હવે અહીં ફરવા નહીં જઈ શકો, નદીના પૂરમાં રજવાડાની ધરોહરની થઈ ધૂળધાણી

રાજપીપળામાં રજવાડા સમયે કરજણ નદીના કાંઠે બનાવવામાં આવેલો ઓવારો કરજણ નદીમાં આવેલા પૂરના કારણે ધોવાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરજણ નદીમાં અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું

હવે અહીં ફરવા નહીં જઈ શકો, નદીના પૂરમાં રજવાડાની ધરોહરની થઈ ધૂળધાણી

ઝી બ્યુરો, રાજપીપળા: રાજપીપળામાં રજવાડા સમયે કરજણ નદી કાંઠે બનાવેલા ઓવારો કરજણ નદીના પૂરમાં ધોવાઈ ગયો છે. બે વર્ષ પહેલા પણ ઓવરનો 10 ટકા ભાગ તંત્રની બેદરકારીને લીધે ધોવાયો હતો. ત્યારે આ વર્ષે નદીમાં પૂરની સ્થિતિને કારણે ઓવારોનું 80 ટકા ધોવાણ થઇ ગયું છે.

રાજપીપળામાં રજવાડા સમયે કરજણ નદીના કાંઠે બનાવવામાં આવેલો ઓવારો કરજણ નદીમાં આવેલા પૂરના કારણે ધોવાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરજણ નદીમાં અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ કરજણ નદી બે કાંઠ વહેવા લાગી હતી. કરજણ નદીના કિનારે બનાવવામાં આવેલો ઐતિહાસિક ઓવારો ધોવાઈ ગયો છે.

બે વર્ષ પહેલા ઓવારાનો કેટલોક ભાગ ધોવાયો ત્યારે રાજવી પરિવારે તંત્રને જાણ કરી હતી. પરંતુ તંત્રએ ઓવારાનું સમારકામ ન કરતા આ વર્ષે ઓવારાનો 80 ટકા ભાગ તૂટી ગયો છે. રાજપીપળા શહેરના રહીશોને હવા ખાવાના સ્થળ તરીકે ઓવારો બનાવવામાં આવ્યો હતો. હાલ પણ સિનિયર સિટીઝન અને ગ્રામજનો આ ઓવારો પાસે સાંજે બેસવા આવતા હોય છે.

પરંતુ હવે ઐતિહાસિક ઓવારો નષ્ટ થવાને આરે છે. જો હજુ પણ તંત્ર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં ઐતિહાસિક ધરોહર સમાન ઓવારોનું નામો નિશાન મટી શકે છે અને કરજણ નદીનો પટ પણ પહોળો થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news