દીકરી હવે ક્યારેય એના પપ્પાને નહીં મળી શકે; રિસામણે બેઠેલી પત્ની સાથે સાસરિયાએ કરી હત્યા
અમદાવાદના નારોલા પોલીસની ગિરફ્તમાં દેખાતા જમાઈના હત્યાના કેસમાં સાસરિયાના લોકો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર નારોલમાં શુક્રવારે સ્વપ્નિલ નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સ્વપ્નિલ મેકવાન જ્યારે તેની પત્ની સાથે રહેતી દીકરીને મળવા ગયો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં પત્ની સહીત સાસરિયાના લોકોએ પતિની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે મનમેળ નહીં હોવાને કારણે બંને એકબીજાથી અલગ રહેતા હતા. પત્ની સાથે રહેતી દીકરીને મળવા આવેલા પતિ સાથે માથાકૂટ થતાં પત્ની તેની માતા અને ભાઈ એ પતિની હત્યા કરી નાખી હતી. મૃતક પતિના ભાઈ ની ફરિયાદને આધારે નારોલ પોલીસે પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નારોલા પોલીસની ગિરફ્તમાં દેખાતા જમાઈના હત્યાના કેસમાં સાસરિયાના લોકો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર નારોલમાં શુક્રવારે સ્વપ્નિલ નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સ્વપ્નિલ મેકવાન જ્યારે તેની પત્ની સાથે રહેતી દીકરીને મળવા ગયો હતો. ત્યારે માથાકૂટ થતા સ્વપ્નિલની પત્ની, સાસુ અને સાળાએ મળીને તેને માર માર્યો હતો અને તેની હત્યા નિપજવા માં આવી હતી. સ્વપ્નિલ મેકવાનના ભાઈ સ્ટીવન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી પત્ની જુલી, સાસુ માંકુવર ઉર્ફે રેવાબેન ક્રિશ્ચન અને સાળા જોન્ટી ક્રિશ્ચનની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્વપ્નિલ મેકવાને વર્ષ 2012માં જુલી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં નવ વર્ષની એક દીકરી છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી પત્ની જુલી અને સ્વપ્નિલ વચ્ચે મનમેળ નહીં હોવાથી બંને અલગ અલગ રહેતા હતા. પત્ની જુલી તેની નવ વર્ષની દીકરીને લઇને પોતાના માતા પિતાના ઘરે રહેવા જતી રહી હતી.
ગઈકાલે બપોરના સમયે સ્વપ્નિલ પત્ની સાથે રહેતી દીકરીને મળવા માટે શાંતુંમાસ્તરની ચાલી ખાતે પહોંચ્યા હતો. જ્યાં પત્ની અને સાસુ દ્વારા સ્વપ્નિલને દીકરીને રમાડવાની ના પાડવામાં આવી હતી અને પત્ની જુલી તેમજ સાસુ માનકુવર ક્રિસ્ચન બોલાચાલી ઝઘડો કર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી સ્વપ્નિલનો સાળો જોન્ટી પણ ત્યાં પહોંચી સ્વપ્નિલને લાકડાના ડંડા વડે માર્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું.
હાલ તો મૃતક સ્વપ્નિલના ભાઈ સ્ટીવન મેકવાનની ફરિયાદને આધારે નારોલ પોલીસે હત્યામાં સામેલ પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળનું કારણ પુત્રીને નહીં રમાડવા દેવાનું જ છે કે અન્ય કોઈ જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે