર્ય છે. 31મી ઓગસ્ટે રાજ્યભરમાં ગણેશ ચતૂર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

18:34 PM

તહેવારોની સીઝનમાં પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય, અમદાવાદ થઈને જતી 20 ટ્રેનોમાં...
તહેવારોની સીઝનમાં પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સુવિધા આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની ભીડને જોઈ અમદાવાદ થઈને જતી 20 ટ્રેનોમાં વધારાના કોચ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરમતી-જેશલમેર - સાબરમતી એક્સપ્રેસ, સાબરમતી-જોધપુર - સાબરમતી એક્સપ્રેસ, બાન્દ્રા-બગતકી કોઠી - હમસફર એક્સપ્રેસ, અજમેર-દાદર - અજમેર સુપરફાસ્ટ, બિકાનેર-દાદર - બિકાનેર એક્સપ્રેસ જેવી 20 ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે. સમય આવતા જો વધારે ટ્રેનોમાં કોચ લગાવવાની જરૂર જણાશે તો એ માટેની કામગીરી પણ કરવામાં આવશે.

18:27 PM

ગુલામ નબી આઝાદના સમર્થનમાં 64 નેતાઓએ પાર્ટી છોડી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસના આશરે 64 વરિષ્ઠ નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. આ નેતાઓએ પોતાનો સંયુક્ત રાજીનામાનો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધો છે. 
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

18:15 PM

હડતાળનો સુખદ અંત! એક મહિનામાં તમામ પ્રશ્નોનો નિકાલ
રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલ હડતાળ તેઓના એસોસીએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે. આ તમામ કર્મીઓ ત્વરિત તેમની સેવાઓમાં જોડાઈ જશે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

18:10 PM

'અનુપમા'માં નહીં જોવા મળે હવે કિંજલ?
ટીવીની ધમાકેદાર સીરિયલ અનુપમાએ લોકોના દિલ જીતવામાં કોઈ કરસ છોડી નથી. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અનુપમા સતત ટીઆરપી લિસ્ટમાં પણ સૌથી ટોપ પર છે. અનુપમામાં સતત જોવા મળી રહેલા ટ્વિસ્ટ અને ટર્ન્સે પણ લોકોને શો સાથે બાંધી રાખ્યા છે. ત્યારે તાજેતરમાં અનુપમાને લઇને સમાચાર સામે આવી રહ્યા છે કે, શોમાંથી નિધિ શાહ બહાર થઈ શકે છે. આ વચ્ચે અનુપમાની કિંજલ એટલે કે નિધિ શાહની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

17:52 PM

શું તમે કોઈને અંગદાન કર્યું છે?
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 31મીએ સ્ટેટ ઓર્ગન ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન (SOTTO) દ્વારા અંગદાતાઓનું સન્માન કરાશે. અમદાવાદ સિવિલ મેડીસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટ કેમ્પસમાં બહુમાન કાર્યક્રમ યોજાશે. કિડની ઇન્સ્ટીટ્યુટમાં 14 વર્ષમાં 5000 થી વધુ મલ્ટીઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

17:35 PM

ક્યાં સુધી આંકડાના દમ પર રમતો જોવા મળશે કોહલી?
ટીમ ઈન્ડિયા માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ સતત ચિંતા વધારી રહ્યું છે. એશિયા કપ 2022માં વિરાટ કોહલી પાકિસ્તાન સામે 35 રન જ બનાવી શક્યો હતો. તેને સ્પિન બોલર મોહમ્મદ નવાઝે લોંગ ઓફ રિઝનમાં કેચ આઉટ કરાવ્યો હતો. તે ઈનિંગ્સ પછી ટી-20 ઈન્ટરનેશનલમાં પણ કોહલીની એવરેજ 50ની નીચે આવી ગઈ. કોહલીનું જૂના ફોર્મમાં પાછા ન ફરવું ભારતીય ટીમ માટે મોટી મુશ્કેલી બનતું જઈ રહ્યું છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

17:22 PM

ક્યારેય જોયા છે 36 હાથવાળા શસ્ત્રો સજ્જ ગણપતિ
સુરત ચીન અને તાઇવાન વચ્ચે જે પરિસ્થિતિ છે તેના કારણે તાઇવાન હાલ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં પણ તાઇવાન ખાતે ભગવાન ગૌતમ બુદ્ધની વિશાળકાય પ્રતિમાની ચર્ચા આ માટે થઈ રહી છે. કારણ કે આ પ્રતિમાને ગણેશ સ્વરૂપ આપીને ગણેશ મંડપમાં મૂકવામાં આવી છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

