ઓનલાઇન ફ્રોડ News

વડોદરા: પોલીસ કર્મચારીએ ઓનલાઇન દંડના નાણા બુટલેગરનાં ખાતામાં જમા કરાવતા તર્ક-વિતર્ક
શહેર પોલિસ અને બુટલેગરના નજીકના સંબધ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સયાજીગંજ પોલિસ સ્ટેશનના પોલિસ કર્મીએ માસ્કના દંડની રકમ બુટલેગરના ખાતામાં જમા કરાવતા અનેક સવાલો ઉઠ્યા છે. કોરોના મહામરીમાં માસ્કનો દંડ પોલિસ દ્વારા વસુલવામા આવે છે. જો કે આ નાણા સરકારમાં જમા થાય છે. પરંતુ વડોદરાના સયાજીગંજ પોલિસ સ્ટેશનના સ્ટાફે એક વાહન ચાલકને માસ્ક ન પહૈર્યુ હોવાથી રોક્યો હતો. પરંતુ વાહન ચાલક રાહુલ પંડ્યા પાસે રોકડા રુપીયા ન હોવાથી ડીજીટલ ટ્રાન્ઝેક્સન કરવાનુ કહેતા પોલિસ કોન્સ્ટેબલે અનવર ચૌહાણ નામના વ્યક્તિના ગુગલ પેમાં એક હજાર રુપીયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે અનવર ચૌહાણ સયાજીગંજ પોલિસ સ્ટેશનમાં લિસ્ટેડ બુકલેગર છે. ખાતામા દંડની રકમ પોલિસે જ જમા કરાવી હતી.
Dec 29,2020, 20:47 PM IST

Trending news