ઇન્ડિયન આર્મી

કોરોનાની સારવાર માટે અમદાવાદમાં ઇન્ડિયન આર્મીએ પોતાનાં દરવાજા ખોલ્યા? જાણો વાયરલ મેસેજનું સત્ય

કોરોના દરમિયાન સ્થિતી ખુબ જ વિકટ બની છે. તમામ હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. તેવામાં આર્મીની મદદ માટે પણ વાત ચાલી રહી હોવાની મુખ્યમંત્રી દ્વારા અગાઉ વાત કરી હતી. જો કે ઇન્ડિયન આર્મી સાથે હજી સુધી માત્ર વાતચીત જ ચાલી રહી છે. 

Apr 23, 2021, 05:59 PM IST

Nadiad: અચાનક ઇન્ડિયન આર્મીનું હેલિકોપ્ટર ઉતર્યું અને અંદરથી બે ઉચ્ચ આર્મી અધિકારીઓ નીચે ઉતર્યાં અને...

ઇન્ડિયન આર્મીનાં હેલિકોપ્ટર ભુજ એરબેઝ અને અમદાવાદની આસપાસ હંમેશા ઘુમતા રહેતા હોય છે. જો કે આજે ખુબ વિચિત્ર બનાવ બન્યો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી

Mar 6, 2021, 08:40 PM IST
Sunday Special: Women Army Officers On Border PT21M4S

રવિવાર સ્પેશિયલ: બોર્ડર પર વિરાંગના

Sunday Special: Women Army Officers On Border

Jan 24, 2021, 09:55 PM IST

ઇન્ડિયન આર્મીએ બનાવી WhatsApp જેવી સ્વદેશી એપ, મળશે આ ફીચર

એપ એન્ડ ટૂ એન્ડ સિક્યોર ટેકસ્ટ મેસેજ ઉપરાંત ઓડિયો અને વીડિયો કોલિંગ સર્વિંસને સપોર્ટ કરશે. હાલ આ એપને એંડ્રોઇડ બેસ્ડ ઇન્ટરનેટ સર્વિસ ઉપયોગ કરનાર સ્માર્ટફોન માટે તૈયાર કરવામાં આવી છે.

Oct 30, 2020, 06:23 PM IST

સીમા પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ બચાવ્યા 3 ચીની નાગરિકોના જીવ, આ રીતે કરી મદદ

ઇન્ડિયન આર્મીને તેમના વિશે ખબર પડી, તાત્કાલિક રેસ્ક્યૂ કરી ચીની નાગરિકોનો જીવ બચાવ્યો છે. આર્મીની રેસ્ક્યૂ ટીમએ આ નાગરિકોનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો. ચીની નાગરિક બુધવારે (3 સપ્ટેમ્બર)ના રોજ 17,500 ફૂટની ઉંચાઇ પર રસ્તો ભટકી ગયા હતા.  

Sep 5, 2020, 07:14 PM IST

સાયબર ક્રાઇમ: આર્મી માટે ઇલાયચી ખરીદવાનાં બહાને પરિવાર સાથે ઓનલાઇન છેતરપિંડી

ઇન્ડિયન આર્મી પર દરેક ભારતીયને સન્માન છે. તેવામાં હવે કેટલાક લોકો આર્મીના નામે ફોન કરીને લોકોને ફસાવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનો એક પરિવાર વિકટ સ્થિતીમાં મુકાયો છે. આર્મી માટે ઇલાયચી ખરીદવી છે તેમ કહીને તેમની પાસેથી તબક્કાવાર રીતે 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. હાલ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી છે. 

Jul 24, 2020, 06:06 PM IST

રિયાઝ નાયકુના મોતથી ગભરાયો હિઝબુલ, નવા કમાન્ડર ગાઝીને આપ્યો ભારતમાં આતંકી હુમલાનો આદેશ

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન (Hizbul Mujahideen) ભારતમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે અને તેને જવાબદારી ગાજી હૈદર ઉર્ફે સૈફુલ્લાહ (Gazi Haider aka Saifullah)ને સોંપવામાં આવી છે. ભારતીય સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રિયાઝ નાયકુ (Riyaz Naikoo)ને ઠાર માર્યા બાદ ગાઝીને હિઝબુલનો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. નાયકૂનું મોત પ્રતિબંધિત સંગઠન હિઝબુલ માટે મોટો ફટકો હતો અને હવે તે તેનો બદલો લેવા માંગે છે.

