ના ઉકેલાઈ જામીનની ગૂંચ! ઉત્તરાયણમાં નહીં ચગે 'રોણા'નો પતંગ, જેલમાં મારશે લચ્છા!
લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલમાં જેલ હવાલે છે. મયુરસિંહ રાણા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવાના ગુનામાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે બે દિવસ પહેલા એટલે કે 11 જાન્યુઆરીએ દેવાયત ખવડ અને તેના સાથીઓએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી
Trending Photos
રાજકોટ: લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં દેવાયત ખવડ દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન માટે કરેલી અરજીને ફગાવી દીધી છે. જેથી દેવાયત ખવડની ઉત્તરાયણ બગડી છે, એટલે કે દેવાયત ખવડ ઉત્તરાયણ પર્વમાં જેલમાં બંધ રહશે. હજુ પણ દેવાયત ખવડને વધારે દિવસ સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો છે. રાજકોટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડની જામીન અરજી પર કોઈ નિર્ણય ના આવતા તેમની મુશ્કેલીઓ વધી રહેલી દેખાય છે.
લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલમાં જેલ હવાલે છે. મયુરસિંહ રાણા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવાના ગુનામાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે બે દિવસ પહેલા એટલે કે 11 જાન્યુઆરીએ દેવાયત ખવડ અને તેના સાથીઓએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ માટે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. હવે ફેંસલો આવી ગયો છે એટલે કે રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. જેના કારણે ખવડ જેલમાં રહેશે.
ત્રણ દિવસ પહેલા કરી હતી અરજી
આ પહેલાં કોર્ટમાં દેવાયત ખવડના વકીલે કલમ 307 અયોગ્ય હોવાની કરેલી ટિપ્પણી અંગે કહ્યું હતું કે, ફરિયાદમાં લગાડેલા આક્ષેપો ખોટા છે કે સાચા તે અંગેની દલીલ ચાર્જશીટ મૂકાયા બાદ તેની દલીલ થઇ શકે છે. આ અંગેની દલીલ હાલના સંજોગોમાં અગ્રાહ્ય હોવાનો દાવો કર્યો હતો. મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ હાજર થયેલા દેવાયત ખવડ અને તેના બે સાગરીતો તાજેતરમાં પોલીસ સમક્ષ હાજર થયાં હતાં અને તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે ત્રણેયને જેલ હવાલે કર્યા હતાં. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે કોર્ટમાં જે રીપોર્ટ સબમીટ કર્યો છે. તેમાં આરોપી દેવાયત ખવડ અને તેના બે સાગરીતોએ ભોગ બનનાર મયુરસિંહની ઓફિસ પાસે રેકી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
જાણો શું બન્યો હતો સમગ્ર કેસ?
આપને જણાવી દઈએ કે, દેવાયત ખવડ અનેક વાર અવનવા વિવાદમાં ઘેરાયેલા રહે છે, આ પહેલીવાર નથી બન્યું કે તેઓ વિવાદમાં આવ્યાં છે પરંતુ પહેલા શાબ્દિક પ્રહાર જ કરતા હતા અને અત્યારે ખુલ્લેઆમ દાદાગરી કરતા નજરે ચડ્યા છે. મયુરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયુરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. બિલ્ડર મયુરસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સે મયુરસિંહ પર દેવાયત અને અજાણ્યો શખ્સે ધોકા-પાઇપથી માર માર્યો હતો. આ પછી બધા કારમાં નાસી ગયા હતા.
મયુરસિંહ રાણાએ કોર્ટમાં જણાવી સમગ્ર ઘટના
ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી દેવાયત ખવડ સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો. સમગ્ર બનાવ બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ હવે કોર્ટમાં ચાલશે પણ દેવાયત ખવડે જામીન માટે મૂકેલી જામીન અરજી પર નિર્ણય આવી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે