પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોની સ્થિતિ કફોડી બની

કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલાં લોકડાઉન અને કરફ્યૂને કારણે તમામ ધંધા-રોજગારને અસર પહોંચી છે. મોટાભાગનો રોજગાર હાલ પડી ભાંગ્યો છે.

પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોની સ્થિતિ કફોડી બની

તેજસ દવે, મહેસાણાઃ કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલાં લોકડાઉન અને કરફ્યૂને કારણે તમામ ધંધા-રોજગારને અસર પહોંચી છે. મોટાભાગનો રોજગાર હાલ પડી ભાંગ્યો છે. ત્યારે કૃષિ ઉદ્યોગને પણ તેનાથી ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સ્થિતિની વચ્ચે હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલો તોતિંગ ભાવ વધારો ખેડૂતોને રડાવી રહ્યો છે. મહેસાણા જિલ્લાના ખેડૂતો પેટ્રોલ-ડીઝલના તોતિંગ ભાવ વધારાને કારણે હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે.

No description available.

ડીઝલ ના ભાવ વધારા ને લઇ ખેડૂત મુકાયો મુશ્કેલી મા મુકાયો છે એક તરફ કુદરતી આફતો બીજી તરફ આ તોતિંગ ભાવ વધારા વચ્ચે જગતનો તાત ઝઝૂમી રહ્યો છે. દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલ ના ભાવ માં વધારો જોવા મળી રહયો છે અને ડીઝલ ના ભાવ વધારાની અસર જગત ના તાત પર વધુ જોવા મળી રહી છે નાના ખેડૂત મહા મુસીબતો વેઠી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવવા ખેતી કરી પાક ઉત્પાદન કરતો હોય છે એમાં કુદરતી આફતો થી નુકસાન વેથી હજુ માંડ ખેડૂત બેઠો થતો તેવામાં ડીઝલ ના ભાવ ને લઇ ખેડૂત ની મુશ્કેલીઓ માં વધારો થવા ગયો છે.

ડીઝલ ના ભાવ વધારા ને લઇ ખેડૂત પોતાનું ખેતર ખેડાવી નથી શકતો પેહલા 1 વીઘા જમીન ખેડવા ૧૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો પણ હાલ ના ડીઝલ ના ભાવ વધારા ને લઇ ૫૦૦ રૂપિયા માં પણ 1 વીઘા ખેતર માંડ ખેડાય છે તેવામાં ખેડૂતની વધુ કપરી પરિસ્થિતિ નું નિર્માણ થવા ગયું છે. મોઘા બિયારણોનો મોઘી વીજળી અને હવે મોઘા ડીઝલ નો ભાર ખેડૂત ને દેવા તળે ડુબાડી દેશે તેમ કેહવું ખોટું નથી. 

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જોકે, હજું પણ ઉત્તર ગુજરાત એમાંય ખાસ કરીને મહેસાણા જિલ્લો વરસાદથી વંચિત છે. હજુ અહીં મેઘરાજાની પધરામણી થઈ નથી. ત્યારે અહીંના ખેડૂતો કાગડોળે વરસાદના આગમનની રાહ જોઈ રહ્યાં છે. કોરોના કાળમાં થયેલાં નુકસાનીની ભરપાઈ માટે ખેડૂતો આ વર્ષે સારા વરસાદ અને તેના થકી સારા ઉત્પાદનની આશા રાખીને બેઠાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news