May 11, 2020, 10:15 PM IST

રોષે ભરાયેલા પાકિસ્તાને LoC પર કર્યું ફાયરિંગ, ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ; ભારતે આપ્યો જવાબ

હિઝબુલ મુઝાહિદ્દીનના નેતા રિયાઝ નાયકુના મોત બાદ પાકિસ્તાને બુધવારે બપોરથી એલઓસી પર ગોળીબાર શરૂ કર્યો છે. સૈન્યના સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગોળીબારની આડમાં આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવાના પ્રયાસની સંભાવના છે, તેથી સેનાએ નિયંત્રણ રેખા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 400 થી 500 વચ્ચે આતંકવાદીઓને ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે. તેમના નિશાના પર સુરક્ષા દળો ઉપરાંત કાશ્મીરીઓ પણ છે, જેઓ વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે.

May 6, 2020, 08:48 PM IST

એશિયામાં ગુજરાતનાં આ એકમાત્ર સ્થળ પર રણની રેતિમાં પણ થાય છે યોટિંગ

આર્મી દિવસ ની ઉજવણી ભાગ રૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા નૌકા વિહાર અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભોગીલીક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતગત સમગ્ર દેશમાંથી 15 જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલ સાહસિક અભિયાન 8 દિવસની સફર બાદ આજે ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવ્યું હતું. 

Jan 15, 2020, 09:51 PM IST
Exclusive Report With Correspondent Aditi Tyagi From Siachen Glacier On Zee 24 Kalak PT28M19S

-40` C ઠંડીમાં પણ ભારતીય જવાનોનો ગરમ જુસ્સો, Exclusive રિપોર્ટ, જુઓ Zee24Kalk

જ્યાં શ્વાસ લેવો પણ સમસ્યા છે. જ્યાં બધી જ વસ્તું જામી જાય છે. તેઓ સરહદની રક્ષા કરે છે માટે જ આપણે આઝાદ છીએ. જ્યારે આપણે ઉંઘીએ છીએ તે સમયે તેઓ બર્ફીલા તોફાનનો સામનો કરે છે. માઇનસ 40 ડિગ્રીમાં આપણા હિમ યોદ્ધા દેશની રક્ષા કરે છે. વાત થઈ રહી છે દુનિયાના સૌથી ઊંચા રણક્ષેત્ર સિયાચિનની. જ્યાંનું તાપમાન છે માઈનસ 40 ડિગ્રી. સિયાચિનમાં લગભગ લગભગ 3થી 4 હજાર ભારતીય સૌનિકો તૈનાત છે. જુઓ સિયાચિનથી ZEE 24 કલાકના સંવાદદાતા અદિતિ ત્યાગીનો Super Exclusive રિપોર્ટ...

Dec 31, 2019, 12:00 PM IST

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ

પાકિસ્તાન તરફથી 5 ઓગષ્ટથી અત્યાર સુધી આશરે 222 વખત સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે

Sep 1, 2019, 05:50 PM IST

અનુચ્છેદ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરનાં 575 યુવા ભારતીય સેનામાં જોડાયા

જમ્મુ કાશ્મીર લાઇટ ઇંફેન્ટ્રી રેજીમેન્ટલ સેન્ટર શ્રીનગરમાં આજે પાસિંગ આઉટ પરેડના માધ્યમથી ખીણનાં 575 યુવાનોએ દેશનાં રક્ષણ માટેના શપથ ગ્રહણ કર્યા હતા

Aug 31, 2019, 05:18 PM IST

ધોની ઇન્ડિયન આર્મી સાથે કાશ્મીરમાં કરશે ટ્રેનિંગ, સેના પ્રમુખની મંજુરી: સુત્ર

ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અપીલને જનરલ બિપિન રાવતે મંજુરી આપી દીધી છે. તેઓ પેરાશુટ રેજિમેન્ટ બટાલિયનની સાથે ટ્રેનિંગ લેશે. ટ્રેનિંનો કેટલોક હિસ્સો જમ્મુ કાશ્મીરમાં પણ થવાની શક્યતા છે. જો કે સેના ધોનીને કોઇ પણ સક્રિય ઓપરેશનનો હિસ્સો નહી બનવા દે. 

