સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોટલનાં રિનોવેશન દરમિયાન દિવાલ પડતા એકનું મોત

સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શન નામની હોટલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. જો કે આજે રિનોવેશન દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતા નરેન્દ્ર જાદવ નામનાં શ્રમીકનુ દટાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ટ્રસ્ટનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોટલનાં રિનોવેશન દરમિયાન દિવાલ પડતા એકનું મોત

વેરાવળ : સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શન નામની હોટલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. જો કે આજે રિનોવેશન દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતા નરેન્દ્ર જાદવ નામનાં શ્રમીકનુ દટાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ટ્રસ્ટનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સાગર દર્શનની જુની દીવાલ અચાનક ધરાશાયી થતા નરેન્દ્ર બાબુભાઇ જાધવ (ઉ.વ 26) દટાઇ ગયા હતા. જ્યારે કાટમાળ હટાવીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. નરેન્દ્રને 108ની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. જો કે જવાન પુત્રનું મોત થતા પરિવાર માટે જાણે આભ ફાટી પડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news