માછીમાર

વેક્સીન નહિ તો માછીમારી પણ નહિ, નિયમોને કારણે અટવાયા વલસાડના માછીમારો

  • કોરોના બાદ માછીમારો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. માછીમારોને માછીમારી કરવા દરિયામાં જવું હોય તો રસીકરણ ખૂબ જ જરૂરી છે
  • માછીમારો રસી મેળવવા માટે રસીકરણ કેન્દ્રો પર અનેક વખત ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ જથ્થાના અભાવને રસી ઉપલબ્ધ નથી થઈ

Jul 11, 2021, 12:41 PM IST

સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ ચૂકવતા વેરાવળ બંદરના માછીમારોની હાલત કફોડી

સરકારને કરોડોનું હુંડિયામણ ચૂકવતા માછીમારોની કફોડી પરિસ્થિતિ બની છે. હાલ મત્સ્ય ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં આવી ગયો છે. ગુજરાતની ૨૫ હજાર કરતા વધારે બોટ ધરાવતા બોટ માલિકો બેહાલ બન્યા છે. માછીમારી કરવા પૂરતા ખર્ચની જોગવાઈ ન હોવાને કારણે માછીમારો ચિંતાતુર બન્યા છે. સરકાર યોગ્ય સહાય આપે તેવી માછીમારોની માંગણી છે. 

Dec 24, 2020, 08:40 AM IST

અત્યંત સંવેદનશીલ પાકિસ્તાની બોર્ડર નજીકથી પકડાયો એક શખ્સ, બોટ-મોબાઇલ ઝડપાયા

ભારતીય જળસીમામાંથી કોટેશ્વર નજીકનાં સિરક્રિક પાસેથી એક પાકિસ્તાની માછીમારને સુરક્ષાદળોએ ઝડપી લીધો છે. મોડી રાત્રે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ માછીમારી ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘુસી આવ્યો હતો. તેની બોટ સહિતનો મુદ્દામાલ સુરક્ષા દળો દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. મોડીરાત્રે સાડા પાંચ વાગ્યાના સમયગાળામાં BSF ની 108 બટાલિયન પેટ્રોલિંગ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારને ઝડપી લેવામાં આવ્યો છે. સિંઘના શાહબંદરનો 35 વર્ષીય ખાલિદ હુસૈન ખરાબ હવામાનનો લાભ લઇને ભારતીય સીમામાં ઘુસ્યો હતો. જેના પર બીએસએફની ટુકડીની નજર પડતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 

Dec 20, 2020, 05:16 PM IST

ગુજરાતના માછીમારોની હાલત કફોડી, લોકડાઉનને કારણે ચીન સહિત અનેક દેશોમાં પેમેન્ટ ફસાયું

  • છેલ્લા 2 વર્ષમાં ગુજરાતે 5 વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે, જેની સીધી અસર માછીમારો પર થાય છે. તો ચાલુ વર્ષે લોકડાઉને માછીમારોનું જીવન બરબાદ કરી દીધું છે.

Dec 12, 2020, 02:11 PM IST

કુદરતી આફતને કારણે દરિયામાં માછલીઓનો જથ્થો ઘટ્યો, માછીમારોની સ્થિતિ કફોડી

પોરબંદર જિલ્લામાં ખેતી પછીનો સૌથી વધુ રોજગારી આપતો અને મુખ્ય ઉદ્યોગ કોઈ હોય તો તે છે માછીમારી ઉદ્યોગ. દેશને કરોડો રુપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપનાર આ માછીમારી ઉદ્યોગ હાલમાં ખુબજ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. જેના કારણે આજે ચાલુ સીઝને પણ હજારો બોટો દરિયામાં માછીમારી કરવા જવાને બદલે બંદર પર લાંગરેલી જોવા મળી રહી છે.

Dec 2, 2020, 09:27 PM IST

ભારતીય જળસીમામાં ઘુસી પાકિસ્તાન મરીનનો ગોળીબાર, ટંડેલને ગોળી વાગી

ભારતીય જળસીમામાં ઘુસી આવેલા પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે એક ગોળી કેબીનમાં રહેતા ટંડેલના હાથમાં આવી હતી. વહેલી સવારે બોટ પોરબંદર પરત ફરી હતી. બોટમાંથી ઇજાગ્રસ્ત ખલાસીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

Sep 25, 2020, 02:46 AM IST

ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત, બોટ પર ફાયરિંગ કરીને ખલાસીને ઘાયલ કર્યો

તાજેતરમાં પ્રથમ છ અને બીજી વખત 10 બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો હતો

Sep 24, 2020, 08:31 AM IST

તોફાની દમણગંગાના જોખમી પ્રવાહમાં અને ડેમને અડોઅડ માછીમારી કરવું ભારે પડ્યું...

વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં આજે પણ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી ડેમમાં પાણીની સપાટીમાં પણ વધારો યથાવત રહ્યો છે. મધુબન ડેમના ઉપરવાસમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે અત્યારે ડેમમાં 28,358 કયુસેક પાણીની આવક થઈ રહી છે.

Aug 18, 2020, 02:14 PM IST

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સુચના

  રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૯૪ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮૯ મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૧/૦૮/૨૦૨૦ અંતિત ૪૮૧.૩૯ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૫૭.૯૩% છે.

Aug 11, 2020, 10:08 PM IST

ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા

પોરબંદરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને એલર્ટ અપાયું છે. ગાંધીનગર કોસ્ટગાર્ડ દ્વારા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીને પત્ર દ્વારા જાણ કરાઈ છે. જેમાં આગામી 23 તારીખ સુધીમાં દરિયા કિનારે દેશ વિરોધી પ્રવૃત્તિ અને હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેથી દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ કોઈ પણ માછીમારોને "નો ફિશિંગ ઝોન"માં માછીમારી નહી કરવા સુચના અપાઈ છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

May 15, 2020, 06:55 PM IST

કોરોના વચ્ચે પાકની નાપાક હરકત, કચ્છમાં ભારતીય બોટ પર કર્યું ફાયરિંગ

પાકિસ્તાન ગમે તેવી સ્થિતિમાં પોતાની કાળી કરતૂતો કરવાનું ભૂલતું નથી. એક તરફ જ્યાં જમ્મૂ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતું હોય છે.

Apr 13, 2020, 11:54 AM IST
4 Boats And 22 Fishermen Of Gujarat Abducted PT3M22S

ગુજરાતની 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ

પાક મરીનની નાપાક હરકત સામે આવી. ગુજરાતની 4 બોટ અને 22 માછીમારોનું પાકિસ્તાની મરીન એજન્સીએ અપહરણ કર્યું. બે બોટ પોરબંદર, એક ઓખા અને એક બોત વેરાવળની હોવાની સંભાવનાઓ. ભારતીય જલ સીમામાંથી અપહરણ કર્યું.

Feb 14, 2020, 06:05 PM IST
Indian fishermen demand get back their boats from pakistan PT9M55S

પાકિસ્તાને અપહરણ કરેલ ભારતીય બોટોને પરત લાવવા માછીમારોની માંગ

પાકિસ્તાન દ્વારા અરબી સમુદ્રમાં ફિશિંગ કરવા ગયેલ ભારતીય બોટોનુ આઈએમબીએલ નજીકથી અપહરણ કરીને માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવામાં આવે છે. અમુક સમય સુધી માછીમારોને જેલમાં રાખ્યા બાદ તેઓને પોતાના વતન મોકલી આપવામાં આવે છે. પરંતુ લાખો રૂપિયાની બોટોને પાકિસ્તાન દ્વારા પરત નહિ કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના માછીમાર આગેવાન મનિષ લોઢારીએ એવો આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાન મરીન દ્વારા અત્યાર સુધી એક હજારથી વધુ ભારતીય ફિશિંગ બોટોનું અપહરણ કર્યુ છે. તેમાંથી મોટાભાગની સારી બોટોને પાકિસ્તાને હરાજી કરી વેચી દીધી છે. ત્યારે પાકિસ્તાનમાં અપહરણ કરાયેલ ભારતીય બોટોને ભારત સરકાર પરત લાવવા પ્રયાસ કરે.

