Bihar Government Formation: નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, આટલા ધારાસભ્યોનું છે સમર્થન
Bihar New Government Formation: નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, લલન સિંહ, જીતન રામ માંઝી અને અજીત સિંહે રાજભવન જઈને રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
Trending Photos
પટનાઃ જનતા દળ (યુનાઇટેડ) ના નેતા નીતિશ કુમારે મંગળવારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણ સાથે મુલાકાત કરી અને બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધી. ત્યારબાદ નીતિશ કુમાર સીધા આરજેડી નેતા રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા. અહીં બેઠક બાદ નીતિશ કુમાર અને તેજસ્વી ચાલીને એક અણે માર્ગ પહોંચ્યા. અહીં મહાગઠબંધન (આરજેડી, કોંગ્રેસ અને વામ દળો) માં સામેલ નેતા હાજર હતા. બેઠકમાં નીતિશ કુમારને મહાગઠબંધનના નેતા ચૂંટવામાં આવ્યા હતા.
રાજ્યપાલને મળ્યા નીતિશ કુમાર
ત્યારબાદ નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને લલન સિંહ એક ગાડીમાં સવાર થઈને રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેજસ્વી યાદવ નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હશે. નીતિશ કુમારે 164 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર સોંપ્યો છે. તેમાંથી 45 જેડીયૂના, 79 આરજેડીના, 19 કોંગ્રેસના અને 21 અન્ય ધારાસભ્યોના નામ સામેલ છે.
આરજેડી સૂત્રો પ્રમાણે બેઠકમાં જેડીયૂ નેતા નીતિશ કુમારે તેજસ્વી યાદવને કહ્યુ કે, 2017મા જે થયું તે ભૂલી જાવ અને નવો અધ્યાય શરૂ કરો.
I came here to meet Governor and gave my resignation. There are 7 parties including 164 MLAs along with Independents in Mahagathbandahan: Nitish Kumar at a joint presser with Tejashwi Yadav after meeting Governor pic.twitter.com/yg2Xp5NFmr
— ANI (@ANI) August 9, 2022
ભાજપ સાથે ગઠબંધન કેમ તોડ્યુ?
નીતિશ કુમારે કહ્યુ કે એનડીએ સાથે ગઠબંધન સમાપ્ત કરવાનો નિર્ણય તેમની પાર્ટી (જેડીયૂ) એ લીધો છે. ભાજપની સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું.
તો ભાજપે નીતિશ કુમાર પર હુમલો કર્યો છે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસવાલે કહ્યુ કે, 2020 વિધાનસભા ચૂંટણીમાં મેન્ડેટ બિહારમાં ભાજપ તથા જેડીયૂને મળ્યો હતો. પીએમ મોદીએ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા. તેમણે બિહારની જનતા સાથે દગો કર્યો છે. જનતા તેમને માફ કરશે નહીં. 2005 પહેલા જનતા દળના શાસનમાં બિહારમાં જે સ્થિતિ હતી. નીતિશ ફરી તે બિહાર બનાવવા માટે નિકળી પડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે