Corona Update: દેશમાં ફરી કોરોનાનો અજગરી ભરડો, 24 કલાકમાં નવા કેસમાં 29.7 ટકાનો ઉછાળો

Corona Update: દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે જે ચિંતાની વાત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Corona Update: દેશમાં ફરી કોરોનાનો અજગરી ભરડો, 24 કલાકમાં નવા કેસમાં 29.7 ટકાનો ઉછાળો

Corona Update: દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે જે ચિંતાની વાત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે 39 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. 

નવા કેસમાં 29.7 ટકાનો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 18,819 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 39 દર્દીઓના કોરોનાથી એક દિવસમાં મોત થયા છે. જે પાંચ રાજ્યોમાંથી સૌથી વધુ કેસ સામે આવ્યા છે જેમાં કેરળ (4459 કેસ) પહેલા નંબરે છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્ર (3957), કર્ણાટક (1945), તમિલનાડુ (1827) અને પશ્ચિમ બંગાળ (1424)નો નંબર આવે છે. કુલ નવા કેસમાં આ પાંચ રાજ્યોની ભાગીદારી 72.34 ટકા છે. નવા કેસમાંથી 23.69 ટકા કેસ તો ફક્ત કેરળમાં નોંધાયા છે. 

Active cases 1,04,555
Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr

— ANI (@ANI) June 30, 2022

કોવિડના કારણે અત્યાર સુધીમાં 525116 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 39 લોકોના કોરાનાથી મોત થયા છે. ભારતમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 98.55 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 13827 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કોરોનાના 1.04 લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં 4953 કેસનો વધારો થયો છે. 

કોરોનાને માત આપવા માટે રસીકરણ પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના કુલ 1417217 ડોઝ અપાયા છે. જ્યારે એક દિવસમાં 452430 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. 

ગુજરાતમાં પણ વધ્યા કેસ
ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા છે. જ્યારે 408 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે કોઈ પણ દર્દીનું છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી પુર્ણેશ મોદી પણ કોરોના પોઝિટિવ થયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 226, સુરતમાં 99, રાજકોટમાં 13 અને વડોદરામાં 59 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news