અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, આ વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો

Ahmedabad Rains: વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના શ્યામલ, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે.

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, આ વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો

Ahmedabad Rains: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ બન્યો છે, ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના શ્યામલ, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે.

અમદાવાદના ઓઢવમાં એક જ કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાલડીમાં 2 ઈંચ, નિકોલ અને કઠવાડામાં દોઢ ઈંચ, વિરાટનગર અને સરખેજમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે સમી સાંજે ભારે પવન સાથે મેઘરાજા અમદાવાદમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી પણ ભરાયા છે. તો આશ્રમ રોડ, ઠક્કરબાપા નગર, વિરાટનગર, બાપુનગર અને ઇન્ડિયા કોલોની તરફ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદથી ઓફિસથી ઘરે જઇ રહેલા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

બીજી બાજુ અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે ટ્રાફિકજામ પણ થયો છે. આ સાથે જ શહેરમાં અચાનકથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના પગલે ફરી એકવાર લોકો ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news