22 વર્ષની દિકરીને ઇચ્છામૃત્યુની પરવાનગી આપવા માતાપિતાએજ કરી હોઇકોર્ટમાં પીટિશન
છેલ્લા 22 વર્ષથી સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પિડાતી પોતાની પથારી વશ દીકરીને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપવા માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરતા ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અસાધ્ય બીમારીથી પીડાતા તેમજ સાજા થઇ શકવાની કોઈ સંભાવના ન હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં ઈચ્છા મૃત્યુ માટે કોર્ટ પરવાનગી આપી શકે એવામાં સુપ્રીમના આ નિર્ણય બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરીને જવાબ માંગ્યો છે
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: છેલ્લા 22 વર્ષથી સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પિડાતી પોતાની પથારી વશ દીકરીને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપવા માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરતા ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અસાધ્ય બીમારીથી પીડાતા તેમજ સાજા થઇ શકવાની કોઈ સંભાવના ન હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં ઈચ્છા મૃત્યુ માટે કોર્ટ પરવાનગી આપી શકે એવામાં સુપ્રીમના આ નિર્ણય બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરીને જવાબ માંગ્યો છે
અમદાવાદના દેવેન્દ્રભાઈ રાજગોર કે જેઓ વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. અને પલક રાજગોર કે જેઓ ગૃહિણી છે. તેમના દ્વારા હાઈકોર્ટમાં પોતાની બીમાર દિકરીને ઈચ્છામૃત્યુ આપવા માટે અરજી દાખલ કરી છે. વૈદેહી નામની 22 વર્ષીય યુવતીની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, તે પોતાનું એક પણ કાર્ય જાતે નથી કરી શકતી જેને લઈને રોજે-રોજ દર્દથી દીકરીને કણસતી જોવી દેવેન્દ્રભાઈ અને પલકબેન માટે અસહ્ય બની રહ્યું છે. લાખો રૂપિયા ખર્ચીને પણ પરિવાર પોતાની દીકરીને સાજી ના કરી શક્યો.
કોંગ્રેસની CWCની બેઠક આચાર સંહિતાનો ભંગ નથી: મુખ્ય ચૂંટણી અધિકારી
દીકરીની સારવાર માટે 10થી12 વર્ષ સુધી ફિઝિયોથેરાપીની સારવાર બાદ 2 મોટા ઓપરેશન બાદ પણ દિવસેને દિવસે સ્થિતિ સુધારવાને બદલે વણસી રહી હોવાથી આખરેમાં બાપે પોતાના બાદ દીકરીનું કોણ એમ વિચારી હાઈકોર્ટ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી છે તો સાથે જ દીકરીની સ્થિતિ જોઇને દેવેન્દ્રભાઈ પોતે પણ 3 વખત બિમાર થઇ ચુક્યા છે. સાથે જ દીકરીની સંભાળ પાછળ માં-બાપ સહીત પરિવારજનો પણ સમાજથી અળગા પડી ગયા છે.
પીડિતા એવી સેરેબ્રલ પાલ્સી નામની ગંભીર બીમારીનો ભોગ બની છે કે, દિવસેને દિવસે તેનું શરીર તેનો સાથ છોડી રહ્યું છે. પીડિતાના શરીરના ભાગ વાંકા થવા લાગ્યા છે. 23 વર્ષની પીડિતા એક પણ શબ્દ બોલી પણ નથી શકતી. દીકરીની તમામ જવાબદારીઓ નિભાવતા નિભાવતા પરિવાર પણ સમાજથી દુર થઈ ચુક્યો છે. દીકરીનું ભવિષ્યમાં કોણ વિચારીનેનાં છુટકે દીકરી માટે ઈચ્છામૃત્યુની માગ કરતો પીડિત પરિવાર દિલ પર પથ્થર મૂકીને હાઈકોર્ટ પાસે જવા મજબૂર બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે