આજે દરેક ઘરમાં બે દીવા પ્રગટાવજો...', જાણો મોરારી બાપૂએ કેમ આપ્યો મોટો સંદેશ

મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરીને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ 2 દિવસ અગાઉ અપીલ કર્યા બાદ આજે નવસારીમાં કાર્યરત માનસ ગૌરી સ્તુતિ કથામાં મોરારી બાપુએ તમામને સાવચેતી રાખવા અપીલ કરી છે.

આજે દરેક ઘરમાં બે દીવા પ્રગટાવજો...', જાણો મોરારી બાપૂએ કેમ આપ્યો મોટો સંદેશ

ઝી ન્યૂઝ/ગાંધીનગર:ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે રામનવમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ઠેરઠેર અનેક જગ્યાએ ભગવાન રામની શોભાયાત્રાઓ નીકળી રહી છે. ત્યારે પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે રામનવમીના પાવન અવસરે દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવીને એક આહ્વાન કર્યું છે. 

ભાવનગરના મેવાસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક પલટી મારતા 6 શ્રમિકોના કરૂણ મોત

આ પ્રસંગે મોરારી બાપૂએ જણાવ્યું હતું કે, રામનવમી અને માનસનવમીના દિવસે સમગ્ર ગુજરાતને, આપણા દિવ્ય ભારતને, આપણી આ વસુધાને, આખી પૃથ્વી અને ત્રિભુવનને તલગાજરડાના સાધુ તરીકે સૌને  બધાઇ.

બાપૂએ વધુમાં કહ્યું હતું કે, કોરોનાના સમયમાં આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘર ઘરમાં દીવો પ્રગટાવવા આહ્વન ક્યું હતું અને લગભગ દરેક વ્યક્તિએ તેમનો સાથે આપતા દીવો પ્રગટાવ્યો હતો. આજ રીતે આપણે રામનવમીના દિવસે ઘેર-ઘેર બે દીવા પ્રગટાવવા વિનંતી કરી હતી. 

કેરીના રસિકો માટે મોટા ખુશખબર: માવઠાને કારણે ભાવ તળિયે બેઠા, કઈ કેરીનો શું છે ભાવ?

બીજી બાજુ, ગુજરાત સહિત દેશમાં કોરોનાની અસર ફરીથી વધી રહી છે ત્યારે આપણે બધાએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના નવસારીમાં કોરોના કેસ વધતાં મોરારી બાપુની ચિંતા વધી ગઈ છે. વધતા કેસ સામે મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરીને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ 2 દિવસ અગાઉ અપીલ કર્યા બાદ આજે નવસારીમાં કાર્યરત માનસ ગૌરી સ્તુતિ કથામાં મોરારી બાપુએ તમામને સાવચેતી રાખવા અપીલ કરી છે.

જૂનાગઢનો ક્રૂર કિસ્સો! દીકરીઓમાં પ્રેતાત્મા હોવાનું કહી આગમાં હોમી, માતાએ જીવનદાન..

નવસારીમાં મોરારી બાપુની માનસ કામકથા ચાલી રહી છે. જેમાં આવતીકાલે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે મોરારી બાપુએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરતાં કહ્યું કે કથામાં મારો કાલે છેલ્લો દિવસ છે. પણ એડવાન્સમાં કહેતો જાઉં છું કોરોના સામે સાવચેતી રાખજો. હાલ નવસારીમાં 7 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે દૈનિક 500 જેટલા દર્દીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. નવસારીમાં કાર્યરત માનસ રામકથાના વ્યાસ પીઠ પરથી મોરારીબાપુએ સાવચેતી રાખવા અપીલ કરી છે. 

Trending news