કોરોના વચ્ચે પાકની નાપાક હરકત, કચ્છમાં ભારતીય બોટ પર કર્યું ફાયરિંગ
પાકિસ્તાન ગમે તેવી સ્થિતિમાં પોતાની કાળી કરતૂતો કરવાનું ભૂલતું નથી. એક તરફ જ્યાં જમ્મૂ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતું હોય છે.
Trending Photos
કચ્છઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. અનેક દેશ આ મહામારી સામે લડી રહ્યાં છે. પાકિસ્તાન પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયું છે. પરંતુ આ બધા વચ્ચે પાકિસ્તાન પોતાની ખરાબ હરકત છોડી રહ્યું નથી. હવે જખૌ નજીક ભારતીય બોટ પર પાકિસ્તાન એજન્સી દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં બોટમાં સવાર એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે.
પાકિસ્તાનની કાળી કરતૂત
પાકિસ્તાન ગમે તેવી સ્થિતિમાં પોતાની કાળી કરતૂતો કરવાનું ભૂલતું નથી. એક તરફ જ્યાં જમ્મૂ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતું હોય છે. તો હવે દરિયામાં પણ ભારતીય બોટ પર પાકિસ્તાન દ્વારા ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 22 કેસ, 2 વ્યક્તિના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 538
ભારતીય બોટ કચ્છ પાકિસ્તાન સરહદ પર માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ બોટ ઓખાની હોવાનું જાણવા મળ્યું છે અને તેનું નામ ઓમકાર છે. પાક સિક્યોરિટી દ્વારા છ-સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોટના એક ટંડેલને ઈજા પહોંચી છે. તેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે