અમદાવાદ: ગુજરાત યુનીવર્સીટીમાં થયેલી મારામારી અંગે નોધાઇ પોલીસ ફરિયાદ

ગુજરાત યુનીવર્સીટી દ્વારા ચાલી રહેલી ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં EWS ક્વોટાની 960 જેટલી બેઠકો રદ્દ કરવા મામલે ગેરરીતી થયાના ABVPના આક્ષેપો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ મામલે જ વિદ્યાના ધામમાં મંગળવારે છુટાહાથની મારામારી પણ થઈ હતી. EWS ક્વોટાની રદ્દ કરાયેલી 960 બેઠકો નિયમ મુજબ જ ભરવામાં આવે તેવી માગ ABVP કરી રહ્યું છે. તો બીજી તરફ અધ્યાપક મંડળ કોલેજે પાસે એક વર્ગમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો અભ્યાસ માટેની યોગ્ય સવલતો ન હોવાથી સમયની માંગ કરી રહ્યું છે.

અમદાવાદ: ગુજરાત યુનીવર્સીટીમાં થયેલી મારામારી અંગે નોધાઇ પોલીસ ફરિયાદ

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનીવર્સીટી દ્વારા ચાલી રહેલી ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં EWS ક્વોટાની 960 જેટલી બેઠકો રદ્દ કરવા મામલે ગેરરીતી થયાના ABVPના આક્ષેપો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ મામલે જ વિદ્યાના ધામમાં મંગળવારે છુટાહાથની મારામારી પણ થઈ હતી. EWS ક્વોટાની રદ્દ કરાયેલી 960 બેઠકો નિયમ મુજબ જ ભરવામાં આવે તેવી માગ ABVP કરી રહ્યું છે. તો બીજી તરફ અધ્યાપક મંડળ કોલેજે પાસે એક વર્ગમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો અભ્યાસ માટેની યોગ્ય સવલતો ન હોવાથી સમયની માંગ કરી રહ્યું છે.

ગુજરાત યુનીવર્સીટી ફરી એક વખત યુદ્ધનુ મેદાન બન્યું છે. જ્યાં ABVP અને NSUI આંતરીક લડાઈને લઈને આમને સામને આવી ગયા છે. એબીવીપી દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે કે, કોંગ્રેસી નેતાઓની સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ભરવા માટે ગ્રાન્ટેન્ડ કોલેજમાં ફાળવવામાં આવેલી EWS ક્વોટાની બેઠકો રદ્દ કરવામાં આવી છે. જે મામલે ABVP દ્વારા યુનિવર્સીટીના કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું. ABVPના પ્રદેશ મંત્રી નિખિલ મેઠિયાએ જણાવ્યું કે તેમના કાર્યકરો છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થી માટે લડત આપી રહ્યા છે.

કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ અલ્પેશ ઠાકોરની ‘નવી રાજકીય ઇનિંગ’, કરશે ભાજપમાં જોડાણ

બેઠકો રદ્દ કરાઈ તે કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓ સામેલ છે. આ મામલે રજૂઆત કરાઈ છે ત્યારે કાલે કાર્યકરોને માર મારવામાં આવ્યા હતા. આ કૌભાંડ રૂપિયા 5 કરોડ 76 લાખનું છે, જે અમે ખુલ્લું પાડ્યું છે. સાથે જ માગ કરી કે કૌભાંડ માટે જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. રદ્દ કરાયેલી 960 બેઠકો ફરી પ્રવેશ પ્રક્રિયા માટે સામેલ કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે.

જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ભાવનગરનો જવાન શહિદ, આવતીકાલે થશે અંતિમવિધિ

જો કે આ સમગ્ર મામલે ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ દુધ અને દહીની સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. તેઓ અધ્યાપકો અને વિદ્યાર્થી સંગઠન એમ બંને પક્ષે ન્યાયની વાત કરી રહ્યાં છે. જો કે સમગ્ર મામલે ABVPની માગ યોગ્ય છે કે, નહીં તે મામલે કાઈ કહેવાથી બચી રહ્યા છે. કુલપતિનું કહેવુ છે કોઈ પણ વિદ્યાર્થીએ પોતે પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ મામલે કોઈ જ લેખીત ફરીયાદ યુનીવર્સીટીને નથી કરી. છતાં પણ ઉપકુલપતિ અને અધ્યાપકોની નીગરાનીમાં પ્રવેશ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવામાં આવશે.

સૌથી મોટો સવાલ અહીં એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે EWS હેઠળની 960 જેટલી ગરીબ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવનાર સીટ ત્રીજા તબક્કામાં કોના ઈશારે રદ્દ કરીને પ્રાઇવેટ કોલેજોને પ્રવેશ માટે ફાળવી દેવાઈ છે. આજ વાતનો જવાબ ABVP છેલ્લા કેટલાક દિવસથી કુલપતિ અને પ્રવેશ સમિતિ પાસે માગી રહ્યું છે જેનો હજુ સુધી કોઈ જવાબ ગુજરાત યુનિવર્સીટી તરફથી મળી નથી રહ્યો અને આખરે વિરોધ એટલો વણસયો છે કે, વિદ્યાર્થી પરિષદો મારામારી પર ઉતર્યા છે અને સાથે જ સામ સામે ફરિયાદ નોંધાવી છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news