જૂના ઘરમાંથી મળેલો સોનાનો ખજાનો ગુમ, નવસારી LCB હવે મધ્યપ્રદેશથી શોધશે ચોરી થયેલા સોનાના સિક્કાનો ભેદ

Tale of 240 Gold Coins:  કાટમાળ કોન્ટ્રાક્ટર અને મજૂરોએ ચોરી લીધેલા બ્રિટીશ કાળના બહુમૂલ્ય સોનાના સિક્કાઓ મેળવવા NRI મકાન માલિકે કરી પોલસી ફરિયાદ, નવસારી LCB મધ્યપ્રદેશથી શોધશે ચોરી થયેલા સોનાના સિક્કાનો ભેદ  

જૂના ઘરમાંથી મળેલો સોનાનો ખજાનો ગુમ, નવસારી LCB હવે મધ્યપ્રદેશથી શોધશે ચોરી થયેલા સોનાના સિક્કાનો ભેદ

Navsari News ધવલ પારેખ/નવસારી : આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રિટિશ સમયના સોનાનાં સિક્કાની કિંમત લાખોમાં છે. ત્યારે બીલીમોરાના બજાર સ્ટ્રીટમાં આવેલા NRI ના જર્જરિત મકાનમાંથી મળેલા સો વર્ષ જૂના બહુમૂલ્ય સોનાના સિક્કા કાટમાળ કોન્ટ્રાકટરે મજૂરો સાથે મળી ચોરી લીધા હોવાના પ્રકરણમાં NRI મહિલાએ સોનાના સિક્કા મેળવવા બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ કરી કરતા પોલીસે મધ્યપ્રદેશથી સોનાના સિક્કા ચોરીના ભેદને ઉકેલવા તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

નવસારીના બીલીમોરા શહેરના હવાબીબી ઈમ્તિયાઝ બલીયા અને તેમનો પરિવાર 20 વર્ષોથી UK ના લેસ્ટરમાં સ્થાયી થયો છે. જેમના વડીલોનું બીલીમોરાની બજાર સ્ટ્રીટમાં આવેલા 100 વર્ષોથી જૂના પૈતૃક મકાનને વર્ષ 2009 માં ખરીદ્યું હતુ. જે જર્જર મકાનને ઉતારી પાડવાનું હવાબીબીએ નક્કી કરી ગત જાયુઆરી 2023 માં મકાનનો કાટમાળ કાઢવા વલસાડના સહારા કાટમાળના સરફરાઝ કોરડીયાને 1.15 લાખમાં આપ્યુ હતુ. જેની સાથે જ મકાનના મોભના લાકડા સિવાય બધુ વેચાણ કરવાની છૂટ તેમજ મકાનમાંથી કોઈપણ કિંમતી વસ્તુ કે દસ્તાવેજ નીકળે તો તેમને જાણ કરવાનું જણાવ્યું હતું. 

આ દરમિયાન હવાબીબી UK પરત ફરતા કોન્ટ્રાક્ટર સરફરાઝ દ્વારા મધ્યપ્રદેશના મજૂરો લાવીને મકાનનો કાટમાળ ઉતાર્યો હતો. જેના 5 મહિના બાદ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મજૂર રમકુબાઈના 220 સોનાનાં સિક્કા ખુદ પોલીસ ચોરી ગઈ હોવાની ફરિયાદ ચોરાતા સોંડવા પોલીસ મથકમાં કરી હતી. જેમાં સોનાના સિક્કા નવસારીના બીલીમોરામાં મકાન ઉતરતા મોભનાં લાકડામાંથી મળ્યા હોવાનું સામે આવ્યું હતુ. અને રમકુબાઈ સહિત રાજુ, બજારી અને દિનેશ પણ સિક્કા લાવ્યા હતા. જેથી મધ્યપ્રદેશ પોલીસે SIT ni રચના કરી તપાસ આરંભી હતી. 

આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ પણ થયા હતા. સમગ્ર મુદ્દે હવાબીબી બાલીયા હાલ વતન પરત ફરતા તેમણે કાટમાળ કોન્ટ્રાકટર સરફરાઝ કોરડીયા સાથે મુલાકાત કરી ઘરના કાટમાળમાં લાકડાના મોભમાંથી 1922 ના બ્રિટિશ કાળના જ્યોર્જ 4 ની છાપ વાળા સોનાના બહુમૂલ્ય સિક્કા નીકળ્યા હતા તો જાણ કેમ ન કરી, સાથે જ કેટલા સિક્કા હતા એની પૂછપરછ કરતા સરફરાઝે પહેલા ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમાં સોનાનાં સિક્કાની સંખ્યા મુદ્દે પહેલા 400 પછી 700, 960 અને 1700 થી વધુ સિક્કા હોવાની વાતો કરતા હવાબીબીને સરફરાઝ પર શંકા જતા તેમણે પોલીસના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત લીધા બાદ બીલીમોરા પોલીસ મથકે કાટમાળ કોન્ટ્રાક્ટર સરફરાઝ તેમજ રાજુ, રમકુબાઇ, બજારી અને દિનેશ સામે ફરિયાદ આપતા સમગ્ર પ્રકરણની તપાસ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. જેમાં પોલીસે કાટમાળ કોન્ટ્રાક્ટર સરફરાઝની પૂછપરછ સાથે મધ્યપ્રદેશ જઈ સોનાના સિક્કાના ભેદને ખોલવાની તૈયારી આરંભી છે

જૂના જમાનામાં લોકો બેંકમાં નહીં પણ પોતાના ઘરમાં કિંમતી વસ્તુઓ દાટી અથવા છુપાવી દેતા હતા, જે હાલમાં જૂના મકાનોના ખોદકામ સમયે નીકળતા હોય છે. ત્યારે હવાબીબીને વડીલોએ ઘરમાં કિંમતી વસ્તુઓ હોવાનું કહ્યું ત્યારે તેને તેમણે મજાકમાં લીધું હતુ, પરંતુ જ્યારે જર્જરિત મકાન ઉતાર્યુ અને 100 વર્ષ જૂના સોનાના સિક્કા નીકળ્યા અને ચોરાયા બાદ જાણ થઈ, ત્યારે હવે બહુમૂલ્ય સોનાના સિક્કા મેળવવા માટે પ્રયાસો આરંભ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news