રાજકોટનો આ વિસ્તાર સાબિત થઈ રહ્યો છે જબરદસ્ત ડેન્જરસ, વિગતો જાણવા કરો ક્લિક

કોરોના વાયરસ (corona virus)ને પગલે લોકડાઉન વચ્ચે દવા લેવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવવા રાજકોટ પોલીસ (rajkot police) નો નવતર પ્રયોગ  હાથ ધરાયો છે. 

Updated By: Apr 9, 2020, 05:14 PM IST
રાજકોટનો આ વિસ્તાર સાબિત થઈ રહ્યો છે જબરદસ્ત ડેન્જરસ, વિગતો જાણવા કરો ક્લિક

રક્ષિત પંડ્યા, રાજકોટ : રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજકોટમાં પોઝિટિવ કેસનો આંક 13 સુધી પહોંચ્યો છે. આજે રાજકોટમાં જે બે મહિલાઓના કેસ પોઝિટિવ આવ્યા છે એમાં 65 વર્ષીય વૃધ્ધા અને 35 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આ બંને જંગલેશ્વર વિસ્તારના શેરી નંબર 27ના રહેવાસી છે. મંગળવારના રોજ નોંધાયેલ પોઝિટિવ દર્દી પણ જંગલેશ્વર વિસ્તારના શેરી નંબર 27નો રહેવાસી હતો. આમ, રાજકોટમાં જંગલેશ્વર વિસ્તાર કોરોનાના દર્દીઓનો હોટસ્પોટ સાબિત થયો છે. 

નોંધનીય છે કે કોરોના વાયરસ (corona virus)ને પગલે લોકડાઉન વચ્ચે દવા લેવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવવા રાજકોટ પોલીસ (rajkot police) નો નવતર પ્રયોગ  હાથ ધરાયો છે. દવા લેવા નીકળતા લોકોને અટકાવી પોલીસ દ્વારા પત્રિકા આપવામાં આવી રહી છે. આ પત્રિકામાં 5 જેટલી અલગ અલગ મેડિકલ સ્ટોરના નામ અને નંબર આપવામાં આવ્યા છે. જેથી રાજકોટવાસીઓ આ મેડિકલ સ્ટોરમાં ઓર્ડર કરી ઘર બેઠા દવા મેળવી શકશે. આ નિર્ણયથી દવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવી શકાશે. પોલોસે 5 જેટલી મુખ્ય મેડિકલ સ્ટોર ધારકો સાથે આ મામલે બેઠક કરીને આ નિર્ણય લીધો છે. 

રાજકોટમાં આજે ગુરુવારે 68 શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરના 65 જિલ્લાના 2 અને અન્ય જિલ્લાના 1 વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ 37 પુરુષ અને 31 મહિલાના સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ રાજકોટમાં કોરોનાના કુલ 13 પોઝિટિવ દર્દીઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube