World War: કોરોનાકાળમાં આ બે દેશ વચ્ચે યુદ્ધના ભણકારા, એક મહિનામાં છેડાઈ શકે છે વિશ્વ યુદ્ધ!
રશિયા-યુક્રેન સરહદે વધતા તણાવથી વિશ્વ યુદ્ધની આશંકા પ્રબળ બની છે. જાણકારોએ ચેતવણી આપી છે કે જો હાલાત ન સુધર્યા તો એક મહિનાની અંદર દુનિયાએ કોરોના સંક્ટ વચ્ચે ભીષણ યુદ્ધનો સામનો કરવો પડી શકે છે.
Trending Photos
મોસ્કો: રશિયા-યુક્રેન સરહદે વધતા તણાવથી વિશ્વ યુદ્ધની આશંકા પ્રબળ બની છે. જાણકારોએ ચેતવણી આપી છે કે જો હાલાત ન સુધર્યા તો એક મહિનાની અંદર દુનિયાએ કોરોના સંક્ટ વચ્ચે ભીષણ યુદ્ધનો સામનો કરવો પડી શકે છે. રશિયાએ હાલમાં જ વિવાદિત સરહદે પોતાના 4000 સૈનિકો મોકલ્યા છે. રશિયાની સેનાની આ મોટી મૂવમેન્ટથી જ્યાં યુરોપ હાઈ અલર્ટ પર છે ત્યાં વિશ્વ યુદ્ધનું જોખમ પણ તોળાઈ રહ્યું છે.
સતત વધી રહ્યું છે જોખમ
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા અહેવાલ મુજબ સ્વતંત્ર રશિયા સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલગેનહર (Pavel Felgenhauer)નું કહેવું છ ેકે જે પ્રકારના હાલત છે તે જોતા એ કહેવું ખોટું નહીં હોય કે આગામી કેટલાક અઠવાડિયામાં યુરોપીયન કે વિશ્વ યુદ્ધ જેવું મોટું જોખમ સામે આવવાનું છે. તેમણે વધુમાં કહ્યું કે જોખમ વધી રહ્યું છે અને ઝડપથી વધી રહ્યું છે. મીડિયામાં ભલે આ અંગે વધુ વાત ન થાય પરંતુ અમને ખુબ જ ખરાબ સંકેત જોવા મળી રહ્યા છે.
Day 3: #Russia Military build up continues near Ukraine border.
Video of military vehicles, tanks today reportedly from city of Karsnodar: pic.twitter.com/ItgkKyI1jo
— Joyce Karam (@Joyce_Karam) April 2, 2021
બોર્ડર પર પહોંચી રશિયન ટેન્ક
પાવેલ ફેલગેનહરે કહ્યું કે આ વિવાદ ફક્ત બે દેશો સુધી જ સિમિત નહીં રહે. તેમાં યુરોપીયન કે વિશ્વ સ્તરે યુદ્ધનું સ્વરૂપ લેવાની પણ ક્ષમતા છે. ફેલગેનહરનું આ નિવેદન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના એ આદેશ બાદ આવ્યું છે જે હેઠળ તેમણે ટેન્ક અને અન્ય બખ્તરબંધ વાહનોની સાથે 4000 રશિયન સૈનિકોને વિવાદિત સરહદે મોકલ્યા છે.
રશિયાએ કર્યો યુદ્ધનો ઈન્કાર
ગત અઠવાડિયે યુક્રેનના કમાન્ડર ઈન ચીફ રુસલાન ખોમચે સંસદમાં કહ્યું હતું કે સોવિયેત સંઘ અમારા દેશ પ્રત્યે આક્રમક નીતિ ચાલુ રાખે છે. રશિયાએ ઓછામાં ઓછા લગભગ 25 ટેક્ટિક ગ્રુપને બોર્ડર વિસ્તારમાં તૈનાત કર્યા છે. આ તમામ યુક્રેનની સરહદ પર પહેલેથી તૈનાત રશિયન સૈનિકો ઉપરાંત છે. જ્યારે રશિયાનું કહેવું છે કે તેમની સેનાની મૂવમેન્ટથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. તેઓ કોઈ યુદ્ધની તૈયારી કરતા નથી.
વિશ્વ યુદ્ધની આશંકા કેમ?
રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થાય તો તેના વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાના અનેક કારણ છે. સૌથી પહેલું તો એ કે રશિયા અને અમેરિકા કટ્ટર વિરોધી છે અને યુક્રેન અમેરિકાનું નીકટનું છે. જો રશિયા યુક્રેનને કોઈ નુકસાન પહોંચાડે તો અમેરિકા તેને સાથ આપશે અને એ જ રીતે અન્ય દેશ પણ જોડાતા જશે. હાલમાં જ અમેરિકાથી સૈન્ય હથિયારોથી લદાયેલું એક કાર્ગો શિપ યુક્રેન પહોંચ્યું હતું. જેના પર રશિયાએ આકરી આપત્તિ જતાવી હતી. અત્રે જણાવવાનું કે રશિયા પહેલેથી જ યુક્રેન અને અમેરિકામાં વધતી નીકટતાથી ચિડાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે