ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ભરડા બાદ 300 કોલેજના કર્મચારીઓને વર્કફ્રોમ હોમના આદેશ

ગુજરાત સહિત રાજ્યનાં ચાર મહાનગરોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેના પગલે કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે સરકારી કચેરીઓ અને સરકારી બાબુઓને પણ પોતાનાં ભરડામાં લઇ રહ્યું છે. હવે ગુજરાત યુનિવર્સિટી પણ તેનાથી બચી શકી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પ્રો. વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. 
ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ભરડા બાદ 300 કોલેજના કર્મચારીઓને વર્કફ્રોમ હોમના આદેશ

અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત સહિત રાજ્યનાં ચાર મહાનગરોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેના પગલે કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે સરકારી કચેરીઓ અને સરકારી બાબુઓને પણ પોતાનાં ભરડામાં લઇ રહ્યું છે. હવે ગુજરાત યુનિવર્સિટી પણ તેનાથી બચી શકી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પ્રો. વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. 

ગુજરાત યુનિવર્સીટીના લાઈબ્રેરીયન યોગેશ પરીખ પણ કોરોના સંક્રમિત  થયા છે. આ ઉપરાંત અન્ય વિભાગના પણ કેટલાક કર્મચારીઓના પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા ભાષા ભવનના કર્મચારીનું મોત પણ નિપજ્યું હતું. ગુજરાત યુનીવર્સીટીમાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને વર્ક ફ્રોમ હોમનો આદેશ કરાયો છે. 

આવતીકાલથી યુનિવર્સીટીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સીટી સંલગ્ન 300 થી વધુ કોલેજોમાં પણ વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો છે. આગામી 5 દિવસ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ રહેશે. કોરોનાની ચેઇન તોડવા વર્ક ફ્રોમનો લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news