જીજ્ઞેશ મેવાણીના સાથી મનસુખ વાણીયાનો આપઘાતનો પ્રયાસ, હંસરાજ સામે ગંભીર આરોપ

ભીમ આર્મીના મધ્ય ગુજરાતના અધ્યક્ષ મનસુખ વાણીયા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત નેતા રાવણની ભીમ આર્મી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. 

જીજ્ઞેશ મેવાણીના સાથી મનસુખ વાણીયાનો આપઘાતનો પ્રયાસ, હંસરાજ સામે ગંભીર આરોપ

અમિત રાજપૂત, અમદાવાદ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કોર કમિટીના મેમ્બર હંસરાજ રાઠોડ પર દલિત નેતા રાવણની ભીમ આર્મીના મધ્ય ગુજરાતના અધ્યક્ષ મનસુખ વાણીયાએ ગંભીર આરોપ લગાવ્યા છે. વોટ્સએપ ગ્રુપમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કોર કમિટીના મેમ્બર હંસરાજ રાઠોડ દ્વારા અપમાનિત કરવાનો અને ગ્રુપમાંથી કાઢી નાખતા ભીમ આર્મીના મધ્ય ગુજરાતના અધ્યક્ષ મનસુખ વાણીયાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

ભીમ આર્મીના મધ્ય ગુજરાતના અધ્યક્ષ મનસુખ વાણીયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમણે સમાજ માટે પોતાની ધર્મ પત્નીના ઘરેણા પણ વેચી નાખ્યા છે. અને હવે તેમને અપમાનિત કરતા તેઓ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત નેતા રાવણની ભીમ આર્મી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. 

આ સાથે જ બન્ને દલિત નેતાઓ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, બધાએ તેમનો માત્ર ઉપયોગ કર્યો છે. સમગ્ર મામલે શહેરના કૃષ્ણનગર પોલીસ મથકમા જાણવા જોગ ફરિયાદ પણ નોધવામાં આવી છે. જોકે, સામાજિક આગેવાનોની મધ્યસ્થીના લીધે હાલ પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news