3 બાળકોનો પિતા નીકળ્યો અઢી વર્ષની બાળકીનો રેપિસ્ટ, સાણંદમાં આખી રાત ફેરવી સવારે ઘર નજીક મૂકી ગયો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચાર દિવસ પહેલા અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસને ચાર દિવસ બાદ આરોપીને પકડવામાં સફળતા મળી છે. અમદાવાદ પોલીસે રાધેશ્યામ મિશ્રા નામના આરોપીની ધરપકડ છે. ત્યારે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી કે, આરોપી પોતે પરણિત હતો અને તેને ત્રણ બાળકો પણ હતા. તેમ છતા તેણે બાળકી પર નજર બગાડી હતી.

3 બાળકોનો પિતા નીકળ્યો અઢી વર્ષની બાળકીનો રેપિસ્ટ, સાણંદમાં આખી રાત ફેરવી સવારે ઘર નજીક મૂકી ગયો

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચાર દિવસ પહેલા અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસને ચાર દિવસ બાદ આરોપીને પકડવામાં સફળતા મળી છે. અમદાવાદ પોલીસે રાધેશ્યામ મિશ્રા નામના આરોપીની ધરપકડ છે. ત્યારે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી કે, આરોપી પોતે પરણિત હતો અને તેને ત્રણ બાળકો પણ હતા. તેમ છતા તેણે બાળકી પર નજર બગાડી હતી.

શું બન્યું હતું....
સરખેજના આંબલી વિસ્તારમાં શ્રમિક પરિવારની ઘર પાસે રમતી બાળકીનું શનિવારે બપોરના સમયમાં અપહરણ થયું હતું. પરિવારે શોધખોળ કરવા છતા બાળકી મળી ન હતી. ત્યારે રવિવારે વહેલી સવારે ઘરથી 200 મીટર દૂર બાળકી મળી હતી. કોઈ શખ્સ બાળકીને છોડીને જતો રહ્યો હતો. પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. ત્યારે માસુમ બાળકીનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી દુષ્કર્મીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 

સીસીટીવીમાં શખ્સ દેખાયો હતો
બાળકી જે સ્થળે મળી તે સ્થળ પર છ મિનીટ પહેલા એક શખ્સ બાઈક પર પસાર થતો દેખાયો હતો. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે બાઈક નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે બાળકી સાથે દુષ્કર્મ આચરનાર મૂળ ઉત્તર પ્રદેશનો આરોપી રાધેશ્યામ મિશ્રા પકડાયો હતો. રાધેશ્યામ મિશ્રા સિક્યુરિટી ગાર્ડ તરીકે અમદાવાદમાં નોકરી કરે છે. તે પરિણીત છે, અને સંતાનોમાં ત્રણ બાળકો પણ છે. તેમ છતાં તેણે અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રને જણાવ્યું કે, રાધેશ્યામ મિશ્રા બાળકીને બિસ્કીટ અપાવવાની લાલચે ઉપાડીને લઈ ગયો હતો, અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપી બાળકીને સાણંદ સહિત અનેક વિસ્તારોમાં લઈ ગયો હતો. તેના બાદ દુષ્કર્મ આચરી આરોપી બાળકીને વહેલી સવારે ઘર નજીક પાર્ટી પ્લોટ પાસે મૂકી ફરાર થઈ ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news