ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું નવું માળખું જાહેર, 25 ઉપાધ્યક્ષ, 75 જનરલ સેક્રેટરી અને 19 જિલ્લા પ્રમુખની વરણી
આપને જણાવી દઈએ કે, પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ફેબ્રુઆરી માસમાં જણાવ્યુ હતુ કે, મહિનાના અંત સુધી સંગઠનનુ માળખુ જાહેર થઈ જશે પરંતુ હજુ સુધી સંગઠનને લઈ કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી.
Trending Photos
અતુલ તિવારી/ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસનું નવું માળખું કેટલાક દિવસોથી અટકાયેલું હતું, પરંતુ આજે મોડીસાંજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 25 નેતાઓની કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે 75 નેતાઓની પ્રદેશ જનરલ સેક્રેટરી તરીકે વરણી કરાઈ છે. 19 જિલ્લાના પ્રમુખની પણ પ્રદેશ કોંગ્રેસે વરણી કરી છે. અને નિરવ બક્ષીની અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે વરણી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે જેને લઈ પ્રદેશ કોંગ્રેસ સંગઠનનુ નવુ માળખુ તૈયાર કર્યું છે. અગાઉ ચર્ચા ચાલી હતી કે માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં કોંગ્રેસનુ માળખુ જાહેર કરાઈ શકે છે. જે અલગ અલગ 3 તબક્કામાં જાહેર કરાય તેવી શક્યતા જોવા મળી હતી. કોંગ્રેસ દ્વારા અલગ અલગ તબક્કામાં માળખુ જાહેર કરવા પાછળનુ કારણ, નેતાઓની નારાજગીને ટાળવાનુ જાણવા મળી રહ્યુ છે. આ સાથે પાર્ટીનુ શીર્ષસ્થ નેતૃત્વ એ વાતને લઈ અસમંજસની સ્થિતિમાં છે કે, પાર્ટીના નિષ્ક્રિય નેતાઓને સંગઠનમાં સમાવવા કે નહી.
congratulations to newly appointed all General Secretary of @INCGujarat pic.twitter.com/qUUXBUlT6q
— Jagdish Thakor (@jagdishthakormp) March 24, 2022
congratulations to newly appointed District President and all office bearers of @INCGujarat pic.twitter.com/XoXDqJS8NZ
— Jagdish Thakor (@jagdishthakormp) March 24, 2022
આપને જણાવી દઈએ કે, પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ફેબ્રુઆરી માસમાં જણાવ્યુ હતુ કે, મહિનાના અંત સુધી સંગઠનનુ માળખુ જાહેર થઈ જશે પરંતુ હજુ સુધી સંગઠનને લઈ કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી.
જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ
- નવસારી- શૈલેષકુમાર પટેલ
- તાપી- ભીલાભાઈ ગામીત
- જૂનાગઢ- નટવરલાલ પોકિયા
- જામનગર- જીવનભાઈ કુંભારડિયા
- પંચમહાલ- અજીતસિંહ ભાટી
- બોટાદ- રમેશબાઈ મેર
- અમરેલી- ધીરજલાલ રૈયાણી
- ગીર સોમનાથ- મનસુખ ગોહિલ
- ગાંધીનગર- અરવિંદસિંહ સોલંકી
- મહીસાગર- સુરેશભાઈ પટેલ
- નર્મદા- હરેશ વાળંદ
- રાજકોટ- અરજનભાઈ
- અમદાવાદ જિલ્લા- બળવંત ગઢવી
- અમદાવાદ શહેર- નિરવ બક્ષી
- બનાસકાંઠા- ભરતસિંહ વાઘેલા
- વડોદરા જિલ્લા- સાગર બ્રહ્મભટ્ટ
- વડોદરા શહેર- ઋત્વિક જોશી
- રાજકોટ શહેર- પ્રદીપ ત્રિવેદી
- ભાવનગર જિલ્લા- રાજેન્દ્રસિંહ ગોહલ
સંગઠનના પ્રોટોકોલમંત્રી
- મનોજ પરમાર
- ભાવેર રબારી
- હરેશ માલાણી
- નઝીમ ચૌહાણ
- જગદીશ ચૌહાણ
કોંગ્રેસના નવા ઉપાધ્યક્ષ
- સત્યજીત ગાયકવાડ
- અલ્કાબેન ક્ષત્રિય
- કુલદીપ શર્મા
- ભીખાભાઈ રબારી
- દિનેશ પરમાર
- કિશન પટેલ
- ડૉ. જીતુભાઈ પટેલ
- બિમલ શાહ
- ગેનીબેન ઠાકોર
- ભીખુભાઈ વરોટારિયા
- અશોક પંજાબી
- નિશિથ વ્યાસ
- પંકજ શાહ
- કાશ્મીરાબેન મુંશી
- ગોવિંદભાઈ પટેલ
- યુનુસ અહેમદ પટેલ
- ડૉ. વિજય દવે
- ડૉ. હેમાંગ વસાવડા
- હિરાભાઈ જોટવા
- કરસનભાઈ વેગાડ
- પંકજ પટે
- ઈન્દ્રનિલ રાજ્યગુરુ
- દિનેશ ગઢવી
- શેહનાઝ બાબી
- ગાયત્રીબા વાઘેલા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે