મચ્છરોને ભગાડવા ક્યારે પણ ના કરો આ વસ્તુનો ઉપયોગ, જાણો શું કહે છે મેડિકલ ઓફિસર

ZEE 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતાં કહ્યું કે મચ્છર ભગાવવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓમાં જો જરૂરી પ્રમાણ ના જળવાયું હોય અને તે અનબ્રાન્ડેડ હોય તો આવી વસ્તુઓનો ઉપયોગ કરવો એટલે ઉલમાંથી ચુલમાં પડવા જેવો સોદો છે

મચ્છરોને ભગાડવા ક્યારે પણ ના કરો આ વસ્તુનો ઉપયોગ, જાણો શું કહે છે મેડિકલ ઓફિસર

ઝી બ્યુરો, અમદાવાદ: જો તમે મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે મચ્છર ભગાવવા માટેની દવાઓનો સહારો લઈ રહ્યા છો આ સમાચાર તમારા માટે છે. જીહા... મચ્છર ભગાવવા માટે ઉપયોગમાં લેવાતું મોસ્કીટો લિક્વિડ, મોસ્કિટો કાર્ડ, મચ્છર મારવાનો સ્પ્રે, શરીર પર લગાવવાની ક્રિમ અને મચ્છર ભગાવવાની અગરબત્તીઓ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ZEE 24 કલાકે જ્યારે આ અંગે ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસર સાથે વાત કરી તો અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. તેમણે ZEE 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતાં કહ્યું કે મચ્છર ભગાવવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓમાં જો જરૂરી પ્રમાણ ના જળવાયું હોય અને તે અનબ્રાન્ડેડ હોય તો આવી વસ્તુઓનો ઉપયોગ કરવો એટલે ઉલમાંથી ચુલમાં પડવા જેવો સોદો છે.

મચ્છરથી બચવાનો સૌથી સારો ઉપાય છે મચ્છરદાની અને મચ્છર મારવાનો ઉપાય છે બજારમાં મળતું રેકેટ. તો મચ્છરથી બચવા માટે તમે પણ જો મોસ્કીટો લિક્વિડ, મોસ્કિટો કાર્ડ, મચ્છર મારવાનો સ્પ્રે, શરીર પર લગાવવાની ક્રિમ અને મચ્છર ભગાવવાની અગરબત્તીઓ આ બધું જ વાપરવાથી મચ્છરથી મુક્તિ તો મળતી નથી. એના બદલે માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને આખા ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દર્દીઓથી હૉસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ ઘણી મોટી અને અગત્યની વાત કહી છે કે મચ્છરથી બચવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો આડેધડ ઉપયોગ કરવાથી બચવું જોઈએ. કેમ કે, મચ્છરથી બચવા માટેની દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news