Jan 21, 2020, 03:10 PM IST
Pakistan Auction Of Indian Fishermen's Boats PT4M39S

પાકિસ્તાન ભારતીય માછીમારોની બોટની કરે છે હરાજી

પાકિસ્તાન દ્નારા અરબી સમુદ્રમાં ફિશિંગ કરવા ગયેલ ભારતીય બોટોનુ આઈએમબીએલ નજીકથી અપહરણ કરીને માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવામાં આવે છે.અમુક સમય સુધી માછીમારોને જેલમાં રાખ્યા બાદ તેઓને પોતાના વતન મોકલી આપવામાં આવે છે પરંતુ લાખો રુપિયાની બોટોને પાકિસ્તાન દ્વારા પરત નહી કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Jan 20, 2020, 05:55 PM IST

જાફરાબાદના માછીમારોને 450 કિલો વજનની વિશાળકાય માછલી મળી

જાફરાબાદ બંદરથી માછીમારી કરવા માટે ગયેલી એક બોટને દરિયાની અંદર 60 નોટિકલ્સ માઇલ્સ પર 450 કિલોની મગરૂ નામની વ્હેલ માછલી મળી આવી હતી. આ માછલી એટલી વજનદાર હતી કે જાફરાબાદ કિનારા પર તેને પરત લાવવા માટે કેનની મદદ લેવી પડી હતી. આ માછલીને જોવા માટે લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા. આટલી વિશાળકાય માછલીઓ જોઇને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. માછલીનાં લાખો રૂપિયા ઉપજે તેવી સંભાવના છે. જેથી ક્રેનની મદદથી માછલીને ફિશિંગ કંપની વેરાવળ બંદરથી લઇ જવામાં આવી હતી.

Jan 19, 2020, 06:42 PM IST

માછીમારોના નજર સામે તેમની ‘શિવ પરમાત્મા’ બોટે જળસમાધિ લીધી, 8 ડૂબતા ખલાસીને બચાવાયા

દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટે જળસમાધિ (Boat Sink) લીધી છે. દરિયામાં ભારે પવનના કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયાનું પાણી બોટમાં ભરાઈ ગયું હતું. જેને પગલે બોટ ડૂબી ગઈ હતી. શિવ પરમાત્મા નામની બોટ માછીમારો (Fishermen) ના નજર સામે જ દરિયામાં સમાઈ ગઈ હતી. ત્યારે બોટમાં સવાર 8 ખલાસીઓના બચાવમાં અન્ય બોટ દોડી આવી હતી અને તમામ આઠ માછીમારોને ડૂબતા બચાવી લીધા હતા. આમ, બોટની જળસમાધિમાં માછીમારોનો જીવ બચ્યો હતો. 

Dec 30, 2019, 11:50 AM IST
3 Boats Sink In Ocean At Gir Somnath, Two Fishermen Died PT4M27S

ગીર સોમનાથમાં 3 બોટની દરિયામાં જળસામાધિ, બેના મોત

ગીર સોમનાથના ઉનાના દરીયામાં ત્રણ બોટ દરિયાના પાણીમાં ડૂબી છે. આ બોટે પાણીમાં ખલાસીઓની નજર સામે જ જળસમાધિ લીધી હતી. ઉનાના સયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્યારે આ ઘટનામાં ત્રણ માછીમારો (Fishermen) ના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ ખલાસી દરિયામાં હજી પણ લાપતા છે. ત્રણ બોટમાં કલુ 21 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 16 ખલાસીઓને બચાવી લેવાયા છે. મિસીંગ પાંચ ખલાસીનો શોધખોળ શરૂ કરાઈ છે.

Dec 16, 2019, 02:50 PM IST

ઉના : ખલાસીઓની નજર સામે 3 બોટ એકસાથે દરિયામાં ડૂબી, 3 માછીમારોના મૃતદેહ મળ્યાં

ગીર સોમનાથના ઉનાના દરીયામાં ત્રણ બોટ દરિયાના પાણીમાં ડૂબી છે. આ બોટે પાણીમાં ખલાસીઓની નજર સામે જ જળસમાધિ લીધી હતી. ઉનાના સયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્યારે આ ઘટનામાં ત્રણ માછીમારો (Fishermen) ના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ ખલાસી દરિયામાં હજી પણ લાપતા છે. ત્રણ બોટમાં કલુ 21 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 16 ખલાસીઓને બચાવી લેવાયા છે. મિસીંગ પાંચ ખલાસીનો શોધખોળ શરૂ કરાઈ છે. 

Dec 16, 2019, 01:07 PM IST

દ્વારકામાં જહાજની અડફેટે બોટની જળસમાધી, 7 માછીમારો ગુમ થતા શોધખોળ ચાલુ

દરિયામાં 7 જેટલા ગીર સોમનાથના માછીમારો  લાપતા થયા છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ માછીમારોના ગામમાં શોકનું મોજું છવાયું છે

Dec 9, 2019, 11:17 PM IST