17:10 PM

999 રૂપિયામાં બુક કરો ઇલેક્ટ્રિક બાઇક
જયપુરની ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર કંપની Hop Electric પોતાને પ્રથમ મોટરસાઇકલ Hop OXO લોન્ચ કરવા જઇ રહી છે. આ ઇલેક્ટ્રિક બાઇકને 5 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવાની છે. ખાસ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક બાઇક 140 કિમી સુધી રેંજ ઓફર કરશે અને તેનો લુક તમને યામાહા FZ ની યાદ અપાવી શકે છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:55 PM

પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીની કરી હત્યા
પાલનપુર તાલુકાના ઉત્તમપુરા (મલાણા) ગામે પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ઉત્તમપુરા (મલાણા) માં ત્રણ સંતાનની જનેતાને ટૂંપો આપી હત્યા કરાતા ત્રણ બાળકો નોધારા બની ગયા છે. પતિ અને સાસુએ ભાગીયાઓની મદદથી મહિલાનું ઢીમ ઢાળી દેતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:42 PM

નાની પાર્ટીઓમાં પર્ફોમ કરી કમાયા મોટા પૈસા!
હાઈ રેટેડ ગબરું ગુરુ રંધાવાનો આજે જન્મદિવસ જેણ મહેનતથી ચમકાવી પોતાની કિસ્મત. ગુરુ રંધાવાનું નામ પહેલા કંઈક બીજું હતું. તે એક અમેરિકન રેપર સાથે વીડિયો ગીત બનાવી રહ્યો હતો. તે રેપરને ગુરુનું પૂરું નામ લેવામાં તકલીફ પડતી હતી. તેથી તેણે ગુરુ કહેવાનું શરૂ કર્યું. ગુરુ રંધાવાને પછીથી ગુરુ રંધાવા નામ આપવામાં આવ્યું.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:35 PM

વિધાનસભા ચૂંટણીને લઇ નરેશ પટેલનું મોટું નિવેદન
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેટ્ચૂ ઓફ યુનિટીના દર્શન પણ કર્યા હતા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષમાં ફેલાયેલો સમાજ છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:28 PM

સોનિયા અને રાહુલ ગાંધીએ કહીં આ વાત
સોનિયા અને રાહુલ ગાંધીએ CAA-NRC વિરોધી પ્રદર્શન દરમિયાન ભડકાઉ ભાષણ માટે તેમની સામે FIR કરવાની માંગની અરજી રદ કરવાની માંગ કરી છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ જવાબમાં સોનિયા અને રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના તરફથી એવું કોઈ ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું નથી. જોકે, શાસક પાર્ટીના ઘણા નેતાઓએ એવી સ્પીચ આપી છે જે ભડકાઉ ભાષણના દાયરામાં આવે છે.

16:24 PM

TATA Group ના 3 રૂપિયાના શેરનું છપ્પડ ફાડ રિટર્ન
જો તમે કોઈપણ સ્ટોકમાં પૈસા રોકવાનો પ્લાન કરી રહ્યા છો અથવા આવનારા દિવસોમાં તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ. જેમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાને કરોડોમાં નહીં પરંતુ અબજોમાં બદલી નાખ્યા છે. શેર બજારમાં પેની સ્ટોક્સ ઉપરાંત લાર્જ કેપ શેર પણ બમ્પર રિટર્ન આપી રહ્યા છે. ટાઈટનના શેરની કિંમત 3 રૂપિયાથી વધીને 2,611 રૂપિયા પર પહોંચી ગઇ છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:21 PM

દૈત્ય હિરણ્યાક્ષથી પૃથ્વીને બચાવવા ભગવાન વિષ્ણુજી લીધો હતો વરાહ અવતાર
આજના દિવસે ભગવાન વિષ્ણુએ વરાહ તરીકે ત્રીજીવાર અવતાર લીધો હતો. તેથી આજના દિવસને વરાહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વરાહ અવતાર દ્વારા જ માનવ શરીર સાથે ભગવાન પહેલીવાર ધરતી ઉપર આવ્યાં, તેમનું મુખ જંગલી સૂઅર એટલેકે, ડુક્કરનું અને શરીર મનુષ્યનું હતું.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:17 PM

Lalbaugcha Raja ની પહેલી ઝલક સામે આવી
ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત થયાના આગલા દિવસે એટલે મંગળવારના રોજ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના પહેલી ઝલક જોવા મળી.... દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં આવતા ભક્તોનું સ્વાગત કરવા ગણેશોત્સવ મંડળની તમામ તૈયારી છે. ગણેશજીની આ મૂર્તિમાં જોઈ શકાય છે કે એક હાથમાં ચક્ર અને બીજા હાથમાં કુહાડી ધારણ કરેલી છે. 
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:14 PM

