ભગવાનને પ્રાર્થના કરો કે આવી હાલત ન થાય, સ્ટ્રેચર-ખુરશીઓ પર થઈ રહી છે કોરોના દર્દીઓની સારવાર

ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિવ કરી રહી છે. એક તરફ સ્મશાનોમાં કોવિડ દર્દીઓના મૃતદેહો માટે લાઈનો પડી છે. તો બીજી તરફ, દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ લાંબુલચક બની રહ્યું છે. આવામાં ભરૂચમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ બની રહી છે. આવામાં દર્દીઓની દાખલ થવા માટે જગ્યા નથી મળી રહી. હોસ્પિટલમાં જ્યાં મળે ત્યાં દર્દીઓને બેસાડીને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ત્યારે જંબુસરની હોસ્પિટલનો આ વીડિયો તમને શોકિંગ લાગશે.
ભગવાનને પ્રાર્થના કરો કે આવી હાલત ન થાય, સ્ટ્રેચર-ખુરશીઓ પર થઈ રહી છે કોરોના દર્દીઓની સારવાર

ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિવ કરી રહી છે. એક તરફ સ્મશાનોમાં કોવિડ દર્દીઓના મૃતદેહો માટે લાઈનો પડી છે. તો બીજી તરફ, દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ લાંબુલચક બની રહ્યું છે. આવામાં ભરૂચમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ બની રહી છે. આવામાં દર્દીઓની દાખલ થવા માટે જગ્યા નથી મળી રહી. હોસ્પિટલમાં જ્યાં મળે ત્યાં દર્દીઓને બેસાડીને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ત્યારે જંબુસરની હોસ્પિટલનો આ વીડિયો તમને શોકિંગ લાગશે.

જંબુસરની અલ મહેમૂદ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હોસ્પિટલમાં બેડની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. સ્ટ્રેચર, ખુરશીઓ પર સૂઈ લોકો સારવાર લેતા હોવાનો વાયરલ વીડિયોમાં દાવો છે. આવી પરિસ્થિતિ લગભગ ગુજરાતના મોટાભાગના હોસ્પિટલની છે. બેડની સુવિધાના અભાવે દર્દીઓની હાલત કફોડી બની છે. 

ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ગત મધ્ય રાત્રીના 3 કલાકથી આજે બપોરે 3 કલાક સુધીમાં 11 વ્યક્તિઓના મૃતદેહને અંતીમ સંસ્કાર આપવામાં આવ્યા. એટલે કે દર 1 કલાકે 1 વ્યક્તિનો અગ્નિ દાહ કરવામાં આવી રહ્યો છે. જેથી ભરૂચની પરિસ્થિતિ પણ વિકટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news