નંદાસણમાં માલધારી સમાજની રેલીમાં પોલીસ પર કાંકરીચાળો કરાતાં મામલો ઉગ્ર બન્યો
કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષકની ક્રૂર હત્યાના બનાવથી રોષે ભરાયેલા માલધારી સમાજે શુક્રવારે યોજેલી રેલીમાં પોલીસ પર કાંકરીચાળો કરાતાં મામલો ગરમાયો હતો.. પોલીસ પર પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
Trending Photos
મહેસાણા : કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષકની ક્રૂર હત્યાના બનાવથી રોષે ભરાયેલા માલધારી સમાજે શુક્રવારે યોજેલી રેલીમાં પોલીસ પર કાંકરીચાળો કરાતાં મામલો ગરમાયો હતો.. પોલીસ પર પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
કડા તાલુકાના ખેરપુરના ગૌરક્ષક રાજુભાઇ દેસાઇની ગત 25મીએ નંદાસણ હાઇવે પરની એક હોટલમાં કેટલાક શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરાતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે આ મામલે યોગ્ય કામગીરી કરતી ન હોવાની તેમજ આરોપીઓની ધરપકડ કરી ન્યાય અાપવાની માંગને લઇને માલધારી સમાજ દ્વારા શુક્રવારે રાજપુરથી નંદાસણ સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી.
નંદાસણ પાસે અકાદ કિલોમીટરના અંતરે રેલીમાં કેટલાક શખ્સો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાતાં મામલો ગરમાયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. જોકે બાદમાં સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે