પાંજરાપોળના સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી, સહાય ન મળતા ગાયો રસ્તા પર છોડી દીધી

Cattle Issue : ગૌશાળામાં સહાય મામલે બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકો આકરા પાણીએ... હાઈવે બ્લોક કરી મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ગાડી અટકાવી વિરોધ નોંધાવ્યો... પોલીસે વિરોધ કરતા લોકોની ટીંગાટોળી કરીને અટકાયત કરી... 

પાંજરાપોળના સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી, સહાય ન મળતા ગાયો રસ્તા પર છોડી દીધી

અલકેશ રાવ/બનાસકાંઠા :ગુજરાત સરકાર દ્વારા બજેટમાં ગૌશાળાઓ અને પાંજરાપોળ માટે 500 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ આજદિન સુધી સહાય ન ચૂકવતા ગુજરાતની 1400 જેટલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સરકાર સમક્ષ આંદોલન છેડયું છે. ગૌશાળાના સંચાલકો અને સાધુ સંતોએ અનેક વાર આવેદનપત્રો, રેલીઓ, ધરણાં પ્રદશન કર્યા બાદ અનેક ગૌપ્રેમીઓ અને સંતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા બાદ પણ સરકાર ગૌશાળાના સંચાલકો તરફ ધ્યાન ન આપતા ગઈકાલે ગૌશાળાના સંચાલકોએ સરકારને સહાય ચૂકવવા માટે 24 કલાકનું અલટીમેટ આપ્યું હતું. જે પૂરું થવા છતાં પણ સરકાર દ્વારા કોઈ જ નિર્ણય ન કરાતાં આજે બનાસકાંઠાની 180 ગૌશાળા અને પાંજરાપોળના 80 હજાર પશુઓને ગૌશાળાના સંચાલકોએ રોડ પર છોડી દેતા પોલીસ દોડતી થઈ હતી. તો બપોર બાદ આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યુ હતું. ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર ટાયરો સળગાવ્યા હતા. ટાયરો સળગાવી ડીસા-રાધનપુર હાઇવેનો એક માર્ગ બંધ કરાયો હતો. આ કારણે એલિવેટેડ બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા. 

ડીસા હાઈવે પર ટાયર ગૌશાળાના સંચાલકોએ ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો. ટાયરો સળગાવી ડીસા-રાધનપુર હાઇવેનો એક માર્ગ બંધ કરાયો હતો. ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સંચાલકોએ વિરોધમાં ડીસા હાઈવે પર ટાયર સળગાવ્યા. ડીસા, લાખણી, થરાદમાં ગાય છોડીને વિરોધ પ્રદર્શન કરાયુ હતું. જેથી પોલસીસ પણ દોડતી થઈ હતી.

મંત્રી કીર્તિસિંહ વાઘેલાને ઘેર્યાં 
ગુજરાતમાં 500 કરોડની સહાય ચૂકવવા ગૌશાળાના સંચાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. બનાસકાંઠા અને પાટણમાં ગૌશાળાના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે.. બનાસકાંઠાના ડીસા, લાખણી અને થરાદમાં ગાયોને છોડવામાં આવી હતી. તો આકરા પાણીએ આવેલા ગૌસેવકોએ ડીસામાં શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવો કર્યો હતો. 10 મિનિટ સુધી મંત્રીની ગાડીને ઘેરાવો કરતાં મામલો ગરમાયો હતો. મંત્રી ગાડીના કાચ પણ ખોલી શક્યા નહોતા. ગૌસેવકોમાં રોષ વચ્ચેથી પોલીસે મહામુસીબતે મંત્રીને બહાર કાઢ્યા હતા.

આપનો પ્રહાર
ગૌશાળાના સંચાલકોના વિરોધનો મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ગૌ માતાના નામે વોટ માગનારી ભાજપે સાધુ સંતોની ધરપકડ કરાવી. બજેટનો એક રૂપિયો પણ સરકારે આપ્યો નથી. ગૌચરની જમીન ભાજપના મળતિયાઓએ પચાવી પાડી છે. આજે સાબિત થયુ છે કે, ભાજપ હિન્દુ વિરોધી પાર્ટી છે. ગાય માતા માટે અવાજ ઉઠાવનારની ધરપકડ થઈ છે. સાધુ સંતોની ધરપકડને AAP વખોડે છે. ત્યારે આગામી સમયમાં વિધાનસભાના ઘેરાવની ઈસુદાન ગઢવીની ચીમકી આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news