યુવતીએ ફેસબુક ફ્રેન્ડ યુવકને વીડિયો કોલ કરીને કહ્યું નગ્ન થઇ જા અને...

સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો, અને થયું આવું, વિડીયો કોલ જ રેકોર્ડ કરી યુવકને મોકલી પાંચ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ થઇ જરૂરિયાતમંદ સારા ઘરની સ્ત્રીઓ શરીર સબંધ બાંધશે તેમ કહી એનજીઓ ના નામથી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતા લોકોને ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. જે કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Updated By: Jan 21, 2020, 12:17 AM IST
યુવતીએ ફેસબુક ફ્રેન્ડ યુવકને વીડિયો કોલ કરીને કહ્યું નગ્ન થઇ જા અને...
પ્રતિકાત્મક તસ્વીર

ઉદય રંજન/અમદાવાદ : સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો, અને થયું આવું, વિડીયો કોલ જ રેકોર્ડ કરી યુવકને મોકલી પાંચ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ થઇ જરૂરિયાતમંદ સારા ઘરની સ્ત્રીઓ શરીર સબંધ બાંધશે તેમ કહી એનજીઓ ના નામથી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતા લોકોને ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. જે કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટ: સુખી સંપન્ને પરિવારનાં યુવાનની આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસ પણ ગુંચમા

શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવક પરિવાર સાથે રહે છે અને ન્યુટ્રીશીયનને લગતી દવાઓના વેચાણનો ધંધો કરે છે. દોઢેક મહિના અગાઉ ફેસબુક આઇડી પર ફિરોઝા ઓલ ગુજરાત નામથી એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ જોતા એક યુવતીનો ફોટો હતો જેથી યુવકે તે રિકવેસ્ટ સ્વીકારી હતી  અને તેની સાથે ચેટીંગ ચાલુ કર્યું હતું. ત્યારબાદ ફિરોઝાએ એક દેખાવડી યુવતીનો ફોટો મોકલાવી આપ્યો હતો અને જણાવ્યું હતું કે, અમે એક સંસ્થા ચલાવીએ છીએ જેમાં જરૂરીયાતમંદ સારા ઘરની સ્ત્રીઓને સારા પુરુષોને શારિરીક સબંધ બાંધવા માટે સંપર્ક કરી આપીએ છીએ અને જરૂરીયાતમંદ સ્ત્રીઓ પુરૂષોને સારુ વળતર પણ આપે છે. તમારે અમારી સંસ્થામાં જોડાવું હોય તો પહેલા આઇડી ખોલાવવા 6500 સભ્ય ફી પેટે ભરવા પડશે. ત્યારબાદ અમારી સંસ્થા તમારું શારિરીક પરીક્ષણ કરશે જેમાં તમે ફીટ થશો તો સ્ત્રીઓને આઇડી મોકલી આપવામાં આવશે. તેમાંથી જે સ્ત્રી પસંદ હોય તેનો સંપર્ક કરી તે જે જગ્યાએ બોલાવે ત્યાં જવાનું રહેશે.'' ત્યારબાદ ફિરોઝાએ વીડિયો કોલ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ગુપ્ત ભાગ અને શરિર બતાવો. જેથી યુવકે નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. પરંતુ સામેવાળી વ્યક્તિએ કેમેરા પર હાથ રાખ્યો હતો. થોડીવાર પછી ફોન કાપી નાંખ્યો હતો. પછી 6500 રૂપિયા સભ્ય ફી પેટે ભરવાનું કહેતા 6 ડિસે.ના રોજ ઋષી હર્ષદ પ્રજાપતિના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેનો સ્ક્રીન શોટ ફિરોઝાને મોકલી આપ્યો હતો.

સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોટલનાં રિનોવેશન દરમિયાન દિવાલ પડતા એકનું મોત

પછી ફિરોઝાએ યુવકને મેસેજ કરી પુછ્યું હતું કે, તમે અમોલ દેસાઇના ગ્રૃપમાં છો જેથી યુવકે હા પાડી હતી અને ફિરોઝાને પુછ્યું હતું કે, તમે પણ આ ફિલ્ડમાં છો. જો કે, ફિરોઝાએ ઇનકાર કરી જણાવ્યું હતું કે, મને તમારી બધી માહિતી છે. પછી યુવકે આઇડી ક્યારે આવશે તે અંગે પુછતા ફરિઝાએ સાંજે આઇડી આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ આઇડી ન આવતા યુવકને ફરી ફોન કર્યો હતો. આ દરમિયાન ફિરોઝાએ યુવકનો રેકોર્ડ કરેલો 1 મિનિટનો વીડિયો તેને મોકલી આપી જણાવ્યું હતું કે, હર્બલ લાઇફના ગ્રૃપમાં આ વીડિયો વાઇરલ કરી દઉં. જેથી ડરતા ડરતા યુવકે જણાવ્યું હતું કે, મેડમ આવું કેમ કરો છો ત્યારે  ફિરોઝાએ જણાવ્યું હતું કે, હું તકલીફમાં છું અને 20 લાખનું દેવું છે તે પુરું કરવાનું છે. 

માતા પોતાની પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ તો પાડોશી અર્ધનગ્ન હાલતમાં હતો અને

પછી ફિરોઝાએ 30 હજાર રૂપિયા માગ્યા હતા અને પૈસા નહીં આપે તો વીડિયો પત્ની- સગામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. જો કે, યુવકે પૈસા આપ્યા ન હતા. જેથી ફિરોઝાએ 5 લાખ માગતા યુવકે મરી જવાની ધમકી આપી હતી. જો કે, ફિરોઝાએ જે કરવું હોય તે કર પૈસા આપ નહીં તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જેથી કંટાળી યુવકે આ મામલે ફિરોઝા સામે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube