કેજરીવાલના દાવાને સીઆર પાટીલનો પડકાર, કહ્યું- સુરતમાં ખાતું તો ખોલી બતાવો...પછી વાત કરીશું...
પાટીલ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આપ પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.
Trending Photos
Gujarat Election 2022: આજ રોજ ભાવનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત પેજ સમિતિ સમેંલન યોજાયો હતો. આ કાર્યક્રમ પુર્વે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબેની રેલી યોજાઇ હતી. ત્યારપછી જવાહર મેદાન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, ભાજપ જિલ્લા અધ્યક્ષ મુકેશ લંગાણીયા અને રાજયના મંત્રી આર.સી.મકવાણાએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે પાંચ પેજ સમિતિના પ્રમુખને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભાવનગરમાં ખૂબ વિશાળ રેલી આયોજીત કરી તે બદલ દરેક કાર્યકરને અભિનંદન. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર કામ માંગવા આવે છે તો અન્ય રાજકીય પાર્ટીમાં કાર્યકર પદ માંગવા આવે છે અને પદ ન મળે તો મારામારી પણ કરે છે, પરંતુ ભાજપ શિસ્તબંઘ કાર્યકરોની પાર્ટી છે. આપણા કાર્યકરોનું ધ્યેય દેશને રાજયને અને જિલ્લાને આગળ લઇ જવાનું હોય છે. આપણા કાર્યકરોને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપર વિશ્વાસ છે કે યોજનાઓ જાહેરાત કરી જનતાની સમસ્યા દુર કરશે.
પાટીલ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આપ પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયાના હાલના નિવદેન આપતા જણાવ્યું હતું કે, ભગવાન કુષ્ણ અને ભાજપના રાક્ષસો કહી ભગવાન કષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા. આ વખતની વિઘાનસભાની ચૂંટણીમાં અન્ય રાજકીય પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ બચે નહી તેની ચિંતા કાર્યકરોએ કરવાની છે. વિધાનસભાની ચૂંટણી કયા ઉમેદવારને ટીકિટ આપવી કે નહી તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરશે તેઓ બધા ઉમેદવારોને સારી રીતે ઓળખે છે.
કેજરીવાલને સીઆર પાટીલનો સણસણતો જવાબ
વિધાનસભા ચૂંટણીમાં સુરતની 12માંથી 7 બેઠકો જીતવાના કેજરીવાલના દાવાને સીઆર પાટીલે પડકાર ફેંક્યો છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સુરતમાં ખાતું તો ખોલી બતાવો. પછી વાત કરીશું. આ સાથે જ અરવિંદ કેજરીવાલને સીઆર પાટીલે સણસણતો જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે કેજરીવાલે સુરતની 12માંથી 7 બેઠક જીતવાનો દાવો કર્યો હતો.
ગઇ કાલે રબારી સમાજનો પ્રશ્ન હતો સમાજના આગેવાનો મળ્યા અને રજૂઆત કરી ત્યારે રાજયના મુખ્યમંત્રીને તેમની સમસ્યા જણાવી ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાત્કાલિક મુદત વધારી દીધી અને તેમની સમસ્યા દુર કરી. અલગ અલગ સમાજની સમસ્યાની માંગ પુરી કરવા ગુજરાત સરકાર હમેંશા કટીબદ્ધ હોય છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, ભાજપ એ કાર્યકર્તાઓથી ચાલતી પાર્ટી છે. કાર્યકર કોઇ પણ આગેવાનને મળી સમસ્યા કે મંતવ્ય જણાવી શકે છે. ભાજપની સરકાર ગુજરાતમાં હમેંશા જનતાની સેવામાં આગળ હોય છે. કુદરતી આફત આવી હોય ત્યારે ખેડૂતોને મદદ કરવાની હોય, કોરોનામાં જનતાની સેવા હોય દરેક વિસંગત સમયમાં જનતાની મદદે આવે છે. વડાપ્રધાનએ ગુજરાતનું મોડલ સમગ્ર દેશમાં પ્રસ્થાપીત કર્યુ. ગુજરાતના વિકાસના મોડલથી આખા દેશના લોકો અંજાઇ ગયા.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે વર્ષો સુધી નહી કરેલા કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે વડાપ્રઘાન બન્યા પછી પણ કરી રહ્યા છે. ગુજરાતને પ્રવાસમાં આગળ લાવવાની જરૂર છે તેની સમજ સાથે સૌથી પહેલા કામની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કર્યુ હતું. આજે ગુજરાતમાં કોઇ પર્યટક ગુજરાતની મુલાકાતે આવે તો ઓછામાં ઓછા 15 દિવસ જોઇએ. ગુજરાતમાં કેવડિયા કોલોની, પોરબંદર, કચ્છમાં સ્મૃતિ વન સહિતના સ્થળોની મુલાકાત લઇ શકે છે. આખા દેશમાં સ્મૃતિવન જેવું સ્મારક ન હતું આજે દુનિયાના ત્રીજા નંબરનું સ્મારક વડાપ્રધાન નરેન્દ્રમોદીએ બનાવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, નર્મદાના પાણીનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છને ન મળે તે માટે મેઘા પાટકર સહિતના કેટલાક લોકોએ ઘણા આંદોલન કર્યા. પરંતુ પીએમ મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે 17મા દિવસે નર્મદા ડેમમાં દરવાજા મુકવાની મંજૂરી આપી અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડ્યુ. ગુજરાતમાં આવનાર દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ઘણી રાજકીય પાર્ટીઓ પ્રચાર કરે છે. તેમાં કોંગ્રેસના પ્રમુખે કહ્યુ કે આ દેશની સંપતીમાં લઘુમતીનો પહેલો અધિકાર છે પરંતુ હુ કહું છુ કે આ દેશની સંપત્તિમાં દરેક અધિકાર છે. કોંગ્રેસના પ્રમુખના આ નિવેદનને હું વખોડું છું. કોંગ્રેસ ફકત મતો મેળવવા આવા નિવેદન કરી ભાગલા પાડવા માંગે છે. કોંગ્રેસે કયારેય દેશ અને રાજયમાં વિકાસના કામો કર્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે