ઓ ના હોય! લીલાતોરણે જાનમાં જવા નીકળ્યા હતા અને પહોંચી ગયા હોસ્પિટલ
અમરેલી જિલ્લાના ધારીના આંબરડી ગામ નજીક જાન લઇને જતી એક ખાનગી બસ જઈ રહી હતી પરંતુ અચાનક બસ પલટી મારતા પુલ પરથી નીચે ખાબકી હતી. આ બસમાં સવાર 25 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના કારણે હાઈ-વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Trending Photos
રાજકોટ: ગુજરાતભરમાં દરરોજ અનેક અકસ્માતો બને છે. ત્યારે રાજકોટમાં જાન લઈ જતા એક પરિવારને અકસ્માત નડ્યો છે. ધારીના આંબરડી ગામે જતી જાનની પ્રાઇવેટ લકઝરી બસ પુલ પરથી પલટી મારીને નીચે પડી હતી. આ દુર્ઘટનામાં 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ દ્વારા ધારી સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલોને અમરેલી રીફર કરાયા હતા.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ રીફર કરાયા
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના ધારીના આંબરડી ગામ નજીક જાન લઇને જતી એક ખાનગી બસ જઈ રહી હતી પરંતુ અચાનક બસ પલટી મારતા પુલ પરથી નીચે ખાબકી હતી. આ બસમાં સવાર 25 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના કારણે હાઈ-વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસને માહિતી મળતા તેઓ પણ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચ્યા હતા.
આ ઘટનામાં જાનૈયાઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવા માટે 108ને જાણ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને એમ્બુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઈજાગ્રસ્તોને ધારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલોને અમરેલી રીફર કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે