અમદાવાદ: વસ્ત્રાપુરમાં દારૂની મેહફીલ માણતા 25થી વધુ યુવક-યુવતીઓની અટકાયત

વસ્ત્રાપુરમાં આવેલ ગુરુકુલ એપાર્ટમેન્ટના ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. યુવક-યુવતિ સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ: વસ્ત્રાપુરમાં દારૂની મેહફીલ માણતા 25થી વધુ યુવક-યુવતીઓની અટકાયત

જાવેદ સૈયદ, અમદાવાદ: અમદાવાદમાં ઉતરાયણની મોજ બાદ દારૂની મહેફીલ માણતા 25થી વધુ યુવક યુવતીઓ ઝડપાયા છે. વસ્ત્રાપુર પોલીસે આ તમામ આરોપીઓને બ્રેથ એણેલાઇઝર વડે ચેક કર્યા હતા. જેમા ફક્ત બે યુવતીઓ અને ત્રણ યુવક જ નશાની હાલતમાં હોવાનુ બહાર આવ્યુ હતુ. વસ્ત્રાપુર પોલીસની કામગીરીથી લોકોમા સેટિંગનો ગણગણાટ શરૂ થયો હતો.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ ગુરુકુળ પાર્કના એ વિંગમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી યુવક યુવતીઓ ઉતરાયણમાં પતંગ ઉડાવ્યા અને ડીજેના તાલે નાચ્યા હતા. અંદાજે પચાસથી વધુ અભ્યાસ કરતા યુવક-યુવતીઓ આ ઉતરાયણમાં આનંદ લેવા એકઠા થયા હતા. આ ફ્લેટમાં ગુરુપ્રીત અને મણિલાલ પણ રહેતા હતા જેનો એક ફ્લેટ છે. તેઓએ દારૂ પાર્ટીનુ આયોજન કર્યુ હતુ.

દારૂ પાર્ટીમાં અંદાજે પચીસ જેટલા યુવક યુવતીઓએ સેવન કરવાનું શરૂ કર્યુ ત્યાં જ પોલીસ રંગમાં ભંગ પાડવા પહોચી ગઈ હતી. પોલીસે આ તમામ 25 જેટલા યુવકને પોલીસ સ્ટેશન લાવીને બ્રેથ એણેલાઇઝર દ્વારા તપાસ શરૂ કરી હતી. જેમા ફક્ત બે યુવતીઓ અને ત્રણ યુવકો જ નશાની હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે આ તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવતાની સાથે જ લાગ્વગના ફોન અને મોટી મોટી ગાડીઓ પોલીસ સ્ટેશનની બહાર આવવાનું શરૂ થયુ હતુ. આ તમામની વચ્ચે પોલીસે પાંચ આરોપીઓએ દારૂનો નશો કર્યો હોવાનુ સાબિત કરી ફરિયાદ કરી હતી. મણિલાલ પાસે દારૂ પીવાનો પરવાનો છે. પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે કે આ દારૂનો સપ્લાય કોણે કર્યો હતો અને કોણે મંગાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news