વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલના મૃત્યું કેસમાં સર્જાયો વિવાદ

વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલનું મૃત્યુ બાદ હવે નવા નવા વળાંક આવી રહ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે મિહિર પંચાલ મૃત્યુ બાદ તેમની પોસ્ટમાર્ટમ પ્રક્રીયા દરમિયાન રજીસ્ટરમાં તેમના નામની નોંધણી કરવામાં આવી નહોતી. જો કે પોસ્ટમોર્ટમ પત્યા બાદ પેનલ પી.એમ માં જોડાયેલા અન્ય તબીબે રજીસ્ટરમાં મૃતક મિહિર પંચાલના નામની નોંધણી કરી હતી.
વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલના મૃત્યું કેસમાં સર્જાયો વિવાદ

વડોદરા: વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલનું મૃત્યુ બાદ હવે નવા નવા વળાંક આવી રહ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે મિહિર પંચાલ મૃત્યુ બાદ તેમની પોસ્ટમાર્ટમ પ્રક્રીયા દરમિયાન રજીસ્ટરમાં તેમના નામની નોંધણી કરવામાં આવી નહોતી. જો કે પોસ્ટમોર્ટમ પત્યા બાદ પેનલ પી.એમ માં જોડાયેલા અન્ય તબીબે રજીસ્ટરમાં મૃતક મિહિર પંચાલના નામની નોંધણી કરી હતી.

કોઈપણ વ્યક્તિના આકસ્મિક મૃત્યુ બાદ સરકારી દવાખાના માં તેનું પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. ત્યારે વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલ ના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ માટે બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તારીખ 20 ના રોજ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ હવે પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં વિશેરા રિપોર્ટ કરવાની વાત સામે આવતા ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા નથી. ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને લઇને નવા સવાલો ઉભા થયા છે કારણ કે પહેલા ડોક્ટરે ના ચોપડે એટલે કે આરોગ્ય કેન્દ્રના પોસ્ટમોર્ટમ રજીસ્ટરમાં વ્યક્તિના નામની નોંધણી કરવાની હોય છે. જે કરી નહોતી જેથી હવે આ પ્રકરણમાં નવો વિવાદ સર્જાયો છે કે શા માટે ડોક્ટર ખાન દ્વારા મૃતક વ્યક્તિના નામની નોંધણી કરવામાં આવી નહોતી? 

સવાલ એ પણ છે કે શું ડોક્ટર ખાનને આ નામ નોધવા માટે કોઈએ ના કહ્યું હતું? શું તેમની પાસે મિહિર પંચાલ ના નામ વિશેની પુરતી માહિતી નહોતી કે ખરેખર તેઓ નામ નોંધવાનું ભૂલી ગયા હતા? આટલા મોટા હાઈપ્રોફાઈલ કહી શકાય તેવા બિલ્ડરના મૃત્યુ બાદ હજી પણ સાચું કારણ બહાર આવ્યું નથી. ત્યારે પહેલા રજીસ્ટરમાં નામ નહિ નોંધવાની આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ એ જાણવું જરૂરી છે. 

જો કે સમગ્ર મામલે જ્યારે અમે બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે ડોક્ટર ખાન પોતે હવે રજા પર ઉતરી ગયા છે અને તેમની પેનલના બીજા ડો અલ્પા શાહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર હાજર હતા ત્યારે આ સમગ્ર મામલે સાચી વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ડોક્ટર અલ્પા શાહના કહેવા પ્રમાણે તેમણે બે દિવસ બાદ મિહિર પંચાલના નામની નોંધણી તો કરી દીધી છે. પણ જે તે સમયે નામ નોંધાવવું જોઈતું હતું કે નહીં નોંધાયા પાછળનું મુખ્ય કારણ શું છે તે હજી પણ બહાર નથી આવ્યું જે ડોક્ટર ખાનના સામે આવ્યા બાદ જ બહાર આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news