મોરબીમાં ભજવાતા આ નાટકમાં સ્ત્રી-પુરુષનો ભેદ મટે છે, માત્ર નવરાત્રિ જોવા મળે છે આ નજારો

મોરબીના રાજપર ગામે છેલ્લા ઘણા વર્ષથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા ગામમાં નાટક (play) નું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના જ યુવાનો સ્ત્રી વેશ કરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા હોય છે. મહત્વની વાત તો એ છે કે, આ ગામના બાળકો, યુવાનો કે વૃદ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈ પણને કોઈ પણ પાત્ર આપવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પૂરતો ન્યાય આપે છે. દર વર્ષે નવરાત્રિ (Navaratri) માં ભજવાતા આ નાટક થકી  ગામમાં આવેલ ગૌશાળા માટે દાન એકઠુ કરવામા આવે છે. 

મોરબીમાં ભજવાતા આ નાટકમાં સ્ત્રી-પુરુષનો ભેદ મટે છે, માત્ર નવરાત્રિ જોવા મળે છે આ નજારો

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીના રાજપર ગામે છેલ્લા ઘણા વર્ષથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા ગામમાં નાટક (play) નું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના જ યુવાનો સ્ત્રી વેશ કરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા હોય છે. મહત્વની વાત તો એ છે કે, આ ગામના બાળકો, યુવાનો કે વૃદ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈ પણને કોઈ પણ પાત્ર આપવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પૂરતો ન્યાય આપે છે. દર વર્ષે નવરાત્રિ (Navaratri) માં ભજવાતા આ નાટક થકી  ગામમાં આવેલ ગૌશાળા માટે દાન એકઠુ કરવામા આવે છે. 

વર્તમાન સમયમાં લોકો ટીવી સીરીયલ, મોબાઈલમાં રચ્યાપચ્યા રહેતા હોય છે, ત્યારે મોરબી (Morbi) ના રાજપર ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે દર વર્ષે નવરાત્રિ દરમ્યાન એક એતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે નવરાત્રિ (navratri 2021) માં આ નાટક રાખવામાં આવ્યુ હતું અને રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે આ વર્ષે ‘સેતલનાં કાંઠે આલણ દેવરો’ ઐતિહાસિક નાટક ભજવ્યું હતું. ગામના લોકોને હસાવવા માટે યુટ્યુબ સ્ટાર વીજુડી અને તેની ટીમને પણ બોલાવવામાં આવી હતી. આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત પણ આશીર્વચન આપવા માટે હાજર રહ્યા હતા અને તેમને દાતાઓને અપીલ કરીને ગૌસેવાના કાર્યમાં સહભાગી થવા માટેની ટકોર કરી હતી.

રાજપર ગામે જે નાટક રાખવામાં આવ્યું હતું તેને જોવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો રાજપર ગામે આવે છે. ગાયોની સેવા માટે ભજવાતા નાટકમાં ગામના જ યુવાનો દ્વારા અદભૂત અભિનય કરવામાં આવ્યો હતો, જે જોઇને લોકો કલાકારની કાલ ઉપર દાનની સરવણી વહાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગામના યુવાનો દ્વારા ગૌસેવાના લાભાર્થે ગામમાં નાટકનું આયોજન કરવામાં આવે છે અને તેમાં લોકો તરફથી પૂરતો આર્થિક સહકાર મળતો હોય છે અને જે રકમ આવે તે ગૌ સેવામાં વાપરવામાં આવે છે. જેથી કરીને જ્યારે ગામના જ યુવાનો ગૌ સેવા માટે ઘાઘરી પહેરતા પણ શરમતા નથી. ત્યારે નાટક જોઈને દાતાઓ કલાકાર ઉપર વરસી પડતા લાખનું દાન ગાયો માટે એક જ રાતમાં આપવામાં આવે છે. એટલું જ નહિ ઘણા દાતા ગુણીઓ તેમજ લીલું ઘાસ પણ ગૌશાળામાં આપવા માટે લખાવે છે તેવુ મોરબી તાલુકા પંચાયતના વિજય કોટડીયાએ જણાવ્યું. 

રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, હાલમાં આ ગૌશાળામાં કુલ મળીને 125 થી વધુ ગૌ વંશોનો નિભાવ કરવામાં આવે છે અને ગાયોના નિભાવ માટે દર વર્ષે જે નાટક યોજવામાં આવે છે તેમાં લોકો તરફથી ખtબ જ સારો સહકાર મળતો હોય છે અને નાટકનું આયોજન કરવામાં આવે એટલે તેને માણવા માટે સમગ્ર ગામ તેમજ આસપાસના વિસ્તાર અને મોરબીથી લોકો આવતા હોય છે. સહકાર માટે જે નાટકનું આયોજન કરવામાં આવે છે, તેમાં બાળકો, યુવાનો સહિતનાને કોઈ પણ પાત્ર આપવામાં આવે તો તેના કેહતા નથી. સ્ત્રી વેશ ધારણ કરવામાં જરા પણ સંકોચ અનુભવતા નથી. 

નવરાત્રિમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે. આજના આધુનિક યુગમાં મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહે તે માટે રાજપર ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જો બીજા ગામના લોકો પણ તેમાંથી પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ તે હકકીત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news