ગુજરાતમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી, અડધી રાત્રે વાયર કાઢવામાં ના આવ્યો હોત તો ટ્રેન ઉથલી ગઈ હોત...

ગત મોડીરાત્રે (30 જુલાઈ) રાત્રે 1 વાગ્યાથી 3 કલાક માટે ટ્રેનને રોકવામાં આવી હતી. આ ઘટનામાં મોટા ષડયંત્રને અંજામ આપવા માટે તસ્કરોએ વાયર ટ્રેક પર નાખ્યાનો પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. પરંતુ જો વાયર કાઢવામાં ના આવ્યો હોત તો ટ્રેન ઉથલી જવાનો ખતરો હતો. 

ગુજરાતમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી, અડધી રાત્રે વાયર કાઢવામાં ના આવ્યો હોત તો ટ્રેન ઉથલી ગઈ હોત...

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના ગોંડલમાં એક મોટી દુર્ઘટના ટળી છે. સદનસીબે સોમનાથ-ઓખા ટ્રેનને ગોંડલના રીબડા પાસે ટ્રેન રોકી દેવામાં આવી હતી. ટ્રેનના પાટા નજીકથી ઈલેકટ્રીક વાયર કાપી નાંખતા વાયર ટ્રેનના વ્હીલમાં ફસાયા હતા. પરંતુ સમય સૂચકતાના લીધે ગુજરાતમાં મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ છે. 

ગત મોડીરાત્રે (30 જુલાઈ) રાત્રે 1 વાગ્યાથી 3 કલાક માટે ટ્રેનને રોકવામાં આવી હતી. આ ઘટનામાં મોટા ષડયંત્રને અંજામ આપવા માટે તસ્કરોએ વાયર ટ્રેક પર નાખ્યાનો પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. પરંતુ જો વાયર કાઢવામાં ના આવ્યો હોત તો ટ્રેન ઉથલી જવાનો ખતરો હતો. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સોમનાથ-ઓખા ટ્રેનના એન્જીન ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા ટળ્યો છે. આ અકસ્માત ગોડલના રિબાડા પાસે થતા થતા બચ્યો છે. ગત મોડીસાંજે (30 જુલાઈ) રાત્રે 1 વાગે સોમનાથ-ઓખા ટ્રેન ગોંડલના રિબડા પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કેટલાક લોકોએ ટ્રેનને ઉથલાવી પાડવા માટે રીબડાના રેલવે ટ્રેનના પાટા નજીક રેલવે ટ્રેક પર પડેલા 400 મીટર લોખંડના વાયર પૈકી 50 મીટર વાયરની ચોરી કરી હતી. ટ્રેક પરથી ટ્રેન પસાર થતા ડબ્બાના વ્હીલમાં વાયરો ફસાયા હતા. આ ઘટનામાં અસમાજીક તત્વોએ વાયરની ચોરી કરીને સોમનાથ ઓખા ટ્રેનને પાટા પર ઉથલાવવાનું કાવતરૂ કર્યું હતુ. 

જો કે, રેલવે ટ્રેનના ડ્રાઈવરને આ અંગે જાણ થતાં તેણે તાત્કાલિત ટ્રેનને રોકીને મોટી જાનહાનિ ટાળી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન 3 કલાક રોકવાની ફરજ પડી આમ ડ્રાઈવરની સમયસૂચકતાથી જોખમ ટળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news