પેપર લીક કાંડ: આ શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટર ભાસ્કરની ચૌધરી અને રિદ્ધિની ધરપકડ, જાણો શું છે કનેકશન?

વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી છે. સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે.

પેપર લીક કાંડ: આ શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટર ભાસ્કરની ચૌધરી અને રિદ્ધિની ધરપકડ, જાણો શું છે કનેકશન?

Exam Paper Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવાનાર ખુલાસા થઇ રહ્યાં છે. વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજીના સંચાલક ભાસ્કર અને રિદ્ધીનું નામ સામે આવી રહ્યું છે, પરંતુ તે સત્તાવાર રીતે નથી. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. પોલીસ તપાસમાં 40 ઉમેદવાર સુધી આ પેપર પહોંચ્યું હોવાનું સામે આવ્યું હોવાથી પરીક્ષા આપનાર ઉમેદવારો સહિત તમામ લોકોમાં હડકંપ મચી ગયો હતો.

કેમ વડોદરા પેપરલીક કેસમાં બન્યું એપીસેન્ટર?
વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી છે. સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે. કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે.

No description available.

બરોડા પ્રમુખ કોમ્પ્લેકસમાં આવેલ  સ્ટેકવાઇસ ટેકનોલોજી નામક ક્લાસીસમાં પેપર વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યું હતું. આ કોચિંક ક્લાસને સીલ કરવામાં આવ્યાં છે. આ કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યાં છે. વડોદરાનાં અટલાદરા રોડ પર આ કોચિંગ સેન્ટર આવેલા છે. ટીમ સંચાલક સહિત કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. 25 જેટલા શકમંદોને ગુજરાત ATS અમદાવાદ લઈ આવી હતી. વડોદરા, સુરત અને અન્ય જિલ્લાઓમાંથી ATSની ટીમે 25 શખ્સોએ અટકાયત કરી છે. 

No description available.

બરોડા પ્રમુખ કોમ્પ્લેકસમાં આવેલ  સ્ટેકવાઇસ ટેકનોલોજી નામક ક્લાસીસના ડાયરેક્ટર રિધ્ધિ ચૌધરી અને ભાસ્કર ચૌધરી છે. બંનેએ લવ મેરેજ કર્યા છે. છેલ્લા 4 વર્ષથી આ ક્લાસિસ ચલાવે છે. બંને ડાયરેક્ટરો મૂળ બિહારના વતની હોવાની માહિતી સામે આવી છે. કોચિંગ સેન્ટર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક ઓનલાઇન પરીક્ષા લેવામા આવે છે. પેપર લીક કરવામાં ભાસ્કર ચૌધરીની મુખ્ય ભૂમિકા હોઈ શકે છે. હાલ સત્તાવાર કોઈ માહિતી નથી.

No description available.

પેપરલીક  કાંડમાં વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ  ધરપકડ કરી છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ઇન્સ્ટૂટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની એટીએસએ ધરપકડ કરી છે. વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજીના સંચાલક ભાસ્કર અને રિદ્ધીએ લાખો રુપિયામાં પેપરનો સોદો કરતા હોવાનો ખુલાસો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news