Jul 21, 2019, 09:58 PM IST

જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ભાવનગરનો જવાન શહિદ, આવતીકાલે થશે અંતિમવિધિ

ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા જવાન શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શહીદ જવાન સમગ્ર પરિવાર સાથે જમ્મુ કાશ્મીર રહેતા હતા અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને વતન કાનપર લાવવામાં આવશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

Jul 10, 2019, 06:27 PM IST

બાલાકોટ એરસ્ટ્રાઇક શા માટે થઇ? આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું ચોંકાવનારુ કારણ !

આર્મી ચીફે કહ્યું કે, સીમા પારના આતંકવાદને નાથવા માટે અલગ અલગ સરકારી એજન્સીઓ દ્વારા પ્રયાસ થઇ રહ્યા હતા

May 26, 2019, 11:18 PM IST

168 વિશ્વની દુર્લભ કાર ધરાવતા આ સુરતી કાકા, કારના બદલામાં મળી હેલિકોપ્ટરની ઓફર

વાત કરીએ એક એવા વ્યક્તિની જેણે બાળપણમાં સ્વપ્ન જોયું હતું માત્ર એક એમ્બેસેડર કારનું. પણએ વ્યક્તિ આજે દુનિયાની દુર્લભ ગણાતી 168 વિન્ટેજ કારનો માલિક બની ગયા છે. તો આજે એવા એક વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છીએ જેઓ પોતાના સખ્ત પરિશ્રમ અને આત્મવિશ્વાસથી આગળ વધ્યા છે. 

May 4, 2019, 05:22 PM IST

PM મોદીને સેનાના રાજનીતિક ઉપયોગના આરોપ અંગે ચૂંટણી પંચની ક્લિન ચીટ

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેનાનાં નામે મત માંગવાનાં આરોપો અંગે ક્લિનચીટ આપી દીધી છે

Apr 30, 2019, 09:33 PM IST

હજી પણ ખોફમાં જીવી રહ્યું છે પાકિસ્તાન, મોહમ્મદ કુરૈશીએ કહ્યું 16-20 એપ્રીલ વચ્ચે વધુ એક હુમલો

ભારતીય વાયુસેનાએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની અંદર બાલકોટમાં જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવ્યા હતા

Apr 7, 2019, 05:43 PM IST

જમ્મુ કાશ્મીરના નૌશેરામાં પાક.નો સતત ગોળીબાર, LoC પર સ્થિતી તંગ

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાને લગોલગ આવેલા નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાનાં જવાનોએ શુક્રવારે એકવાર ફરીથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કર્યો હતો. પૂર્વમાં પણ પાકિસ્તાને ગુરૂવારે સાંજે પુંછ ઓલઓસી પર ફાયરિંગ કર્યું હતું. એલઓસી પર રહેલા આ વિસ્તારોમાં પાકિસ્તાન ગત્ત 8 દિવસોથી સમયાંતરે ગોળીબાર કરી રહ્યું છે. જેનાં કારણે ત્યાં તણાવપુર્ણ સ્થિતી નિર્માણ પામી છે. 

Apr 5, 2019, 04:38 PM IST

હાઇ એલર્ટ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો ઝડપાયો પાકિસ્તાની શખ્સ

બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાવડા 1050 પિલર પાસેથી ભારતમાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે બીએસએફ દ્વારા તેમનો કબ્જો લઈ વધુ તપાસ અર્થે બોર્ડર વિસ્તાર પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Mar 6, 2019, 02:11 PM IST