અટલ બ્રિજની મુલાકાત લેતાં પહેલાં જાણી લો એન્ટ્રી ફી અને નિયમો
અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાઇ છે. શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટેરીયન બ્રિજ) ને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દેશનો પ્રથમ આ પ્રકારનો ફુટ બ્રિજ હશે. અટલ બ્રિજને જોવા માટે એન્ટ્રી ફીની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ ફી અને અન્ય નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:10 PM

અંબાણી પરિવારે દુબઈનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યુ
દુબઈમાં સૌથી મોંઘું ઘર કોને કહેવું? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ નાના પુત્ર અનંત અંબાણી માટે આ ઘર ખરીદ્યું છે. સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે. આ આલીશાન ઘરની સામે તો કોઈ લક્ઝરી હોટલ પણ પાણી ભરે. દુબઈના આ વિલામાં 10 બેડરૂમ અને બીચ વ્યૂ સાથે ઘણું બધું છે જેનાથી પરથી તમારી નજર જ ન હટે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:05 PM

દારૂ નીતિ પર અન્ના હજારેએ CM કેજરીવાલને લખ્યો પત્ર
દિલ્હીમાં આબકારી નીતિમાં કથિત કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે દિલ્હીના મુખ્યમંત્રી સીએમ અરવિંદ કેજરીવાલને અન્ના હજારેએ પત્ર લખ્યો છે અને કહ્યું કે તેઓ દિલ્હીમાં દારૂની દુકાનો બંધ કરાવે. તેમણે એમ પણ લખ્યું છે કે અરવિંદ કેજરીવાલે સ્વરાજ પુસ્તકમાં મોટી મોટી વાતો લખી હતી, પરંતુ તેમના આચરણ પર તેની અસર જોવા મળતી નથી. અન્ના હજારેએ પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલને સંબોધિત કરતા લખ્યું છે કે તમારા મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

16:02 PM

ગુજરાતના ગરબાને વિશ્વફલક પર મળી નવી ઓળખ
ગુજરાતના પ્રસિદ્ધ પારંપરિક નૃત્ય 'ગરબા' ને યૂનેસ્કોની અમૃત સાંસ્કૃતિ વિરાસતની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષ માટે નવીનતમ નોમિનેશન પર વિચાર કરવામાં આવશે. યૂનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની શ્રેણીના ટીમ કર્ટિસે ગત ડિસેમ્બરમાં કલકત્તાના 'દુર્ગા પૂજા ઉત્સવ'ને અમૃત સાંસ્કૃતિક વારસાની જાહેરાત કરવાના ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાને નોમિનેટ કરવાને લઇને વિવરણ શેર કર્યું હતું.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

13:24 PM

ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ

સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લેતાં બાબરી મસ્જિદ વિધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓનો હવે કોઇ અર્થ નથી. એવામાં તેમના પર કાર્યવાહીને બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9 માંથી 8 કેસમાં ટ્રાયલ પુરી થઇ ગઇ છે. આ ઉપરાંત કોર્ટે બાબરી વિધ્વંસ સાથે જોડાયેલા તિરસ્કારના કેસોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

13:22 PM

નખત્રાણા નજીક અકસ્માત: એક જ પરિવારના ચાર સભ્યોના મોત

નખત્રાણાના ધાવડા અને દેવપર વચ્ચે મધરાત્રે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં છે. પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક છે કે કારના આગળના ભાગના ફૂરચેફૂરચાં ઉડી ગયાં હતા. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

13:14 PM

સુરત : મનપા દ્વારા માલધારીઓ ના તબેલાઓ પર બુલ ડોઝર ફેરવતાં માલધારીઓનો વિરોધ
માલધારી એકતા સમિતિ દ્વારા આજે મહાનગર પાલિકા કચેરી પહોંચીને મેયર ને આવેદન પત્ર આપશે.
ગત રોજ મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે તબેલાઓ તોડવામાં આવ્યા છે એ ગેરકાયદે હતા.
મેયરના નિવેદનને લઈ માલધારીઓ લાલઘુમ
માલધારીઓએ જણાવ્યું કે મેયરને માહિતી ના હોય તો અમે આપીએ.
માત્ર માલધારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
તાત્કાલિક ડીમોલેશન ની કામગીરી બંધ કરવામાં આવે.
માલધારીઓ ને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.

12:38 PM

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે લીધી નર્મદા જિલ્લાની મુલાકાત

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા હતા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. નર્મદા જિલ્લા નો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે અને સંગઠનને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે .

આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષ માં ફેલાયેલો સમાજ છે. ખોડલધામ ના નેજા હેઠળ કોઈ પક્ષની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈપણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાય ને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થશે કે શું થશે તે ખબર પડશે.

12:32 PM

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો, 13 ની અટકાયત

વડોદરામાં ગત મોટી રાત્રે ગણેશજીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસ અધિકારીઓએ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે આ માથાકૂટ દરમિયાન લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. જોકે પથ્થરમારામાં કોઇને ઇજા પહોંચી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે આ અથડામણના મુદ્દે અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

12:30 PM

ચેન સ્નેચિંગ ગેંગના બે ઈસમો ઝડપાયા, ઉકેલાશે અનેક કોયડા

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગુજરાત વ્યાપી ચેન સ્નેચિંગ ગેંગના બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઇસોમો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારો સહિત બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ભરૂચ તેમજ અન્ય શહેરોની અંદર પણ સ્નેચિંગના ગુનાને અંજામ આપીને ફરાર થઈ જતા હતા. અગાઉ ચેઈન સ્નેચીંગના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની માહિતી મેળવી, CCTV, ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ સર્વેલન્સના આધારે વર્કઆઉટ દરમ્યાન બાતમી મળી હતી કે સ્પોર્ટ બાઈક ઉપર વહેલી સવારે સ્નેચિંગ કરતા બે ઈસમો અડાજણ વિસ્તારની અંદર ફરી રહ્યા છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

12:26 PM

આગ લગાડી પરિવારને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ

અંજાર તાલુકાના ખંભરા ગામમાં રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરીને આગ લગાડતા માતા અને બે પુત્રો ગંભીર રીતે દાજી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ ઘરમાં આગ લગાડવાથી નુકસાન પણ પહોંચ્યું છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.. 

12:24 PM

આજથી જગવિખ્યાત ભાતીગળ તરણેતરના મેળાનો પ્રારંભ
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ,ચોથ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. કેબિનેટ મંત્રી કિરીટ સિંહ રાણા અને દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આજે મેળો ખુલ્લો મુકવામાં આવશે. જોકે આ વખતે લંપી વાઇરસના લીધે પશુ મેળા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

10:17 AM

પૂજ્ય રાજશ્રી મુનિ થયા બ્રહ્મલીન, PM મોદી સાથે હતા ગાઢ સંબંધો

ભારતની એકમાત્ર લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક પૂજ્ય રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. હૃદયરોગના હુમલામાં વડોદરા ખાનગી હોસ્પિટલમાં તેઓનું નિધન થયું હતું. લાઈફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ ગુજરાત,ભારત અને વિશ્વમાં યોગાભ્યાસ માટે સેન્ટરો શરૂ કર્યા હતા. રાજશ્રી મુનિજીના વિશ્વમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. 

રાજશ્રી યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજશ્રી મુનિને ખૂબ જ ગાઢ સંબંધો હતા. વર્ષ 2012 માં દેશની પ્રથમ યોગ યુનિવર્સિટીની રાજશ્રી મુનિએ કરી હતી. સ્થાપના જેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આજે કાલોલના મલાવ ખાતે સવારે 8.30 કલાકે રાજશ્રી મુનિના અંતિમ દર્શન થશે. ત્યારબાદ 2 કલાકે કાયાવરોહણ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લઈ જવાશે. 31 ઓગષ્ટ સવારે 11 કલાકે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર વિધિ થશે. 

10:05 AM

કમાલ ખાનની મુંબઇ પોલીસે કરી ધરપકડ

ફિલ્મ અભિનેતા કમાલ રાશિદ ખાન (KRK) ને મલાડ પોલીસે 2020 માં તેમના વિવાદિત ટ્વીટને લઇને ધરપકડ કરી છે. મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા બાદ કમાલ ખાનની પોલીસે ધરપકડ કરી છે અને આજે તેમને બોરિવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધુ વિગતો માટે લિંક પર ક્લિક  કરો

09:21 AM

નવાપરા જી.આઈ ડી.સી.માં લાગી ભીષણ આગ
સાહિબા ગલીમાં આવેલી ડાઇગ મિલમાં લાગી ભીષણ આગ
નમન ટેક્ષ નામની કંપનીમાં આગ
ચાર ફાયર ફાઇટર ઘટના સ્થળે
પાલોદ પોલીસ પણ ઘટનાસ્થળે

08:36 AM

સુરત : 4000 લોકોને ઇન્કમટેક્સની નોટીસ
30 લાખથી વધુની મિલ્કત ખરીદનારને નોટીસ
મિલ્કત ખરીદી પણ રિટર્નમાં બતાવી ન હતી
કેટલાક એસેસીને સ્ક્રુટીની નોટીસનો ફટકારી 
આઇ.ટી વિભાગ હોમવર્ક કર્યા બાદ કાર્યવાહી કરશે
સાત વર્ષના હિસાબો પણ મંગાતા કરદાતાઓમાં કચવાટ

Trending news