પાણી વગરની માછલી તડપે તે પ્રકારે કોરોનાના દર્દીઓ ગુજરાતમાં તડપી રહ્યા છે: પરેશ ધાનાણી
રાજ્યમાં કોરોનાને કારણે ઉભી થયેલી સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કોંગ્રેસના સિનિયર સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના કહેર પર લેવાતા પગલા સંદર્ભે મુખ્યમંત્રી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
Trending Photos
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાને કારણે ઉભી થયેલી સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કોંગ્રેસના સિનિયર સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના કહેર પર લેવાતા પગલા સંદર્ભે મુખ્યમંત્રી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસ્થાને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એક કલાકથી વધુ સમય કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વાતચીત કરી હતી.
ત્યારે આ મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. સરકાર પાસે પુરતો સમય હોવા છતાં તાયફા કરવા સમય બગાડીને બીજી વેવમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. 33 જેટલા મુદ્દાઓની મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે ડિઝાસ્ટર માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરવાની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો:- રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓના મોત, ડેથ ઓડિટ બાદ કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો કરાશે જાહેર
સામાન્ય ગુજરાતીને બચાવી શકાય એટલા માટે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. પીએસસી અને સીએસસી ગામે નાના માણસને સારવાર ઉપલબ્ધ થયા તે માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. રેમડેસિવિર, ઓક્સિજન સહિતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. વેન્ટિલેટર પણ ઉપલબ્ધ કરાવવું જોઇએ આ વાતો સરકાર સામે કોંગ્રેસ દ્વારા મુકવામાં આવી છે.
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, આરટીપીસીઆર મોટા પ્રમાણમાં કરવામાં આવે તેમજ સીટી સ્કેન ટેસ્ટ વિનામૂલ્યે થવા જોઇએ તેવી પણ માંગણી કરવામાં આવી છે. વર્તમાન શહેરની વ્યવસ્થા તૂટી પડી છે. સીએસી પર ઉપલબ્ધ થયા તે કરવા માટે વિનંતી કરી છે. જીવન રક્ષક ઇન્જેક્શન કંપનીઓ ડાયરેક્ટ બજારમાં મૂકે તેવી માંગણી કરી છે.
ઓક્સિજનની જરૂરિયાત સરકારી ચોપડે અલગ છે જો કે, ગ્રામ્ય વિસ્તારોમાં જે ઓક્સિજન લેવાની જરૂરિયાત છે તે પૂરી કરવા માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી. ઓક્સિજન ઉત્પાદન કરનાર પ્લાન્ટો કાયમી ધોરણે તેને આ લાયસન્સ આપવામાં આવે. ઓક્સિજન પ્લાન્ટ અને વીજ દરોમાં માફી આફવામાં આવે. રાજ્યના દરેક વ્યક્તિને સરકારી દવાખાનામાં સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઇએ.
રાજ્ય સરકારને ખાતરી આપવી પડે તેવી વિનંતી કરી છે. RT-PCR ના ટેસ્ટ વિનામૂલ્યે કે રાહત દરે થાય તેવી કોંગ્રેસે માગણી કરી છે. રસીકરણના કાર્યક્રમમાં સમગ્ર દેશમાં વિસંગતતાઓ છે ત્યારે 18 વર્ષથી ઉપરના દરેક ગુજરાતીને રસીકરણ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની પણ કોંગ્રેસે માગણી કરી છે. જેને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તેવા ને બીજો ડોઝ પણ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
ગુજરાતીઓને વિનામૂલ્યે સારવાર થવી જોઈએ તે માટે મા અમૃતમ યોજના અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જરૂરિયાત મંદોને વિના વિલંબે વિનામૂલ્યે સારવાર મળે તેવી વ્યવસ્થા કરવાની કોંગ્રેસે માગણી કરી છે. વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે ત્યારે ફી માફી હોવાથી ભરવા માટે મજબૂર કરી રહ્યા છે. માસ પ્રમોશન કેસ મેરીટ લીસ્ટ પ્રમોશન આપવાની વિનંતી કરી છે.
પાણી વગરની માછલી તડપે તે પ્રકારે કોરોનાના દર્દીઓ ગુજરાતમાં તડપી રહ્યા છે. ભાજપ સરકાર તેમની નિષ્ફળતા જ છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસે હકારાત્મક અને સકારાત્મક અભિગમ સાથે કામગીરી કરી રહ્યું છે. એક વર્ષમાં 387 કરતાં વધુ પત્રો લખ્યા છે. મુઠ્ઠીભર ધારાસભ્યોને વધારવાની લાયમાં સરકારે માનવ જિંદગીને હોમવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો:- આ લોકોને કોરોના મજાક લાગે છે... સાણંદમાં પોલીસના નાક નીચે યોજાયો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ
સરકાર યોગ્ય પગલાં ન ઉઠાવે તો કોંગ્રેસને છૂટકે રોડ ઉપર ઉતરવું પડશે. આરોગ્યની મહામારી વચ્ચે એક મુઠી ભર ઓક્સિજન જીવન બચાવવા માટે પ્રયત્ન કરતો હોય, ક્યારે હકારાત્મક વાતાવરણ પેદા થાય, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો લોકોની જિંદગી બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
ભાજપની રાજ્ય અને કેન્દ્રની સરકાર મોતના મુખમાં ધકેલી દેવાનો પ્રયત્ન કરી રહી છે તેવું વાતાવરણ બનાવવાનો પ્રયત્ન છે. ગુજરાતમાં થયેલા મોત માટે રાજ્યની વર્તમાન ભાજપ સરકાર જવાબદાર છે. રાજ્ય સરકારે કોરોના અને કોરોનાના વગરના મૃત્યુ પામેલાના આંકડા જાહેર કરવા જોઈએ. ધારાસભ્યોની દોઢ કરોડની ગ્રાન્ટ આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવા માટે સરકાર આપે તેવી માગણી કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે