લોકતંત્રને કચડવાનું પાપ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું: પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષના પ્રહારો
પ્રેસની આઝાદીને છીનવી લેતી કલંકિત ઘટનાઓને યાદ કરતા જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી અને તેમની ટુકડીએ સમગ્ર દેશની જનતાને બાનમાં લીધી હતી.
Trending Photos
નચિકેત મહેતા, નડિયાદ: ખેડા (Kheda) જિલ્લા ભાજપ (BJP) દ્વારા નડિયાદ (Nadiad) ના ઇપકોવાળા હોલમાં આજે 25 જૂન 1975 કટોકટી દિનની સ્મૃતિ અંગે આજની પેઢી જાગૃત બને તે ઉદ્દેશથી ઉજવણી કરાઈ હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી ગોરધનભાઇ ઝડફિયા (Gordhan Zadafia) એ કટોકટીના દિવસોની લોકતંત્રને કચડતી પ્રેસની આઝાદીને છીનવી લેતી કલંકિત ઘટનાઓને યાદ કરતા જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી અને તેમની ટુકડીએ સમગ્ર દેશની જનતાને બાનમાં લીધી હતી.
વિરોધ પક્ષના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. એટલું જ નહીં તેની સામે કોર્ટમાં પણ ના જઈ શકાય તેવી જોગવાઈઓ કરી તાનાશાહ જેવું શાશન દેશ પર લાદી દેવાયું હતું. આજે જે લોકો અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અંગેની કાગારોળ કરી રહ્યા છે તે લોકોએ કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધી એ કટોકટીના સમયમાં લોકશાહીની હત્યા કરી જે શાશન કર્યું હતું તેનો અભ્યાસ કરી લેવો જોઈએ.
ગોરધનભાઇ ઝાડફીયાએ શ્યામાંપ્રસાદ મુખરજીના બલિદાનને પણ બિરદાવી રાષ્ટ્ર માટે તેમની સેવાઓને બિરદાવી હતી. ખેડાના સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન પ્રેસ અને મીડિયા કર્મીઓને ખૂબ જ સહન કરવું પડ્યું હતું. તેમને કટોકટીની વિવિધ જોગવાઈઓ પર સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે સહપ્રભારી શકુન્તલાબેન મહેતા, પ્રદેશ મંત્રી જહાન્વીબેન વ્યાસ, પૂર્વ સાંસદ ડો. કે.ડી.જેસવાણી, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અર્જુનસિંહજી ચૌહાણ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ,નડિયાદ પાલિકા પ્રમુખ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જિલ્લા ભાજપના હોદ્દેદારો, અને જિલ્લાભરમાંથી આવેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે