Gold Rate Today: સોના-ચાંદીમાં ઉથલપાથલ, જાણો કોના ભાવમાં કડાકો અને કોના ભાવ વધ્યા? ફટાફટ લેટેસ્ટ રેટ જાણો

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ભારે એક્શન જોવા મળી રહી છે. જાણો કઈ ધાતુના ભાવમાં વધારો થયો છે અને કોના ભાવ ઘટ્યા છે....

Gold Rate Today: સોના-ચાંદીમાં ઉથલપાથલ, જાણો કોના ભાવમાં કડાકો અને કોના ભાવ વધ્યા? ફટાફટ લેટેસ્ટ રેટ જાણો

સોના અને ચાંદીના ભાવમાં આજે ભારે એક્શન જોવા મળી રહી છે. MCX પર બંને ધાતુ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી છે. વિદેશી બજારો, બુલિયનમાં પણ તેજી જોવા મળી રહી છે. આ અગાઉ બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. તેના પર ઈક્વિટી માર્કેટમાં તેજી અને અમેરિકામાં વ્યાજ દરો પર ફેડના સંભવિત નિર્ણયની અસર જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. 

ઘરેલુ બજારમાં મોંઘુ થયું સોનું
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. MCX પર સોનાનો ભાવ લગભગ 113 રૂપિયાના ઉછાળા સાથે 61981 રૂપિયા પ્રતિ 10 ગ્રામના  ભાવ પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 26 રૂપિયાની મામૂલી તેજી સાથે 70842 રૂપિયા કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. 

ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ
ફેડથી રેટ કટની આશા અને ઈક્વિટી માર્કેટમાં જબરદસ્ત તેજીના પગલે ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં એક્શન છે. સોના અને ચાંદીમાં મામૂલી મજબૂતી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાના  ભાવ 2030 ડોલર પાર પહોંચી ગયા છે. ચાંદીનો ભાવ પણ હળવી મજબૂતી સાથે 22.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 86 રૂપિયા ઉછળીને 62476 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 79 રૂપિયા ઉછળીને 57228 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. ચાંદીમાં જોકે પ્રતિ કિલો 728 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને હાલ ભાવ 80500 રૂપિયે પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news