રાજકોટ: સુખી સંપન્ને પરિવારનાં યુવાનની આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસ પણ ગુંચમા

રાજકોટ યુનિવર્સિટી રોડ પર નંદવીલેજ સોસાયટીમાં રહેતા દર્શન ચમનભાઇ રાણીપા નામનાં યુવાને પોતાના કારખાનામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. રાધે નમકીન નામની ભાગીદારી પેઢી ચલાવતા હતા. ખેઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચ નિહાળ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે પગલું ભર્યું હતું. સુખી સંપન્ન પરિવારનાં પુત્રએ શા કારણથી જીવન ટુંકાવ્યું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે કારખાનાનાં સીસીટીવી જોતા તેઓ રડી રહ્યા હોવાનું અને ત્યાર બાદ આંસુ લુંછતા જોવા મળ્યા હતા.

Updated By: Jan 20, 2020, 11:14 PM IST
રાજકોટ: સુખી સંપન્ને પરિવારનાં યુવાનની આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસ પણ ગુંચમા

રાજકોટ : રાજકોટ યુનિવર્સિટી રોડ પર નંદવીલેજ સોસાયટીમાં રહેતા દર્શન ચમનભાઇ રાણીપા નામનાં યુવાને પોતાના કારખાનામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. રાધે નમકીન નામની ભાગીદારી પેઢી ચલાવતા હતા. ખેઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચ નિહાળ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે પગલું ભર્યું હતું. સુખી સંપન્ન પરિવારનાં પુત્રએ શા કારણથી જીવન ટુંકાવ્યું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે કારખાનાનાં સીસીટીવી જોતા તેઓ રડી રહ્યા હોવાનું અને ત્યાર બાદ આંસુ લુંછતા જોવા મળ્યા હતા.

માતા પોતાની પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ તો પાડોશી અર્ધનગ્ન હાલતમાં હતો અને

હાલ તો પોલીસ દ્વારા તેના અંગત મિત્રો અને પરિવાર જનોનાં નિવેદન લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમના મોબાઇલ કોલની ડિટેલનાં આધારે તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા માટે ગયા હતા. ત્યાર બાદ મેચ નિહાળીને પોતાના કારખાનાના કારીગરો માટે નાસ્તો પણ લઇ ગયા હતા. તેમની સાથે નાસ્તો કર્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જો કે તેમણે શ્રમીકોને આ અંગે જણાવતા તત્કાલ તેમને કારીગર હોસ્પિટલ લઇ ગયા હતા. 

પરણીતાને પાડોશી સાથે આંખ મળી ગઇ અને પ્રેમી સાથે મળીને કરી નાખ્યો મોટો કાંડ

જો કે સારવાર દરમિયાન જ દર્શનભાઇએ અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર અને મિત્રો સહિતનાં મોટા પ્રમાણમાં લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતકના પિતાની ધ્રોલમાં રાસાયણીક ખાતરની દુકાન છે. પરિવાર આર્થિક રિતે સંપન્ન છે. જો કે પરિવારમાં યુવાન પુત્રનું મૃત્યુ થતા પરિવાર માથે જાણે આભ ફાટી પડ્યું છે. જો કે પ્રથમ દ્રષ્ટીએ આપઘાતનું કોઇ કારણ નહી જણાતા સમગ્ર કેસ ગુંચવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube