વિચલિત કરી દે તેવી ઘટના, આર્થિક સંકડામણના તણાવમાં ભાઈએ બહેન પર ચાકૂથી હુમલો કર્યો

Vadodara Crime News : ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ દેખાયુ કે, ભાઈ જ્યારે પોતાની બહેન પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે તે હેવાનની જેમ વર્તી રહ્યો હતો

વિચલિત કરી દે તેવી ઘટના, આર્થિક સંકડામણના તણાવમાં ભાઈએ બહેન પર ચાકૂથી હુમલો કર્યો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી એવા બનાવો બની રહ્યાં છે, જેમાં સંસ્કારી નગરીનું નામ લજવાઈ રહ્યું છે. આ શહેરમાં હવે સંસ્કારો ખૂટી પડ્યા છે. માતા દીકરી પર તો ભાઈ બહેન પર હુમલો કરવાના હિંસક બનાવો બની રહ્યાં છે. વડોદરાના ખટંબા ગામમાં યુવકે પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો હતો. જાહેરમાં યુવકે પોતાની માતા અને બહેનને ચપ્પાના ઘા માર્યા. બે દિવસ પહેલા યુવકે કરેલા હુમલાનો વીડિયો વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ ક્રિષ્ણા વિલામાં રહેતા અને ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હતું. યુવક જ્યારે પોતાની બહેન પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે તે દીકરી બુમો પાડીને પોતાની માતાને બોલાવી રહી રહી હતી. આસપાસમાં ઉભા રહેલા લોકો પણ માત્ર બૂમો જ પાડી રહ્યા હતા. પરંતું કોઈ પણ વ્યક્તિએ વચ્ચે પડીને યુવક પાસેથી યુવતીને છોડાવી ન હતી. દર્દમાં કણસતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 22, 2022

વીડિયોમાં સ્પષ્ટ દેખાયુ કે, ભાઈ જ્યારે પોતાની બહેન પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે તે હેવાનની જેમ વર્તી રહ્યો હતો. તેને ભાન ન હતુ કે તે શુ કરી રહ્યો છે. તે કોઈ રાક્ષસની જેમ બહેન પર ચાકૂના ઘા મારી રહ્યો હતો. 
આ મામલે માતાએ વરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપી દીકરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવક માનસિક તણાવમાં હતો, તેથી તેણે બહેન અને માતા પર હુમલો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા 20 જૂનના દિવસે આ ઘટના બની હતી. જેનો પુરાવો આપતો વીડિયો સામે આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news