મોરબીમાં VHPના કાર્યકર પર તસવારથી કરાયો હુમલો, જૂથ અથડામણ બાદ થઇ આંગચંપી

હિન્દુ સંગઠનના કાર્યકર પર તલવાર અને ધારીયાથી હુમલો કરવાના મામલે હળવદમાં જૂથ અથડામણ થઈ છે.

Updated By: Sep 29, 2018, 10:56 AM IST
મોરબીમાં VHPના કાર્યકર પર તસવારથી કરાયો હુમલો, જૂથ અથડામણ બાદ થઇ આંગચંપી

હિમાંશુ ભટ્ટ/મોરબી: હિન્દુ સંગઠનના કાર્યકર પર તલવાર અને ધારીયાથી હુમલો કરવાના મામલે હળવદમાં જૂથ અથડામણ થઈ છે. બેકરી શાકમર્કેટ તથા ભંગારના ડેલા સહિતની દુકાનોમાં આગ ચાંપવામાં આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતી પર કાબૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Morbi-Baba

સલીમ લોલાડીયા નામના શખ્સ દ્વારા 73 લાખ 70 હજારનું નુકશાન થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે 30 આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે 150 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.